Coronavirus In India: દેશમાં કોરોનાના તાંડવ વચ્ચે વધુ એક જોખમ તોળાઈ રહ્યું છે? ખાસ જાણો
કોરોના સંક્રમણ જે રોકેટ ગતિથી વધી રહ્યું છે તેનાથી સમગ્ર દેશમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. દરરોજ આવતા દૈનિક કેસના આંકડા પોતાના જ રેકોર્ડ તોડે છે, કોરોના દર્દીઓની બેકાબૂ થતી સંખ્યા અને મૃત્યુઆંકમાં થઈ રહેલો સતત વધારો ભારે દહેશત પેદા કરી રહ્યા છે. કોરોનાની આ નવી લહેરનો કહેર હાલ તો થમતો જોવા મળતો નથી પરંતુ એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે તમારા હોશ ઉડાવી દેશે.
નવી દિલ્હી: કોરોના સંક્રમણ જે રોકેટ ગતિથી વધી રહ્યું છે તેનાથી સમગ્ર દેશમાં હાહાકાર જોવા મળી રહ્યો છે. દરરોજ આવતા દૈનિક કેસના આંકડા પોતાના જ રેકોર્ડ તોડે છે, કોરોના દર્દીઓની બેકાબૂ થતી સંખ્યા અને મૃત્યુઆંકમાં થઈ રહેલો સતત વધારો ભારે દહેશત પેદા કરી રહ્યા છે. કોરોનાની આ નવી લહેરનો કહેર હાલ તો થમતો જોવા મળતો નથી પરંતુ એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે તમારા હોશ ઉડાવી દેશે.
કોરોનાના ટ્રિપલ મ્યૂટેન્ટની એન્ટ્રી?
અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યાં મુજબ ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટમાં એક વધુ મ્યૂટેશન હોવાથી તેના ટ્રિપલ મ્યૂટેન્ટમાં ફેરવાઈ જવાની જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયને આપવામાં આવી છે. કોરોનાના ડબલ મ્યૂટેન્ટના સ્પાઈક પ્રોટીનમાં ત્રીજો મ્યૂટેશન થયો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી લેવાયેલા સેમ્પલમાં નવું મ્યૂટેશન થતું જોવા મળ્યું છે. આ રાજ્યોમાંથી લેવાયેલા 17 સેમ્પલમાં એવું જોવા મળ્યું છે. આ એવા રાજ્યો છે જ્યાં કોરોનાની બીજી લહેર ભીષણ કહેર વર્તાવી રહી છે. અહીં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કહેવાય છે કે ડબલ મ્યૂટેશન વેરિએન્ટના કારણે જ કોરોના આટલો વધ્યો છે અને હવે ટ્રિપલ મ્યૂટેન્ટ વેરિએન્ટની જાણ થયા બાદ ડર વધી ગયો છે.
ડબલ મ્યૂટેન્ટ પહેલેથી છે ખુબ ખતરનાક
ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ માટે ડબલ મ્યૂટેન્ટ વાયરસને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ નવો વેરિએન્ટ વધુ સંક્રામક અને ઝડપથી ફેલાય છે. ભારતમાં ફેલાયેલા ડબલ મ્યૂટેન્ટ વાયરસની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. તો ચલો તમને જણાવીએ આખરે આ ડબલ મ્યૂટેન્ટ વાયરસ શું છે?
ભારતના આ નવા વેરિએન્ટને વૈજ્ઞાનિક રીતે B.1.617 નામ આપવામાં આવ્યું છે. જેમાં બે પ્રકારના મ્યૂટેશન્સ (E484Q और L452R) છે. આ વાયરસનું એવું સ્વરૂપ છે જેના જીનોમમાં બે વાર ફેરફાર થઈ ચૂક્યો છે. હકીકતમાં વાયરસ પોતાની જેનેટિક સંરચનામાં ફેરફાર કરતા રહે છે. જેથી કરીને લાંબા સમય સુધી પ્રભાવી રહી શકે. ડબલ મ્યૂટેન્ટ વાયરસ બે મ્યૂટેટેડ સ્ટ્રેનના મળવાથી બને છે. ભારતમાં ફેલાઈ રહેલો ડબલ મ્યૂટેન્ટન વાયરસ E484Q અને L452R ના મળવાથી બન્યો છે. અત્રે જણાવવાનું કે L452R સ્ટ્રેન અમેરિકાના કેલિફોર્નિયામાં મળી આવે છે. જ્યારે E484Q સ્ટ્રેન ભારતમાં જોવા મળે છે.
ડબલ મ્યૂટેન્ટ વાયરસ બે સ્ટ્રેન (E484Q અને L452R) ના મળવાથી બન્યો છે. જેનાથી વાયરસે વધુ સંક્રામક અને ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. બંને સ્ટ્રેન વધુ સંક્રમણ દર માટે જાણીતા છે. L452R પર અમેરિકામાં અનેક અભ્યાસ થયા છે અને જાણવા મળ્યું છે કે તેનાથી સંક્રમણ 20 ટકા સુધી વધે છે.
ઓક્ટોબરમાં ડિટેક્ટ થયો હતો ડબલ મ્યૂટેન્ટ
કોરોના ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ B.1.167 પહેલીવાર ગત વર્ષે ઓક્ટોબરમાં ડિટેક્ટ થયો હતો. જો કે જીનોમ સિક્વેન્સ ટેસ્ટિંગની ઝડપ ધીમી હોવાના કારણે તેના પર કોઈ નક્કર કામ થઈ શક્યું નહીં. પરંતુ હવે જોખમ ખુબ વધી ગયું. તે તેજ ગતિથી આગળ વધી રહ્યો છે. આ વેરિએન્ટનું ધુ એક મ્યૂટેશન થયું છે જેને હવે ટ્રિપલ મ્યૂટેન્ટ વેરિએન્ટ કહેવાઈ રહ્યો છે.
Coronavirus: ભારતમાં B.1.617 ના કારણે કોરોનાની સ્થિતિ ગંભીર!, દુનિયા પણ હલી ગઈ, જાણો કેમ છે જોખમી?
Coronavirus: રિપોર્ટમાં દાવો, જો એક મહિનાનું દેશવ્યાપી Lockdown લાગ્યું તો આ નુકસાન થશે
કોરોનાનો ખાતમો હવે નજીક!, બજારમાં આવી ગઈ એવી દવા...4 દિવસમાં વાયરસને પછાડવાનો દાવો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube