અમદાવાદ: સિંહ, દીપડા, ગેંડા જેવા જંગલી પ્રાણીઓને ઘરમાં તો રાખી ન શકાય. તેને રહેણાક વિસ્તારમાં ખુલ્લા પણ ન છોડી શકાય. એટલા માટે આવા ખાસ અને સાચવવા જેવા પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે અને તેમના માટે તમામ સુવિધા ઉભી કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વની સરખામણીએ ભારતનો જમીન વિસ્તાર 2 ટકા છે. પરંતુ દુનિયામાં જીવજગતનું વૈવિધ્ય ભારતમાં સૌથી વધુ છે. ભારતમાં 1200થી વધુ પક્ષીઓ, 400 જાતિના સરિસૃપ, 50000 કરતાં વધુ કીટકો જોવા મળે છે. વધતી માનવ વસ્તીના કારણે વન્ય જીવો ખુબ અસર પડી રહી છે. રહેણાક વિસ્તારમાં સતત વધારો થતા પ્રાણીઓને રહેવા અને ખાવના સ્ત્રોત ખતમ થઈ ગયા છે. એટલે જ આજે જરૂરી બની ગયું છે વસ્તી પર નિયંત્રણ લાવી જંગલોને બચાવવામાં આવે. જેથી આગામી પેઢી વન્ય જીવોને માત્ર કાગળ પર જ નહીં પણ જંગલમાં જોઈ શકે.


અરબ મહાસાગરથી લઇને બંગાળની ખાડી અને કાશ્મીરથી લઇને કેરળ અને કન્યાકુમારી સુધી તમને અનોખી જૈવ વવિધતા જોવા મળશે. સોનચીડિયા કહેવાતા ભારતમાં સૌથી સુંદર નેશનલ પાર્ક (national park) અને તેમા વસતા પ્રાણીઓ પણ આવેલા છે. આજે ભારતમાં 447 અભયારણ્ય અને 84 નેશનલ પાર્ક છે. જેમાં અભયારણ્ય એટલે તમામ પ્રાણીપક્ષીઓ માટેનો સુરક્ષિત વિસ્તાર અને નેશનલ પાર્ક એટલે કોઈ એક જાતના પ્રાણી કે પક્ષીના રક્ષણ માટે સ્થાપવામાં આવેલો વિસ્તાર. ત્યારે આવા જ ખાસ પ્રકારના નેશનલ પાર્ક અંગે તમને જણાવીશું.


જીમ કોર્બેટ નેશનલ પાર્ક 
વન્ય જીવ પ્રેમીઓ માટે એક સ્વર્ગ સમાન જીમ કાર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં રામ નદીના કિનારે આવેલું છે. ભારતના સૌથી જૂના નેશનપાર્કની સ્થાપના વર્ષ 1936મા થઈ હતી. જેના સંસ્થાપક જીમ કાર્બેટના નામ પરથી નેશનલ પાર્કનું નામ રાખવામાં આવ્યું. અહીં હાથી, ભાલુ, વાઘ, હરણ, ગેંડા,ચિતા સહિત વિવિધ પ્રકારના ખૂંખાર જંગલ પ્રાણીઓ જોવા મળે છે. જંગલી પ્રાણીઓની સાથે લગભગ 600 રંગબેરંગી પક્ષીઓની પ્રજાતી પણ છે. જો તમારે પાર્કનો આનંદ લેવો હોય તો નવેમ્બરના મધ્યમાં જવું સૌથી ઉત્તમ રહેશે.


કાન્હા નેશનલ પાર્ક
મધ્ય પ્રદેશના કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનને( Kanha tiger reserve) ટાઈગર પાર્ક tiger reserve તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીની પ્રાકૃતિક સુંદરતા અને વાસ્તુકળા માટે વિખ્યાત કાન્હા પ્રવાસીઓ વચ્ચે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. કાન્હા જીવ જંતુઓના સંરક્ષણ માટે વિખ્યાત છે. અલગ-અલગ પ્રજાતિઓના પશુઓનું ઘર તરીકે ઓળખાતું આ પાર્ક 1945 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. જેમાં બંગાલ ટાઈગર, ચિતા, સુસ્ત ભાલૂ, બારસિંઘા સહિતના જંગલી પ્રાણી જોવા મળે છે.


રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર ભારતનું સૌથી મોટું ઉદ્યાન છે. ભારત સરકારે વર્ષ 1955મા Sawai Madhopur Game Sanctuary રૂપમાં તેની સ્થાપના કરી હતી. જેને વર્ષ 1973મા વાઘ અભ્યારમ તરીકે જાહેર કર્યું અને વર્ષ 1980મા રાષ્ટ્રીય દરજ્જો મળ્યો. રણથંભોર નેશનલ પાર્કમાં (Ranthambore National Park)માં સરળતાથી વાઘ જોવા મળે છે. જેની સાથે દીપડા, નીલ ગાય, જંગલી સુઅર સહિતના પ્રાણીઓને જોઈ શકાય છે.


કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
કેવલાદેવને સૌથી ગાઢ જંગલ માનવમાં આવે છે. આખા ભારતમાં કેવલાદેવ પક્ષી અભ્યારણ માટે જાણીતું છે. કેવલાદેવને ભરતપુર પક્ષી વિહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં 230 પ્રજાતિના પક્ષીઓ રહે છે. આ ઉદ્યાન રાજસ્થાનના ભરતપુરમાં આવેલું છે અને ભગવાન શિવના મંદિર પરથી તેનું નામ કેવલાદેવ રાખવામાં આવ્યું. જેથી શોધ માટે પક્ષી વૈજ્ઞાનીકો અહીં આવતા હોય છે.જો તમે આ અભ્યારણની મુલાકાત લેવા ઇચ્છતા હો તો ચોમાસાને છોડી કોઈ પણ ઋતુમાં જઈ શકો છો.


ગીર નેશનલ પાર્ક
વિશ્વમાં એક માત્ર ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એશિયન સિંહ જોવા મળે છે. ગુજરાતના ત્રણ જિલ્લા સોમનાથ, જુનાગઢ અને અમેરલીમાં ફેલાયેલા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની વર્ષ 1965માં સ્થાપના કરવામાં આવી હતી. કુદરતી સૌંદર્ય વચ્ચે વિહરતા વનરાજા જોવા માટે ગીર અભ્યારણ સૌથી બેસ્ટ છે. જેથી પ્રવાસઓ માટે મુખ્ય આકર્ષનું કેન્દ્ર બન્યું છે ગીર અભ્યારણ. જુનાગઢના નવાબે સિંહોની અહીં સાચવણ કરી હતી. માનવામાં આવે છે કે અહીં શરૂઆતમાં 13 સિંહ હતા. પરંતુ અહીં ઉત્તમ વાતાવરણથી આજે સિંહોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અહીં સિંહ ઉપરાત દીપડા જેવા અનેક પ્રાણીઓની પ્રજાતીઓ જોવા મળે છે.


કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામના ગર્વમાનું એક છે. સાથે જ કાજીરંગા નેશનલ પાર્ક લુપ્તપ્રાય ભારતીય એક સિંગડાવાળા ગેંડાનું આ ઘર છે. વિશ્વમાં વાઘોની સૌથી વઘુ સંખ્યા અહી જોવા મળતા તેને વાઘ અભ્યારણ્યના રૂપમાં જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ અંદાજે 429.93 કિલોમીટર વર્ગના ક્ષેત્રવાળું મોટું ઉદ્યાન છે.


ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક
ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક જવાહર લાલ નહેરુ ગ્રેટ હિમાલયન પાર્કના રૂપમાં પણ ઓળખાય છે. કુલ્લુના પ્રમુખ પ્રવાસી આકર્ષણોમાનું એક છે. જે 50 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ પાર્કમાં 30થી વધારે સ્તનધારીઓ અને પક્ષીઓની 300થી વધારે પ્રજાતિઓ સહિત વનસ્પતિઓ અને પશુવર્ગની પ્રજાતિઓનો ઘર છે. તે ખાસ કરીને પશ્ચિમી ટ્રૈગોપૈન, પક્ષીઓની અત્યાધિક લુપ્તપ્રાય પ્રજાતિના પાર્ક તરીકે જાણીતું છે.


પેરિયાર વન્યજીવ અભ્યારણ્ય
થેક્કેડીમાં સ્થિત સૌથી વઘુ મુલાકાત લેવામાં આવતા પ્રવાસન સ્થળોમાનું એક પેરિયાર વન્યજીવ અભ્યારણ્ય છે. જે કેરળના માલાપરા (Mlappara) જિલ્લામાં આવેલું છે. જે ખાસ વાઘા અને હાથી માટે આરક્ષિત છે. અહીં વાઘ અને હાથી સહિત અનેક જંગલી પ્રાણીએ જોવા મળે છે. જેણે કેરળ વન્યજીવ પ્રવાસનનો ચહેરો બદલી નાંખ્યો છે.


તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન
તાડોબા રાષ્ટ્રીય ભારતના મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપુર જિલ્લામાં સ્થિત રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ મહારાષ્ટ્ર રાજ્યના સૌથી મોટા અને જૂના નેશનલ પાર્કના રૂપમાં થાય છે. તાડોબા નેશનલ પાર્કમાં 43 ટાઇગર્સ છે.


બાંદીપુર નેશનલ પાર્ક
બાંદીપુર નેશનલ પાર્ક પ્રકૃતિ પ્રેમીઓ અને રોમાંચ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. જે 800 કિમીના ક્ષેત્રમાં ફેલાયેલું છે.આ પાર્કમાં મોટી માત્રામાં સુંદર, ઉંડા અને ગાઢ જંગલો છે. 1931માં મૈસૂરના મહારાજાએ આ પાર્કની સ્થાપના કરી હતી. તે સમયે આ પાર્ક 90 વર્ગ કિ.મીના ક્ષેત્રમાં હતો. આ પાર્કમાં વાઘ, ચાર સિંગડાવાળા હરણ, વિશાળ ખિશકોલી, હાથી, હાર્નબિલ, જંગલી કૂતરાં, ચીત્તા અને રીંછ જોવા મળે છે. જાનવરો સાથે અહીં કેટલીક દુર્લભ પ્રજાતિઓના પક્ષીઓ પણ જોવા મળે છે.


સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન 
ભારતના પશ્ચિમ બંગાળના સંદરવન ડેલ્ટા વિસ્તારમાં આવેલું છે સુંદરવનરાષ્ટ્રીય ઉદ્યાન. જેને વર્ષ 1973મા વાગ અભ્યારણ, વર્ષ 1977મા વન્યજીવ અભ્યારણ અને વર્ષ 4 મે 1984મા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકેનો દરજ્જો મળ્યો. સુંદરવન નેશનલ પાર્ક Sundarban national park બંગાળ ટાઈગર માટે આરક્ષિત છે. અહીં વાઘની સાથે અન્ય કેટલાક વન્ય જીવો પણ આકર્ષનું કેન્દ્ર છે. તો ગંગા નદીના કિનારે સુંદરવન પાર્ક આવેલું હોવાથી અહીં મગર પણ જોવા મળે છે.


સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન
દિલ્હી-અલવર-જયપુર માર્ગ પર સ્થિત સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સરિસ્કા ટાઇગર રિઝર્વ છે. જે રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલું છે. એક સમયે અલવરના શિકારી સ્થળ તરીકે અહીની ઓળખ હતી. પરંતુ 1955માં વન્યજીવ અભ્યારણ્ય જાહેર કરી દેવામાં આવ્યું. ત્યાર બાદ વર્ષ 1979માં તેને એક રાષ્ટ્રીય પાર્કનો દરજ્જો મળ્યો. આ રાષ્ટ્રીય ઉદ્યાન સુંદર અરાવલીના પર્વતોમાં આવેલું હોવાથી વધુ આકર્ષક લાગે છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube