પાતાળમાં વસેલા છે ભારતના આ 12 ગામ! જ્યાં ધરતીમાં સમાયા હતા માતા સીતા
આમ તો ભારતમાં ઘણા એવા અજૂબા (Wonders) છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહી થાય. ભારત (India) માં એવા 12 ગામ છે જે પૃથ્વીની સપાટીની 3,000 મીટર નીચે વસેલા છે. અહીં એટલા ગાઢ વૃક્ષો છે કે સૂર્યની કિરણો પણ મુશ્કેલીથી પહોંચે છે. દંતકથાઓ અનુસાર આ એ જ જગ્યા છે જ્યાં સીતા (Goddess Sita) ધરતીમાં સમાઇ હતી. જોકે કેટલાક લોકોનું એ પણ માનવું છે કે જ્યારે રાક્ષસ અહિરાવણ ભગવાન શ્રીરામ (Lord Sri Ram) અને પ્રભુ લક્ષ્મણ (Lord Laxman) ને ઉઠાવીને પાતાળ (Patal) લઇ ગયા હતા તો ભગવાન હનુમાન (Lord Hanuman) તેમને બચાવવા માટે પાતાળમાં લઇ ગયા હતા.
છિંદવાડા: આમ તો ભારતમાં ઘણા એવા અજૂબા (Wonders) છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહી થાય. ભારત (India) માં એવા 12 ગામ છે જે પૃથ્વીની સપાટીની 3,000 મીટર નીચે વસેલા છે. અહીં એટલા ગાઢ વૃક્ષો છે કે સૂર્યની કિરણો પણ મુશ્કેલીથી પહોંચે છે. દંતકથાઓ અનુસાર આ એ જ જગ્યા છે જ્યાં સીતા (Goddess Sita) ધરતીમાં સમાઇ હતી. જોકે કેટલાક લોકોનું એ પણ માનવું છે કે જ્યારે રાક્ષસ અહિરાવણ ભગવાન શ્રીરામ (Lord Sri Ram) અને પ્રભુ લક્ષ્મણ (Lord Laxman) ને ઉઠાવીને પાતાળ (Patal) લઇ ગયા હતા તો ભગવાન હનુમાન (Lord Hanuman) તેમને બચાવવા માટે પાતાળમાં લઇ ગયા હતા.
આ ગામમાં ઔષધીઓનો ખજાનો
તમને જણાવી દઇએ કે જ્યા6 12 ગામ વસેલા છે ત્યાં જગ્યાનું નામ પાતાલકોટ (Patalkot) છે. પાતાલકોટ, મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં છે. પાતાલકોટ સતપુડાની પહાડીઓમાં છે. પાતાલકોટમાં ઔષધિઓનો ખજાનો છે. અહીં ભૂરિયા જનજાતિના લોકો રહે છે. મોટાભાગના લોકો અહીં ઝૂંપડીમાં રહે છે.
કારોનું ભવિષ્ય બતાવે છે Kia નો આ શાનદાર કોન્સેપ્ટ, Photos છે દમદાર
બહારની દુનિયા સાથે અહીંના લોકોને નથી સંબંધ!
અત્રે ઉલ્લેખનીય છે કે પાતાલકોટના આ 12 ગામમાં રહેનાર લોકો બહારી દુનિયા સાથે સંબંધ ધરાવતા નથી. મોટાભાગના ખાવા પીવાની વસ્તુઓ પોતાના ગામમાં જ ઉગાડી લે છે. કહેવામાં આવે છે કે આ ફક્ત મીઠું ખરીદવા માટે બહાર આવે છે. પહેલાં આ ગામ સંપૂર્ણપણે બહારી દુનિયાથી કપાયેલા હતા. તાજેતરમાં જ પાતાલકોટના કેટલાક લોકોને રસ્તા સાથે જોડવાનું કામ પુરૂ કર્યું હતું.
3000 ફૂટ નીચે વસેલું છે આ ગામ
જાણી લો પાતાલકોટના ગામમાં દિવસના સમયે આકરો તડકો હોવાછતાં સાંજ જેવું લાગે છે કારણ કે અહીં સીધો તડકો પહોંચતો નથી કારણ કે પાતાલકોટના ગામ ધરતીની સપાટીથી લગભગ 3 હજાર ફૂટ નીચે વસેલા છે. જોકે થોડા સમય પહેલાં જ લોકો ઘાટીના ભાગેથી નિકળીને પહાડના ઉપરના ભાગમાં આવીને વસ્યા.
Online પૈસા ટ્રાંસફર કરતી વખતે આ ભૂલ કરશો સાફ થઇ જશે એકાઉન્ટ
તમને એ જાણીને આશ્વર્ય થશે કે જ્યાં એકતરફ આખી દુનિયામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે તો બીજી તરફ કોરોના પાતાલકોટના લોકો સુધી પહોંચી શક્યો નથી. અહીં કોરોનાનો એકપણ કેસ મળ્યો નથી. આવું કદાચ એટલા માટે થયું કારણ કે અહીં રહેનાર લોકોનો બહારની દુનિયાના લોકો સાથે સંપર્ક ખૂબ ઓછો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube