નવી દિલ્હી: અભિજ્ઞ આનંદ કોરોના વાયરસના કારણે એટલે કે કોરોના મહામારી પર કરાયેલી પોતાની ભવિષ્યવાણી સાચી પડવાના કારણે ખુબ ચર્ચામાં છે. પરંતુ આ અગાઉ પણ તેઓ પોતાની ભવિષ્યવાણીના કારણે ભારતીય જ્યોતિષની દુનિયામાં જાણીતા છે. ઉદાહરણ તરીકે કોરોના વાયરસ મહામારી અંગે તેમણે ગત વર્ષ ભવિષ્યવાણી કરી હતી કે પરિવહન ઉદ્યોગ જલદી તૂટી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત વકરતા કોરોનાને હરાવવા ભારત સરકારે લીધો મોટો નિર્ણય, સીધો ફાયદો દેશવાસીઓને


Conscience પર કરી હતી ભવિષ્યવાણી
22 ઓગસ્ટ 2019ના રોજ અભિજ્ઞ આનંદે કોરોના વાયરસ પર પોતાની ભવિષ્યવાણી કરી હતી ત્યારે તેમની આ ભવિષ્યવાણી કે આગાહીને કોઈએ ગંભીરતાથી લીધા નહીં કારણ કે તેને ગંભીરતાથી લેવા માટે કોઈ કારણ પણ નહતું. પરંતુ હવે દુનિયા આ આ અભિજ્ઞ આનંદને સાંભળવા માંગે છે અને આજની સૌથી મોટી ત્રાસદી કોરોનાને લઈને દરેક જવાબ ઈચ્છે છે. અભિજ્ઞ આનંદની પોતાની યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે કોન્શિયન્સ (Conscience) અને દુનિયાભરમાં જોવાતી તેમની આ જ્યોતિષ ચેનલ પર તેમના પચાસ લાખ જેટલા સબસ્ક્રાઈબર્સ છે. 


ભારતનું આ સૌથી સ્વચ્છ શહેર બની ગયું કોરોનાની કબર? આંકડા જાણીને તપાસ એજન્સીઓ ચોંકી


'મનુષ્યો અને વાયરસ વચ્ચે થશે મોટી લડાઈ'
અભિજ્ઞ આનંદે પોતાની યુટ્યુબ ચેનલ પર 22 ઓગસ્ટ 2019ના રોજ જણાવ્યું હતું કે દુનિયામાં મનુષ્યો અને વાયરસ વચ્ચે નવેમ્બરથી લડાઈ શરૂ થશે. જ્યોતિષીય ગણતરીના આધારે કરાયેલી આ ભવિષ્યવાણીના આગળના ભાગમાં કહેવાયું હતું કે આ અભૂતપૂર્વ લડાઈનો પ્રભાવ 31 માર્ચ 2020ના રોજ વધુ જોવા મલશે અને છ મહિનામાં આ બીમારી આખી દુનિયા પર હાવી થઈ જશે. 


29 મેના રોજ નવા ગ્રહ-યોગ બદલશે સમીકરણ
સૌથી રાહતના ખબર અભિજ્ઞ આનંદની ભવિષ્યવાણીના આગળના ભાગમાં છે જેમાં આ બાળ જ્યોતિષાચાર્યે દાવો કર્યો છે કે 29 મે 2020ના રોજ પૃથ્વી આ કપરા સમયમાંથી મુક્ત થઈ શકશે અને આ રોગના પ્રસાર અને તીક્ષ્ણતામાં ઘટાડો થવાનું શરૂ થઈ જશે. તેમણે પોતાની ગણતરીના વિવેચનના માધ્યમથી પોાતની ચેનલ પર કરેલી ભવિષ્યવાણીમાં સમજાવ્યું છે કે 29મી મેના રોજ અંતરિક્ષમાં ગ્રહોની દશા અને યોગ બદલાશે અને સ્થિતિ બદલાવવાથી બનતા સમીકરણો પણ બદલાશે. આ એજ તારીખ હશે જ્યારે કોરોનાના કોહરામથી દુનિયાને આઝાદી મળવાની શરૂ થશે. હવે અભિજ્ઞ આનંદની એક ભવિષ્યવાણી તો સાચી પડી તો શું બીજી પણ સાચી પડશે અને ખરેખર 29મી મેથી દુનિયાને કોરોનાથી રાહત મળવાની ચાલુ થશે? અભિજ્ઞનો દાવો છે કે 29મી મેના રોજ આ ઘાતક વાયરસના આક્રમણથી મુક્તિ મળી શકશે. 


દક્ષિણ ભારતમાં રહેતા અભિજ્ઞ આનંદ વૈદિક જ્યોતિષના વિશેષજ્ઞ છે અને 14 વર્ષની અલ્પાયુમાં જ જ્યોતિષ પર રિસર્ચ પણ કરી રહ્યાં છે. કોરોના પર કરાયેલી તેમની ભવિષ્યવાણીને લોકોએ તે વખતે જ નજરઅંદાજ કરી પરંતુ આજે કોરોનકાળમાં તેમની ભવિષ્યવાણીનું સત્ય થઈ જવું એ લોકોને સ્તબ્ધ કરી રહ્યું છે. ભવિષ્યવાણી દર વખતે સાચી પડે તે જરૂરી હોતું નથી. આ માત્ર જ્યોતિષીય ગણતરીના આધારે થતી હોય છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube