વિદ્યાર્થીઓને કોરોનાથી બચાવવા માટે શાળામાં કેવી હોવી જોઈએ વ્યવસ્થા? આ સ્કૂલે કરી બતાવ્યુ
હરિયાણાના સોનીપતમાં બાળકોના શિક્ષણ (Education) ને લઈને એક સફળ પ્રયોગ થયો છે. કોરોના કાળ (Corona Crisis) માં અભ્યાસમાં વિધ્ન ન આવે તે અંગે શાનદાર પ્રયત્નો થઈ રહ્યાં છે. સોનીપત (Sonipat) ની લિટલ એન્જલ સ્કૂલ (Little Angels School) માં ટ્રાયલ સફળ રહ્યાં બાદ અહીં શાળા ખોલવા માટે બસ હવે સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
રાજેશ ખત્રી, સોનીપત: હરિયાણાના સોનીપતમાં બાળકોના શિક્ષણ (Education) ને લઈને એક સફળ પ્રયોગ થયો છે. કોરોના કાળ (Corona Crisis) માં અભ્યાસમાં વિધ્ન ન આવે તે અંગે શાનદાર પ્રયત્નો થઈ રહ્યાં છે. સોનીપત (Sonipat) ની લિટલ એન્જલ સ્કૂલ (Little Angels School) માં ટ્રાયલ સફળ રહ્યાં બાદ અહીં શાળા ખોલવા માટે બસ હવે સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
Corona Updates: કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે કોરોનાના કેસ, પણ આ મામલે મળી મોટી રાહત
શાળામાં એરપોર્ટ જેવી વ્યવસ્થા
સોનીપતની આ શાળામાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે આવનાર દરેક વિદ્યાર્થીએ સ્કેનિંગ મશીન (Scanning Machine)માંથી પસાર થવું પડશે. જો કોઈ બાળકે ચહેરા પર માસ્ક ન પહેર્યું હોય તો મશીન જ તેને માસ્ક પહેરવા માટે કહશે. તમાં વિદ્યાર્થીઓના શરીરનું તાપમાન ચકાસવામાં આવશે અને તેમના શાળાએ આવવા અને જવાના સમયને પણ ડિજિટલ રીતે મોનિટર (Digitally monitor) કરવામાં આવશે.
સાવધાની વર્તવા સાથે જાગરૂકતા પણ જરૂરી
આ શાળામાં બાળકોને જાગૃત કરવા માટે ચિત્ર અને સંદેશવાળા બેનર તથા હોલ્ડિંગ પણ લગાવવામાં આવ્યાં છે. જેમાં કોરોના કાળમાં જરૂરી નિયમોનું પાલન કરવાની જાણકારી આપવામાં આવી છે.
Fact Check: 1 સપ્ટેમ્બરથી દેશભરમાં બધાના વીજળી બિલ માફ થઈ જશે?
વાલીઓની પ્રતિક્રિયા
શાળામાં કોરોના અંગે સિક્યુરિટી ટ્રાયલ પૂરી થઈ ગઈ છે અને આ ટ્રાયલમાં ભાગ લેનારા બાળકોના વાલીઓ આ પ્રકારની સુવિધાઓથી અત્યંત સંતુષ્ટ છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર છે. જો આ પ્રકારની વ્યવસ્થા દેશ અને હરિયાણાની દરેક શાળામાં ઉપલબ્ધ થાય તો બાળકોનું એક વર્ષ બચાવી શકાય છે. હાલ તો જિલ્લાની આ શાળા હાઈટેક થવાની સાથે દેશની બાકીની શાળાઓ માટે એક મિસાલ બની ચૂકી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube