Delhi AIIMS ના ચીફએ કહ્યું- ટાળી શકાય છે કોરોનાની ત્રીજી લહેર, કરવું પડશે આ નિયમનું પાનલ
દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરનો પ્રકોપ અત્યારે પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) અંગે ચર્ચા પણ ઝડપથી ચાલી રહી છે
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરનો પ્રકોપ અત્યારે પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) અંગે ચર્ચા પણ ઝડપથી ચાલી રહી છે.
'કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી'
શું દેશમાં ખરેખર કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે અથવા તેને ટાળી શકાય છે? દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ (Dr Randeep Guleria) ફરી એકવાર આ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. ડો. ગુલેરિયાએ કહ્યું છે કે, જો આપણે કોરોના પ્રોટોકોલને યોગ્ય રીતે અનુસરીએ, તો આ મહામારીની ત્રીજી લહેરને ટાળી શકાય છે અથવા તેને સંપૂર્ણ રીતે દૂર પણ કરી શકાય છે.
આ પણ વાંચો:- Internet વગર મોબાઈલ પર જોઈ શકશો તમારો પસંદગીનો TV Show, IIT કાનપુરે કરી આ તૈયારી
'ત્રીજી લહેર આવે છે કે નહીં તે ખબર નહીં'
ડો. ગુલેરિયાએ કહ્યું, 'અમે આ અનુમાન નથી લગાવી શકતા કે વાયરસ કેવું વર્તન કરશે, પરંતુ એવું લાગે છે કે આવતા મહિનામાં વાયરસ એટલા નાટકીય રીતે પરિવર્તન કરશે નહીં. સીરો સર્વે અનુસાર વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિની પૂરતી માત્રા છે. તેથી જ કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે.
આ પણ વાંચો:- Maharashtra ના Raigad જિલ્લામાં Rain નો કહેર, હોસ્પિટલમાં દાખલ 11 દર્દીના મોત!
'ટાળી શકાય છે કોરોનાની ત્રીજી લહેર'
ડો. રણદીપ ગુલેરિયાએ (Dr Randeep Guleria) કહ્યું કે જ્યાં સુધી દેશની વસ્તીના મોટા હિસ્સોને રસી અપાય નહીં ત્યાં સુધી લોકોએ વધુ ભીડ અને બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. તેમણે કહ્યું કે જો આપણે કોવિડમાં યોગ્ય વર્તન કરીએ, તો મહામારીની (Coronavirus) ત્રીજી લહેરને વધુ ટાળી શકાય છે અથવા તો તેને સંપૂર્ણ રીતે દૂર પણ કરી શકાય છે.
આ પણ વાંચો:- Pornography Case: રાજ કુન્દ્રાને લઈ શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ
'સપ્ટેમ્બરમાં બાળકોને મળશે કોરોના રસી'
દિલ્હી એઇમ્સના ડિરેક્ટરએ કહ્યું કે, જ્યાં પોઝિટિવિટીનો દર ખૂબ ઓછો આવ્યો છે, ત્યાં શાળાઓ ખોલવામાં આવી શકે છે. સરકારે ધોરણસર શાળાઓ ખોલવી જોઈએ. તેમણે કહ્યું કે બાળકો માટે કોરોના રસી સપ્ટેમ્બર સુધીમાં મળી શકે છે. આ સાથે, બાળકોને કોરોના વાયરસ (Coronavirus) સામે લડવા માટે એક મોટું શસ્ત્ર મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube