દેશના 4 સૌથી મોટા શહેરોમાં પીક પર પહોંચી ત્રીજી લહેર, હવે ગામડા તરફ ચાલ્યો કોરોના
દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. અનેક રાજ્યોમાં ઝડપથી કેસ વધી રહ્યાં છે. આ વચ્ચે દેશના કેટલાક મહાનગરોમાં ત્રીજી લહેર પીક પર પહોંચી ગઈ છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર દેશના ચાર સૌથી મોટા શહેરોમાં પીક પર પહોંચી ગઈ છે. સાત દિવસના એવરેજ કેસમાં મુંબઈ, દિલ્હી, કોલકત્તા અને ચેન્નઈમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ શુક્રવાર સુધી ગણવામાં આવેલી સાત-દિવસીય એવરેજ બેંગલુરૂ, પુણે, અમદાવાદ અને હૈદરાબાદ ચાર મોટા શહેરોમાં વધી રહી છે.
તમને જણાવી દઈએ કે બેંગલુરી અને અમદાવાદમાં રાહતના સંકેટ મળ્યા છે. શનિવાર સહિત છેલ્લા બે દિવસમાં દૈનિક કેસમાં ઘટાડો થયો છે. પરંતુ આ પ્રવૃત્તિને આગામી કેટલાક દિવસ સુધી સાત દિવસની એવરેજ માટે બનાવી રાખવી પડશે.
આ પણ વાંચોઃ હવે ઓમિક્રોનથી તૂટીને બનેલા વેરિએન્ટે વધારી ચિંતા, 40 દેશોમાં મળ્યા 8000 કેસ
આ આઠ શહેરોના કોવિડ આંકડાની જે મોટી તસવીર સામે આવી છે, તે છે કે સૌથી મોટા શહેરી કેન્દ્રો હવે દૈનિક સંક્રમણમાં ઓછુ યોગદાન આપી રહ્યાં છે. રાષ્ટ્રીય કેસના સાત દિવસની એવરેજ હજુ પણ વધવાની સાથે મહામારી હવે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતી જોવા મળી રહી છે.
બેંગલુરૂ સૌથી વધુ પ્રભાવિત
સત્તાવાર આંકડા અનુસાર હાલની લહેર દરમિયાન બેંગલુરૂ સૌથી વધુ પ્રભાવિત શહેર રહ્યું છે. તેણે સર્વાધિક પીક નોંધી છે. શહેરમાં 16 ડિસેમ્બરથી અત્યાર સુધી 3 લાખ કેસ નોંધાયા છે, જે માત્ર દિલ્હીના કુલ 3.4 લાખથી પાછળ છે. મુંબઈ શહેરમાં પણ મહામારી પીક પર હતી. ત્યાં સાત દિવસની એવરેજ 12 જાન્યુઆરીએ ઘટતા પહેલા વધીને 17465 થઈ ગઈ હતી. કોલકત્તા આગામી સ્થાન પર હતું, જેણે 13 જાન્યુઆરીએ 7069ના ચાર સૌથી મોટા મહાનગરોમાં સૌથી નિચલા પીકની સૂચના આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube