નવી દિલ્હી: આ વખતે દિવાળીના અવસરે ચીનમાં બનેલા સામાનના વેચાણમાં 50 હજાર કરોડ રૂપિયાનો જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. જેનો અર્થ એ થયો કે આ વખતે દિવાળી પર ભારતના લોકોએ ચાઈનીઝ વસ્તુઓ નહીં પરંતુ મેડ ઈન ઈન્ડિયા વસ્તુઓ ખરીદી. આ વખતે લોકોએ ચીનમાં બનેલા લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ નહીં પરંતુ ભારતમાં બનેલી મૂર્તિઓ ખરીદી અને આ વખતે લોકોએ પોતાનું ઘર ચાઈનીઝ લાઈટથી નહીં પરંતુ મેડ ઈન ઈન્ડિયા અને માટીથી બનેલા દીવડાથી રોશન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનને થયું 50 હજાર કરોડનું નુકસાન
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (Confederation of All India Traders) એ જણાવ્યું કે આ વર્ષે દિવાળીના તહેવાર પર ભારતમાં મેડ ઈન ચાઈના સામાનોના વેચાણમાં પહેલા કરતા ઘણો ઘટાડો થયો છે. જેનાથી ચીનને આ વર્ષે 50 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અત્રે જણાવવાનું કે આ સંસ્થાનું અનુમાન છે કે આ વર્ષે ભારતમાં લોકોએ દિવાળી પર શોપિંગ પર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. સમગ્ર દુનિયામાં 90 દેશ એવા છે જેની કુલ જીડીપી પણ 2 લાખ કરોડ રૂપિયા નથી. આવામાં તમે ભારતના લોકોની ખરીદીની ક્ષમતાનો અંદાજો લગાવી શકો છો જે 90 દેશો કરતા પણ વધુ છે. 


Aryan Khan જેલમાં હતો ત્યારે રાહુલ ગાંધીએ શાહરૂખ ખાનને લખ્યો હતો પત્ર, કહી હતી આ વાત


સોચ બદલવામાં લાગે છે લાંબો સમય
નોંધનીય છે કે મેડ ઈન ચાઈના સામાનને લઈને દેશના લોકોની સોચ એક દિવસમાં નથી બદલાઈ. જો તમે છેલ્લા 5 મહિનાના આંકડા જોશો તો તમને જાણવા મળશે કે ભારતના જે તહેવારો પહેલા ચીન માટે પૈસા છાપવાનું મશીન બની જતા હતા હવે તે મશીનોમાં કાટ લાગવા લાગ્યો છે. દાખલા તરીકે આ વર્ષે ફક્ત રાખડીના તહેવાર પર ચીનને 5 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કારણ કે ત્યારે લોકોએ મેડ ઈન ચાઈનાની જગ્યાએ મેડ ઈન ઈન્ડિયા રાખડીઓની ખરીદી વધુ કરી હતી. એ જ રીતે ગણેશ ચતુર્થીના અવસરે પણ ચીનમાં બનેલી મૂર્તિઓને વધુ ગ્રાહકો ન મળ્યા. જેનાથી ત્યારે ચીનને લગભગ 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ વખતે પણ દિવાળી પર ભારતમાં લોકો દેશમાં જ બનેલા ઉત્પાદનો વધુ ખરીદી રહ્યા છે. 


Video: PM Modi માટે કોઈ VIP રૂટ નહતો, ટ્રાફિક સિગ્નલ પર અન્ય ગાડીઓની જેમ ઊભો રહી ગયો કાફલો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube