કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મે મહિનામાં યોજાનાર વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) નો જંગ રસપ્રદ બની રહ્યો છે. ટીએમસી (TMC) અને ભાજપ (BJP) વચ્ચે શાબ્દિક જંગ દારી છે. એક બાદ એક ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થઈ રહેલા નેતાઓના મામલામાં કહેવામાં આવી રહ્યું છે કે આ મમતા બેનર્જી (Mamata Banerjee) માટે મોટો ઝટકો છે. હવે આ મુદ્દા પર મમતા બેનર્જી ખુલીને બોલ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકો તૃણમૂલ કોંગ્રેસ છોડીને જવા ઈચ્છે છે, તેણે જલદીથી જલદી જતુ રહેવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુવેંદુ અધિકારી (Suvendu Adhikari) થી લઈને અત્યાર સુધી ટીએમસીના ઘઆ મોટા નેતા ભાજપ (BJP) મા સામેલ થયા છે. તેના પર ટીએમસી ચીફ મમતા બેનર્જી (Mamata Banerjee) એ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ટીએમસી છોડવા માટે લાઇનમાં લાગી રહ્યાં છે, તે જલદીમાં જલદી અમને છોડીને જતા રહે. 


Mamata Banerjee) એ હુગલીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પાર્ટી છોડીને જનારા નેતા માટે કહ્યું કે, બંગાળ અને ટીએમસીને તમારી જરૂર નથી. ટીએમસી આમ પણ તેવા લોકોને ટિકિટ નથી આપતી તેથી તે ડરને કારણે પાર્ટી છોડી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ દેશમાં ઘટી રહ્યો છે જીવલેણ કોરોનાનો પ્રકોપ, પણ આ રાજ્યની સ્થિતિ ખુબ ચિંતાજનક


તમને જણાવી દઈએ કે આ પહેલા પશ્ચિમ બંગાળ  (West Bengal) ની રાજધાની કોલકત્તામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ સાથે જોડાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ની હાજરીમાં સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) ની સામે ભાજપના કાર્યકર્તાઓના જય શ્રીરામના નારાની ઘટના બાદથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. મમતાએ મંચ પરથી પોતાનું અપમાન ગણાવતા સંબોધન કરવાનો ઇનકાર કરી દીધો હતો. 


દેશના તમામ મહત્વના સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube