રાયપુરઃ છત્તીસગઢ-ઓડિશા સરહદ પર નૌપાડામાં નક્સલી હુમલો થયો છે. મંગળવારે બપોરે આશરે ત્રણ કલાકે સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટી પર નક્સલી હુમલો થયો છે, જેમાં ત્રણ જવાન શહીદ થયા છે. હુમલો સીઆરપીએફની 19 બટાલિયનની આરઓપી પાર્ટી પર કરવામાં આવ્યો છે. આ હુમલામાં અન્ય કોઈ જવાન ઈજાગ્રસ્ત થયા નથી. રાજ્ય સરકારે ત્રણેય શહીદ જવાનોના પરિવારજનોને 20-20 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે જવાન બોડેન પોલીસ સ્ટેશન વિસ્તારના ભૈંસદાનીના  જંગલમાં રોડ ઓપનિંગ પાર્ટીમાં તૈનાત હતા. બપોરે આશરે ત્રણ કલાકે નક્સલીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોને કોઈ જવાબ આપવાની તક મળી નહીં. હુમલામાં એસઆઈ શિશુપાલ સિંહ, એએસઆઈ શિવલાલ તથા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહનું ફાયરિંગમાં ઘટનાસ્થળ પર મોત થયા હતા. 


સવારે શિસ્ત બાબતે જ્ઞાન આપ્યું અને સાંજે પોલીસ જવાનો પર થૂંક્યા મહિલા કોંગ્રેસ પ્રમુખ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube