ભારતનો આ પાર્ક જોઈને તમને આવી જશે યુરોપની યાદ, જુઓ PHOTOS
તમે અનેક પાર્ક જોયા હશે અને ત્યાં ફરવા પણ ગયા હશો. પરંતુ હાલ કેરળમાં એક એવો પાર્ક બન્યો છે જેને જોઈને તમને તરત જ ત્યાં જવાનું મન થઈ જશે. આ પાર્કને જોઈને તમને યુરોપની યાદ આવી જશે. આ પાર્ક ઘરોની વચ્ચે બનાવવામાં આવ્યો છે. જ્યાંથી વાહનોને નીકળવાની મનાઈ છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ કેરળના કોઝિકોડ જિલ્લાના વડાકરા પાસે કારાકડ ગામમાં બનેલા આ પાર્કનું નામ વાગભટાન્દ પાર્ક છે. જેનું ઉદ્ધાટન કેરળના પર્યટનમંત્રી કડકમપલ્લી સુરેન્દ્રને કર્યું હતું. આ પાર્કના ફોટા હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. પાર્કના ફોટા વાયરલ થયા બાદ તેની તુલના યૂરોપીય દેશોના રસ્તાઓ સાથે થઈ રહી છે.
આ પાર્કમાં પાક્કા રસ્તાઓ બનાવ્યા છે. સાથે જ આખા પાર્કને એ રીતે તૈયાર કર્યો છે કે તે એકદમ યૂરોપની યાદ અપાવે છે. યૂરોપીય ડિઝાઈનની લાઈટ્સ, આધુનિક બિલ્ડિંગ, ઓપન સ્ટેજ, ઓપન જીમ, બેડમિન્ટન કોર્ટ અને ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યો છે. પાર્કની બંને બાજુ બનાવેલા શૌચાલયમાં દિવ્યાંગ લોકો પણ જઈ શકે છે. એટલું જ નહીં આ પાર્કના રસ્તાઓમાં ટેક્નિકલ ટાઈલ્સ લગાવવામાં આવી છે. જેથી દૃષ્ટિહિન લોકો પણ આ રસ્તાનો આનંદ લઈ શકે.
Top Picnic Spot of Gujarat: પિકનિકનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો ગુજરાતના આ 15 સ્થળો છે બેસ્ટ ઓપ્શન
પ્રવાસન મંત્રી કડકમપલ્લી સુરેન્દ્રને કહ્યું કે, આ પાર્કથી આ ગામનું સ્વરૂપ બદલાઈ જશે. આ પાર્ક બનાવવાનું સપનું સ્થાનિક લોકોના સહયોગ વગર પૂરું ન થયું હોત. હવે જ્યારે આ પાર્ક બની ગયો છે ત્યારે દેશ દુનિયાના લોકો અહીં આવી રહ્યા છે. જેથી સ્થાનિક લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં પણ સુધાર આવશે. આવું સ્વચ્છ અને સુંદર પાર્ક તમે આખા દેશમાં ક્યાંય નહીં જોયું હોય. ચારેય તરફ હરિયાળી અને એની સાથો સાથ અહીં આવતા દરેક લોકો માટે પણ ખાસ નિયમો રાખવામાં આવ્યાં છે.
CAR COLLECTION: સિતારાઓના ઘરે વૈભવી ગાડીઓની વણઝાર, ROLLCE ROYCE, BANTLEY અને BUGAATIમાં ફરે છે સ્ટાર
આ જગ્યા પર પહેલા પણ પાર્ક હતો પણ તેની હાલત ખૂબ ખરાબ હતી. તે બાદ પ્રશાસન અને સરકારે નવો પાર્ક બનાવવાની યોજના બનાવી તો તેમાં સ્થાનિક લોકોએ પૂરો સહકાર આપ્યો હતો. ડિઝાઈનિંગ, રિનોવેશન અને પાર્કને પૂરો કરવામાં સ્થાનિક લોકોએ પોતાના આઈડિયા આપ્યા હતા. જેથી આ પાર્ક તૈયાર થાય ત્યારે તેની સુંદરતા થોડી પણ ઓછી ન પડે. આમ, જોઈને દેશના અન્ય રાજ્યોએ પણ તેમાંથી વિકાસની પ્રેરણા લેવાની જરૂર છે. આ પાર્ક દરેક પ્રકારની આધુુનિક સુવિધાઓ છેથી સજ્જ છે.
Jeans: દાયકાઓ પહેલાં મજૂરો માટે બનેલું જીન્સ કેવી રીતે બન્યુ ફેશન, જાણો જીન્સના જન્મથી ફેશન ટ્રેન્ડ તરીકે જમાવટ સુધીની કહાની
ક્યાંક રમકડાંનું વિમાન તો ક્યાં ભગવાનને ચઢાવાય છે ઘડિયાળ, જાણો આવા જ અનોખા TOP-10 મંદિરો વિશે
આ પાર્કનું નામ સ્થાનીય સામાજિક કાર્યકર્તા વાગભટાનંદ ગુરુના નામ પર રાખવામાં આવ્યું છે. આ પાર્કને પહેલા કરતા થોડો મોટો બનાવવામાં આવ્યો છે. જેથી લોકો આ અદુભત પાર્કની સુંદરતાની મજા લઈ શકે. આ પાર્ક બનાવવા માટે 2.80 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પાર્ક બનાવવામાં ઉરાલુંગલ લેબર કોન્ટ્રેક્ટર્સ કોપરેટિવ સોસાયટીએ મદદ કરી છે. આ સોસાયટીની સ્થાપના વાગભટાનંદ ગુરુએ કરી હતી. હાલ સોશિયલ મીડિયામાં આ પાર્કના ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube