મુંબઇ: નવી મુંબઇની નજીક આવેલા ઉરણ સ્થિત એલપીજી પ્લાન્ટમાં મંગળવાર સવારે ભીષણ આગ લાગાવની ઘટના બની છે. આ ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે. આગમાં ત્રણ અન્ય ઓએનજીસીના કર્મચારી પણ દાઝ્યા છે. ઇજાગ્રસ્ત કર્મચારીઓને ઓએનજીસી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દિલ્હી: સીલમપુરમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, 3 ઈજાગ્રસ્ત


આગ મંગળવાર સવારે 7 વાગી 20 મીનિટ પર લાગી હતી. અહીં બ્લાસ્ટનો જોરદાર અવાજ સંભળાયો હતો. સુરક્ષાની દ્રષ્ટિથી લગભગ એક કિલોમીટરના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. એલપીજી પ્લાન્ટની આસપાસ ન જવા માટે સૂચના આપવામાં આવી છે.


ઇન્ડિયા ગેટ પાસે અકસ્માત, આઇસ્ક્રીમ ખાઇ રહેલા પિતા-પુત્રી પર ટ્રક ફરી વળ્યો


ઓએનજીસીએ ટ્વિટ કરી આગ લાગવાની પુષ્ટિ કરી છે. ઓએનજીસીએ કહ્યું કે, આગના કારણે ઓઇલ પ્રોસેસિંગ પ્રભાવિત થયું નથી. તેમજ ગેસને હજીરા પ્લાન્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...