આ છે રિયલ લાઈફના જય-વીરુ : 28 વર્ષોથી એક જેવા કપડાં પહેરી રહ્યા છે બે મિત્રો
મિત્રતાની વાત થાય તો લોકોને જય વીરુની યાદ ન આવે તેવું શક્ય નથી, આ બંને પાત્રો સાચી મિત્રતાની પરિભાષા આપે છે. ફિલ્મોમાં તો તમે જય વીરુને જોયા હશે પણ હાલ સોશિયલ મીડિયા પર રિયલ લાઈફના જય વીરુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ ફિલ્મોમાં તો તમે મિત્રોની અનોખી મિત્રતા જોઈ હશે પણ રિયલ લાઈફમાં સાચી મિત્રતા ભાગ્યે જ જોવા મળતી હોય છે. સોશિયલ મીડિયા પર બે મિત્રોનો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમને સાચી મિત્રતાની પરિભાષા મળી જશે. કેરળમાં બે મિત્રો દોસ્તી યારીમાં 28 વર્ષોથી એક જેવા જ કપડાં પહેરી રહ્યા છે. તો કેવા છે રિયલ લાઈફના જય વીરુ જુઓ આ રિપોર્ટમાં....
એક નજરમાં તમને આ બંને શખ્સ સામાન્ય લાગતા હશે પણ આ બંને વચ્ચેની મિત્રતા વિશે જાણીને તમે આશ્રર્યચકિત થઈ જશો. આ બંને શખ્સોને લોકો કેરળમાં રિયલ લાઈફના જય વીરુ કહે છે. એક છે ઉદયકુમાર અને બીજા છે રવીંન્દ્ર. આ બંનેની મિત્રતા કંઈક એવી છે કે તેઓને એક જેવા જ કપડાં પહેરવું પસંદ છે. લોકોને થતું હશે કે આમાં નવાઈની વાત શું છે? તો તમને જણાવી દઈએ કે આ બંને મિત્રો એક, બે નહીં પણ છેલ્લા 28 વર્ષોથી એક જેવા જ કપડાં પહેરી રહ્યા છે.
1982માં ઉદયકુમાર અને રવીંદ્રન બંનેની મુલાકાત થઈ. એક જ મુલાકાત બાદ તેમની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ કે તેઓ છેલ્લા 28 વર્ષોખી એક જેવા કપડાં પહેરવા લાગ્યા. બંને મિત્રો કેરળમાં સિલાઈ કામ કરે છે. બંને તેમના કપડાંની સિલાઈ એક સાથે કરે છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ 2 ગામડા સહિત ભારતના આ 10 ગામડાની આન, બાન, શાન...શહેરોને પણ પછાડે દે
અમારી પાસે એક જેવા 40 જોડી કપડા છે. અમે ધ્યાન રાખીએ છીએ કે દરરોજ એક જેવા જ કપડાં પહેરીએ. જો કે રવિવારે રજા હોવાથી ક્યારેય અલગ કપડાં થઈ જાય છે.
અમે દરરોજ સવારે કપડાંને લઈને ચર્ચા કરીએ છીએ. અમારી પાસે દરેક રંગના કપડાં છે. આ બંનેની અનોખી સ્ટાઈલ લોકોને પણ ખુબ પસંદ આવી રહી છે. કેરળના આ મિત્રો જ્યારે રસ્તા પર નીકળે છે ત્યારે લોકો જોતા રહી જાય છે.
અમે વર્ષ 1982થી મિત્રો છીએ, અમે કાયમકુલમના રસ્તાઓ પર એક સાથે જ ફરીએ છીએ. આ જોડીએ મિત્રતા માટે નિયમો પણ બનાવ્યા છે. આ બંનેની મિત્રતાથી તેમના પરિવારજનો પણ એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ પણ થોડા સમય સુધી એક જેવા જ કપડાં પહેરતા હતા. જો કે સમય જતાં પરિવારજનોએ તો એક જેવા કપડા પહેરવાનું છોડી દીધું પણ આ બંને મિત્રો આજ સુધી એક સરખા જ કપડાં પહેરે છે. સોશિયલ મીડિયા પર રિયલ લાઈફના જય વીરુનો વીડિયો વાયરલ છે અને લોકોને આ બંનેની મિત્રતાનો નિભાવવાનો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.