જુલાઈથી લાગૂ થશે 3 નવા ક્રિમિનલ લો, રાજદ્રોહની જગ્યાએ દેશદ્રોહનો ઉપયોગ, જાણો શું ફેરફાર થશે
સંસદમાં ત્રણેય બિલ પર ચર્ચા કરતા અમિત શાહે સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે આ બિલનો ભાર પૂર્વના કાયદાની જેમ દંડ આપવા પર નહીં, પરંતુ ન્યાય ઉપલબ્ધ કરાવવા પર છે.
નવી દિલ્હીઃ દેશમાં ત્રણ નવા ક્રિમિનલ લો (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ) 1 જુલાઈથી લાગૂ થશે. તેને ભારતની ક્રિમિનલ લો સિસ્ટમને સંપૂર્ણ રીતે બદલનારા ગણાવવામાં આવી રહ્યાં છે. ત્રણેય કાયદાને પાછલા વર્ષે 21 ડિસેમ્બરે સંસદની મંજૂરી મળી અને 25 ડિસેમ્બરે આ કાયદાને રાષ્ટ્રપતિએ પોતાની સહમતિ આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જાહેર ત્રણ નોટિફિકેશન અનુસાર, નવા કાયદાની જોગવાઈ 1 જુલાઈથી લાગૂ થશે. આ ત્રણેય કાયદા ગુલામી યુગના ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા અને 1872ના ભારતીય સાક્ષ્ય અધિનિયમની જગ્યા લેશે. ત્રણેય કાયદાઓનો ઉદ્દેશ્ય વિવિધ ગુનાઓને વ્યાખ્યાયિત કરીને અને તેના માટે સજા નક્કી કરીને દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સંપૂર્ણ રીતે પરિવર્તિત કરવાનો છે.
કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
કેન્દ્ર સરકારની હોમ મિનિસ્ટ્રી તરફથી આ મામલામાં શનિવારે નોટિફિકેશન જાહેર કરી કહેવામાં આવ્યું કે ત્રણેય ક્રિમિનલ લો એક જુલાઈ 2024થી લાગૂ થઈ જશે. માત્ર કલમ 106 (2) અત્યારે અમલમાં આવશે નહીં. જૂના વસાહતી કાળની ઘણી પરિભાષાઓ દૂર કરવામાં આવી છે. તેવા આશરે 475 શબ્દોને ડિલીટ કરવામાં આવ્યા છે જેમાં લંડન ગેઝેટ, જ્યૂરી, હર હૈનિસ વગેરે સામેલ છે. જ્યાં પહેલા 420 (420) એટલે કે છેતરપિંડી, 302 (એટલે કે હત્યા) અને 376 (એટલે કે બળાત્કાર) જેવા ગુનાઓ માટે લખાયેલી કલમો લોકોના હોઠ પર હતી, તે બધું હવે બદલાઈ ગયું છે.
કુલ 358 કલમો અને 20 નવા ગુના
ભારતીય ન્યાય સંહિતામાં કુલ 358 કલમો અને તેમાં 20 નવા ગુનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સ્નેચિંગથી લઈને મોબ લિન્ચિંગ સામેલ કરવામાં આવ્યા છે. સાથે 33 ગુનામાં સજા વધારવામાં આવી છે. સાથે 33 એવી કલમો કે ગુના છે જેમાં દંડની રકમ વધારી દેવામાં આવી છે. એવા 23 ગુના છે જેમાં લઘુત્તમ સજાની જોગવાઈ નહોતી, જેમાં લઘુત્તમ સજા શરૂ કરવામાં આવી છે. 19 એવી કલમો છે જેને હટાવી દેવામાં આવી છે. સાથે સજા તરીકે સામાજિક અને સામુદાયિક સેવાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પહેલા આ નહોતું. રાજદ્રોહ જેવા ગુનાને હવે નવા કાયદામાંથી હટાવી દેવામાં આવ્યો છે. બીએન 2 સંહિતાની કલમ-113માં આતંકવાદથી સંબંધિત વ્યાખ્યા અને સજાની જોગવાઈ છે.
આ પણ વાંચોઃ સંપત્તિ વિવાદ પર HCનો મોટો ચુકાદો, તમે પણ પત્નીના નામ પર સંપત્તિ ખરીદતા હોવ તો જાણો
- રાજદ્રોહ (Sedition/treason)ને ખતમ કરવામાં આવ્યો છે. સરકાર વિરુદ્ધ નફરત, તિરસ્કાર, અસંતોષ પર દંડાત્મક જોગવાઈ હશે નહીં, પરંતુ રાષ્ટ્ર વિરુદ્ધ ગમે તે ગતિવિધિ દંડનીય હશે.
- સામુદાયિક સેવાને રજાના રૂપમાં રજૂ કરવામાં આવી છે.
- આતંકવાદઃ ભારતીય ન્યાય સંહિતામાં પ્રથમવાર આતંકવાદની વ્યાખ્યા કરવામાં આવી છે અને તેને દંડનીય અપરાધ બનાવવામાં આવ્યો છે.
- સંગઠિત અપરાધ માટે એક નવો કલમ સામેલ કરવામાં આવી છે. સિન્ડિકેટની ગેરકાયદેસર પ્રવૃતિને સજાપાત્ર બનાવવામાં આવી છે. સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓ, અલગતાવાદી પ્રવૃત્તિઓ અથવા ભારતની સાર્વભૌમત્વ અથવા એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતી કોઈપણ પ્રવૃત્તિ માટે નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે.
- લગ્ન, રોજગાર, પ્રમોશન, ખોટી ઓળખ વગેરેના વચનના આધારે યૌન સંબંધ બનાવવો નવો ગુનો છે.
- ગેંગરેપ માટે 20 વર્ષની કેદ કે આજીવન જેલની સજા થશે. જો પીડિતા સગીર છે તો આજીવન જેલ/ મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.
- રંગ, જાતિ, સમુદાય વગેરેના આધાર પર હત્યાથી સંબંધિત ગુના માટે જોગવાઈઓ હેઠળ લિન્ચિંગ માટે લધુત્તમ સાત વર્ષની કેદ કે આજીવન જેલ કે મૃત્યુદંડની સજા થશે.
- સ્નેચિંગના મામલામાં ગંભીર ઈજા થાય કે સ્થાયી વિકલાંગતા થાય તો કઠોર સજા થશે.
- બાળકોને ગુનામાં સામેલ કરવા પર ઓછામાં ઓછા 7-10 વર્ષની સજા થશે.
- હિટ એન્ડ રનના મામલામાં મોત થવા પર ગુનાની ઘટનાનો ખુલાસો કરવા માટે પોલીસ/મેજિસ્ટ્રેટની સામે રજૂ થતો નથી તો દંડ સિવાય 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.