નવી દિલ્હી : સામાન્ય રીતે જ્યારે પણ તમે ટ્રેનમાં RAC અથવા વેટિંગની ટીકિટ પર યાત્રા કરો છો તો કેટલાક લોકો TTE સાથે સેટિંગ કરીને સીટ લઇ લેતા હોય ચે. જેના કારણે તે લોકોને સીટ નથી મળી શકતી જેઓ સાચે જ તેના હકદાર છે. હવે રેલ્વેએ TTEની આ હેરાફેરીને તોડ કાઢ્યો છે. એટલે કે વેટિંગ ટિકિટ તેની જ કન્ફર્મ થશે, જે હકદાર હશે. તેના માટે રેલ્વેએ હાલની ટ્રેનમાં રહેલા તમામ TTE હેન્ડ હેલ્ટ મશીન આપશે. તેના કારણે જે ક્રમમાં યાત્રીઓનું વેટિંગ અથવા RAC હશે તેને સીટ મળતી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UP: ભાજપનાં MLCનો દાવો હનુમાનજી મુસ્લિમ હતા, આપ્યો વિચિત્ર તર્ક...

કઇ રીતે કામ કરશે મશીન
TTEની પાસે નોટપેડનાં આકારનું મશીન હશે. જે ઇન્ટરનેટ અને રેલ્વેનાં મેઇન સર્વર સાથે કનેક્ટ થશે. આ મશીન પર સંબંધિત ટ્રેનમાં યાત્રીઓની બુક થયેલી સીટોનો ચાર્ટ ડિસપ્લે થશે. હવે જે યાત્રીઓ કોઇ કારણવશ ટ્રેનમાં મુસાફરી નહી કરી શકે, તેની સીટની માહિતી TTE ભરશે અને તે તમામ માહિતી મેઇન સર્વર પર જશે. TTEનાં ક્લિક કરવાથી જે પણ યાત્રી ક્રમઅનુસાર RAC અને વેટિંગ ટીકિટો પર યાત્રા કરી રહ્યા હશે તેને સીટ ફાળવી દેવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો વેટિંગ ટીકિટ વાળા યાત્રીઓને તે સીટ સેલ્ઠ ટ્રાન્સફર થઇ જશે. તેને મેસેજ પણ તેને મળી જશે. આ પ્રકારે ટીટીનની હેરાફેરી બિલ્કુલ ખતમ થઇ જશે. 


બુલંદ શહેરમાં 2 લોકોનાં મોતની ચિંતા, 21 ગાયો કપાઇ તેની કોઇને ચિંતા નથી: MLA...

અહીં શરૂ થયો છે પાઇલોટ પ્રોજેક્ટ
આ મશીનથી લેસ થનારી ફિરોઝપુર મંડલ રેલ્વેની અમૃતસર- નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ પહેલી ટ્રેન બની ચુકી છે. ફિરોજપુર - નવી દિલ્હી વચ્ચે ચાલતી શતાબ્દી એક્સપ્રેસમાં પણ ઝડપથી આ વ્યવસ્થા લાગુ થશે. જો બંન્ને ટ્રેનોમાં આ પ્રોજેક્ટ સફળ રહે છે તો આગામી દિવસોમાં ટીટીને પૈસા આપીને સીટ મેળવી લેવાની પરંપરા જ ખતમ થઇ જશે.


અફઘાનિસ્તાનમાંથી પણ અમેરિકન સૈન્ય પરત બોલાવાશે, ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય...