Online પૈસા ટ્રાંસફર કરતી વખતે આ ભૂલ કરશો સાફ થઇ જશે એકાઉન્ટ
Mobile Banking: ગત થાઓડા સમયમાં દેશમાં ઓનલાઇન ટ્રાંજેક્શન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન ડિજિટલ ટ્રાંજેક્શન પહેલાંની તુલનામાં વધ્યું છે. જો તમે નેટબેકિંગ અથવા મોબાઇલ બેંકિંગ દ્રારા ફંડ ટ્રાંસફર કરો છો તો તમારે કેટલીક સાવધાની વર્તવી જોઇએ. ઓનલાઇન પૈસા ટ્રાંસફર કરતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું તે આજે અમે તમને જણાવીશું.
બેંક ડિટેલ યોગ્ય રીત ભરો
જ્યારે પણ કોઇને પૈસા ઓનલાઇન ટ્રાંસફર કરો છો તો NIFT, IMPS, અને RTGS જેવા માધ્યમોથી મોકલો છો. તેમાં આપણે બેંકની જાણકારી બિલકુલ સાચી ભરવી જોઇએ. ભરવામાં આવેલી જાણકારીને એકવાર ચેક કરો, કારણ કે નાનકડી ભૂલથી તમારા પૈસા કપાઇ જશે અને જેને તમે પૈસા ટ્રાંસફર કરી રહ્યા છો તેને પહોંચશે પણ નહી.
મોબાઇલ નંબરનું પણ રાખો ધ્યાન
આજના જમાનામાં દરેક પાસે મોબાઇલ પર આવનાર ઘણા પ્રકારની એપ દ્રારા પણ પૈસા ટ્રાંસફર કરવામાં આવે છે. તેમાં મોબાઇલ નંબર દ્રારા જ પૈસા સરળતાથી ટ્રાંસફર થઇ જાય છે. પરંતુ જો મોબાઇલ નંબરનો એક ડિજિટ ખોટો થયો, તો તમારા પૈસા બીજાના ખાતામાં પહોંચાડી શકો છો. એટલા માટે મોબાઇલ નંબરને બે ચાર વાર યોગ્ય રીતે જોઇ લો.
એકાઉન્ટ નંબર ભરતી વખતે ધ્યાન રાખો
લોકો સૌથી વધુ ભૂલ બેંક એકાઉન્ટ નંબર ભરવામાં કરે છે. એટલે કે એક નંબર પણ આમતેમ થયો અને બેંક એકાઉન્ટ ખોટું થઇ ગયું. તો જેનું એકાઉન્ટ હશે તેના એકાઉન્ટમાં જશે અને તમારે બેંકના ધક્કા ખાવાનો વારો આવશે.
IFSC કોડ ધ્યાનથી લખો
દરેક બેંક બ્રાંચનો એક IFSC કોડ હોય છે, જેથી બ્રાંચની ઓળખ થાય છે. તો બીજી તરફ જ્યારે કોઇને ઓનલાઇન બેકિંગમાંથી પૈસા ટ્રાંસફર કરો છો, તો આપણે તેની જરૂર હોય છે. એવામાં જો કોઇ ભૂલ થઇ જાય અને કોઇ અન્ય બ્રાંચ સાથે મેચ થઇ જાય, સાથે જ તમે જે બેંક એકાઉન્ટ ભર્યું છે તો પણ કોઇ એકાઉન્ટ નંબર સાથ મેચ થઇ જાય છે. તો એવામાં તમારા પૈસા કોઇ ખોટા ખાતામાં ટ્રાંસફર થઇ શકે છે. એટલા માટે તેને ધ્યાનથી ભરો.
Trending Photos