નવી દિલ્હી: આત્મા જ્યારે શરીરનો સાથ છોડી દે છે ત્યારે શરીરનું વજન જેટલું ઓછું થઈ જાય છે તે જ તે આત્માનું વજન હોય છે. જે આ શરીરને છોડીને જતી રહી હોય છે. આ સિદ્ધાંતને પ્રયોગનું સ્વરૂપ આપીને એક વૈજ્ઞાનિકે આત્માનું વજન કાયદેસર માપી લીધુ અને આ પ્રકારે વિજ્ઞાનને આપ્યો એક ગ્રાન્ડ યુટર્ન. વિજ્ઞાન જે વસ્તુનું અસ્તિત્વ સ્વીકારતું જ નથી તે આત્માના અસ્તિત્વને એક વૈજ્ઞાનિકે પ્રમાણિત કર્યું હતું અને આજથી 100 વર્ષ અગાઉ તેનું વજન પણ માપી લીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના અંગે ભારતના આ બાળ જ્યોતિષની મોટી ભવિષ્યવાણી સાચી પડી રહી છે! 


પક્ષીની પાંખ જેટલું હોય છે વજન
ઈજિપ્તમાં માને છે કે સારા કર્મ કરનારા માણસની આત્માનું વજન એક પાંખ બરાબર હોય છે અને તેને ઓસિરિસના સ્વર્ગમાં હંમેશા માટે જગ્યા મળે છે. ઈજિપ્તની આ માન્યતા 113 વર્ષ પહેલા 1907માં 'જર્નલ ઓફ ધ અમેરિકન સોસાયટી ફોર સાઈકિક રીસર્ચ'માં છપાયેલા એક અભ્યાસ સાથે છપાઈ હતી. આ અભ્યાસનું નામ હતું 'હાઈપોથેસિસ ઓન ધ સબસ્ટેન્સ ઓફ ધ સોલ અલોન્ગ વિથ એક્સપરિમેન્ટલ એવિડન્સ ફોર ધ એક્ઝિસ્ટન્સ ઓફ સેડ સબ્જેક્ટ' જેમાં માનવીના મૃત્યુ બાદ તેની આત્મા સંબંધિત પ્રયોગ પર વિચાર કરવામાં આવ્યો હતો. 


શ્રીકૃષ્ણના વૈકુંઠ પરત જવાની સાથે જ કળિયુગની શરૂઆત થઈ હતી, જાણો મહાભારતના રોચક તથ્યો


ડોક્ટર ડંકને કર્યો હતો પ્રયોગ
ડોક્ટર ડંકન ચીનથી 100 વર્ષ પહેલા બનેલા એક ત્રાજવાને લઈ આવ્યાં હતાં. પોતાની હોસ્પિટલમાં વજન માપવાનું મશીન જોઈને તેમણે વિચાર્યું કે માણસના આત્માનું વજન માપીએ. ત્યારબાદ તેમણે ગંભીર રીતે બીમાર લોકોને આ ખાસ ત્રાજવા સાથે જોડાયેલા બેડ પર સૂવાડીને તેમની મૃત્યુ સમયે તેઓનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું શરૂ કર્યું. તેમણે જાણ્યું કે મરતી વખતે જ્યારે શરીર નિષ્ક્રિય થઈ જાય છે તે જ ક્ષણે મૃત શરીરનું વજન થોડું ઓછું થઈ જાય છે અને લાગે છે કે શરીરમાંથી કઈંક બહાર નીકળી ગયું છે. તેમણે આ તત્વને આત્મા ગણાવ્યું અને કહ્યું કે શરીરનું વજન 21 ગ્રામ ઓછું થાય છે. એટલે કે આત્મા 21 ગ્રામની હોય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube