અવિશ્વાસ પ્રસ્તાવઃ 328 સાંસદોએ અપાવ્યો હતો વિશ્વાસ, અંતિમ સમયે 3 સાંસદોએ આપ્યો દગો
શુક્રવારે સંસદમાં લાંબી ચર્ચા બાદ અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં આ નિર્ણય સરકારના પક્ષમાં રહ્યો હતો.
નવી દિલ્હીઃ શુક્રવારે દિવસભર મેરેથોન ચર્ચા બાદ જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું તો પરિણામ સ્ક્રીન પર ફ્લેશ થયું જે મોદી સરકારની ધમકની પ્રશંસા કરી ગયું. પરંતુ આ વચ્ચે ભાજપના ત્રણ સાંસદોએ મત ન આપ્યો.
ઉલ્લેખનીય છે કે, અવિશ્વાસના વિરોધમાં એટલે કે સરકારના પક્ષમાં 325 મત પડ્યા જ્યારે અવિશ્વાસના સમર્થન એટલે કે સરકારના વિરોધમાં માત્ર 126 મત પડ્યા. ગૃહમાં માત્ર 451 સાંસદો હાજર હતા. એટલે કે જેટલા સાંસદો હતા તેને જોતા સરકારે બે-તૃતીયાંશનો આંકડો પાર કરી લીધો. આંકડા પ્રમાણે આ મોદી સરકારની દમદાર જીત માનવામાં આવશે.
ભાજપ સમર્થક 3 સાંસદોએ ન આપ્યો મત
ભાજપની પાસે ગૃહમાં 328 સાંસદોનો આંકડો હતો અને તેમના પક્ષમાં 325 મત પડ્યા. તેવામાં સવાલ થઈ રહ્યો છે કે તે ત્રણ સાંસદ કોણ છે જેણે મત ન આપ્યો. પરંતુ તેની જાણકારી હજુ મળી નથી.
અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન ગૃહમાં એનડીએ સરકારના પક્ષમાં કુલ 328 સાંસદો હતો. તેમાં ભાજપના 271 સાંસદ, એઆઈએડીએમકેના 37 સાંસદ, એલજેપીના 6 સાંસદ, અકાલી દલના 4 સાંસદ, જેડીયૂના 2 સાંસદ, આરએલએસપીના 2 સાંસદ અને અપના દલના 2 સાંસદ હાજર રહ્યાં.
બીજીતરફ રિપબ્લિકન પાર્ટી, નાગા પીપુલ ફ્રંટ, નેશનલ પીપુલ પાર્ટી અને સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટના 1-1 સાંસદોએ પણ સરકારના પક્ષમાં મતદાન કર્યું. તેવામાં સરકારના પક્ષમાં થયેલા મતદાનનો આંકડો 328 હોવો જોઈએ.તેવામાં 3 સાંસદ કોણ છે જેણે મત ન આપ્યો, તેની જાણકારી હજુ સામે આવી નથી.