Jeans: દાયકાઓ પહેલાં મજૂરો માટે બનેલું જીન્સ કેવી રીતે બન્યુ ફેશન, જાણો જીન્સના જન્મથી ફેશન ટ્રેન્ડ તરીકે જમાવટ સુધીની કહાની
આજે તમામ લોકો પાસે અલગ અલગ વેરાયટીના જીન્સ હશે.અલગ અલગ કલર અને ડિઝાઈન સાથે જીન્સમાં ખાસ ફેશન જોવા મળે છે.પરંતુ વાસ્તમાં મજૂરો માટે બનાવેલી જીન્સ ફેશન કેવી રીતે બની ગઈ તેની પણ રસપ્રદ કહાની છે.
નરેશ ધારાણી, અમદાવાદઃ આજના આધુનિક યુગમાં ફેશનેબલ રહેવું તમાની જરૂરિયાત બની ગઈ છે.લોકો અવનવા પ્રયોગ કરી પોતાની જાતને બીજાથી અલગ દેખાડવાનો અને સુંદર લાગવાનો પ્રયાસ કરતા હોય છે.જેમાં ખાસ કરીને જીન્સનું આકર્ષણ ખુબ જ જોવા મળે છે.અલગ અલગ વેરાયટી સાથેની જીન્સનું યુવાનોથી લઈને બાળકો અને યુવતીઓમાં ખુબ જોવા મળે છે.પરંતુ શું તમે જાણો છો કે આ જીન્સ કોઈ ફેશન નહીં પણ મજૂરો માટે બનાવવામાં આવ્યું હતું.તો પછી ફેશન કેવી રીતે બની ગયું.
આજે દરેક વર્ગના લોકોની પહેલી પસંદ છે જીન્સ
આજે અમિરથી લઈને મધ્યમવર્ગના તમામ લોકો જીન્સ પહેરી રહ્યા છે.તેમા પણ બ્રાન્ડેડ અને ખાય વેરાયટીવાળા જીન્સનું ચલણ વધુ જોવા મળે છે.પરંતુ વાસ્તવમાં આ જીન્સ કોઈ ફેશન માટે નહીં પણ મજૂરો માટે તૈયાર કરવામાં આવ્યું હતું.જેણે જીન્સ બનાવવાની શરૂઆત કરી તેણ તો ક્યારે જીન્સ નથી પહેર્યું.પરંતુ સમય જતા જીન્સ યુવાનોની પહેલી પસદ બની ગયું છે.અને આજે બાળકો સહિતના તમામ ઉંમરના લોકો જીન્સ પહેરતા થઈ ગયા છે.
લિવાઈસે બનાવ્યું હતું પ્રથમ જીન્સ
કાપડ ક્ષેત્રમાં Levi’s એવી બ્રાન્ડ છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. આ બ્રાન્ડ્સ આમ તો વેરાયટી ઑફ ક્લોથ્સ બનાવવા માટે માટે જાણીતી છે.જેમાં સૌથી વધુ પોપ્યુલર લિવાઈસના જીન્સ છે.આ જીન્સને લોકો તેના કમ્ફર્ટેબલ ડેનિમ અને ફિટિંગ માટે પસંદ કરે છે.લિવાઈસ જ એ પ્રથમ બ્રાન્ડ હતી જેણે જીન્સના ફ્રન્ટમાં ઝીપ એટલે ચેઈન ડિઝાઈન તૈયાર કરી હતી.જે અંગા ભારે વિવાદ પણ થયો હતો પરંતુ સમય જતા એ જીન્સ ફેશનનું રૂપ ધારણ કરી લીધું.
સૌથી પહેલાં મજૂરો માટે બનાવાયું હતું જીન્સ
જર્મન અમેરિકન બિઝનસેનમેન લેવી સ્ટ્રોનીએ લેવી સ્ટ્રોસ એન્ડ કો (Levi Strauss & Co.) કંપનીની સ્થાપના કરી હતી.જેણે 1853માં માર્કેટમાં મજબૂત ઓપ્શન તરીકે જીન્સને ઉતાર્યું હતું.આ જીન્સ ખાસપણ મજૂરો માટે બનાવવામાં આવી હતી.મજૂરો માટે મજબૂત અને જલ્દી ફાટે નહીં તેવા કાપડની જરૂર હતી.જેથી કંપનીએ જીન્સ બનાવ્યું હતું.
જેણે જીન્સ બનાવ્યું તેણે ક્યારેય ન પહેર્યુ!
જીન્સ ખાસ મજૂરો માટે બનાવવામાં આવ્યું હતું.જેથી તેને બનાવનાર લેવી સ્ટ્રાઉસે જીન્સ ક્યારેય ન પહેર્યું.લીવી સ્ટ્રાઉસ એક ધનવાન બિઝનેસમેન હતા.એટલે મજૂરો પોતાની કંપનીએ તૈયાર કરેલા જીન્સ ક્યારે ન પહેર્યું.તે હંમેશા કોટ-પેન્ટ્સમાં જ જોવા મળ્યા હતા.
જીન્સ નામ ક્યાંથી આવ્યું?
આજે તમે ખરીદી માટે જાઓ તો જીન્સની અઢળક વેરાયટી દુકાનોમાં જોવા મળે છે.પરંતુ એક સમય હતો જ્યારે લોકોને જીન્સ શબ્દથી નવાઈ લાગતી હતી.જીન્સના કાપડને પહેલા ઓવરઑલના નામે ઓળખવામાં આવતું હતું.વર્ષ 1955માં જ્યારે જાણીતા એક્ટર જેમ્સ ડીને પોતાની ફિલ્મ રિબેલ વિધાઉટ અ કૉઝમાં ઓવરઑલ પહેરી ઢાસુ પર્ફોમન્સ આપ્યું. અભિનેતાનો આ કુલ લુક જોઈ યુવાનોમાં ઓવરઓલની ડિમાન્ડ વધી.પણ યંગ લોકોને ઓવરઑલ નામ કંઈ ખાસ પસંદ ન આવ્યું.જેથી યુવાનો આ ઓવરઓલને જીન્સ કહેવાનું શરૂ કર્યું.અને ધીરે ધીરે ટ્રેન્ડમાં આવેલો આ શબ્દ એટલો પૉપ્યુલર થયો કે ઓવરઑલનું નામ જીન્સ જ થઈ ગયું.
મહિલાઓ માટે જીન્સ ક્યારે બન્યું?
1934માં મહિલાઓ માટે પ્રથમ વખત માર્કેટમાં જીન્સ આવ્યું.લિવાઈસે મહિલાઓ માટે બ્લૂ જીન્સ માર્કેટમાં લાવી તેનો ખુબ પ્રચાર કર્યો હતો.લિવાઈસે જીન્સને બ્લૂ કલર આપવા માટે 3થી 12 ગ્રામ નીલનો ઉપયોગ કર્યો હતો.
લોકોને આકર્ષવા કંપનીઓ કરે છે ખાસ પ્રયોગ
જીન્સમાં ખાસ પ્રકારની ડિઝાઈન કંપનીઓની ઓળખ હોય છે.તેવી જ રીતે લિવાઈસ જીન્સની ઓળખ છે રેડ ટેબ અને બ્રાન્ડ.રેડ ટેબનો સૌ પ્રથમ વાર 1936માં ઉપયોગ કરવામાં આવ્યું. પહેલા બ્રાન્ડનો લોગો પેચ અને લેધરથી બનાવવામાં આવતો હતો.પરંતુ હરિફાઈ વધતા ખર્ચમાં ઘટાડો કરવા લેધરની જગ્યાએ બીજા મટિરિયલનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.
જીન્સમાં ફ્રન્ટ ચેઈનથી થયો હતો વિવાદ
જીન્સમાં શરૂઆતમાં બટન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.પરંતુ મહિલાઓના જીન્સમાં પ્રથમ વખત ઝિપર ફ્લાઈ ડિઝાઈન બનાવવામાં આવી હતી.જે પુરુષોને પસંદ ન આવ્યું.જેથી પુરુષોએ આ ડિઝાઈનનો ખૂબ વિરોધ કર્યો હતો.જો કે કંપનીએ વિરોધ બાદ પણ આ ડિઝાઈનના જીન્સનું પ્રોડક્શન ચાલુ રાખ્યું હતું.જેથી ધીમે-ધીમે આ ડિઝાઈન પેન્ટ્સમાં આવી ગઈ હતી.અને આજે લોકો હોંશે હોંશે જીન્સ પહેરી પણ રહ્યા છે.
સમય બદલાયો તેમ ફેશન પણ બદલાઈ
વર્ષોથી યુવાનીનો પર્યાય બની રહેલા જીન્સના રૂપરંગ સમયાંતરે બદલાતાં રહ્યાં છે. બેઝિક બ્લ્યૂ જીન્સ વિથ ફાઈવ પોકેટ્સ આજે પણ મોસ્ટ પોપ્યુલર છે.બદલાતા જમાના સાથે બીજા રંગ , ફેબ્રિક, શેપમાં બ્લ્યૂ, બ્લેક, બેઈઝ, વ્હાઈટ, ઓલિવગ્રીનનો ઉમેરો થયો.એમાં પણ નેરો કટ, બૂટ કટ, ફ્લેર્સરિપ્સટર્સ કમ્ફર્ટ ફિટ, એન્કર લેથ જેવી અનેક સ્ટાઈલ જોવા મળી છે.જેથી લોકો પોતાની પસંદગી અનુસાર ફેશન પણ બદલતા રહે છે.
Trending Photos