નવી દિલ્હીઃ રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ચહેરા અંગે કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે અશોક ગેહલોતે જણાવ્યું છે કે, રાજસ્થાન કોંગ્રેસ એકજૂથ છે અને કોઈના વચ્ચે મતભેદ નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી ગેહલોતે જણાવ્યું કે, મુખ્યમંત્રી પસંદ કરવામાં થોડો સમય તો લાગે જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશોક ગેહલોતે જણાવ્યું કે, થોડો વધુ સમય સુધી રાહ જુઓ, અંતિમ નિર્ણય આવી જશે. તેમણે જણાવ્યું કે, ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી પસંદ કરવાના છે એટલે સમય તો લાગશે. અશોક ગેહલોતે જણાવ્યું કે, 'મુખ્યમંત્રી અંગે ગમે ત્યારે નિર્ણય લેવાઈ શકે છે. રાહુલ ગાંધી તમામ લોકો સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે અને આ સારી વાત છે કે તમામ લોકોનો અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે. જો કોઈ નિર્ણય લેવાશે તે તમામને શિરોમાન્ય હશે.'


રાજસ્થાનઃ CMના નામની જાહેરાતમાં મોડું થતાં પાયલટના સમર્થક ઈન્દ્રમોહન સિંહે આપ્યું રાજીનામું


અશોક ગેહલોતે કાર્યકર્તાઓને શાંતિની અપીલ કરી
તેમણે જણાવ્યું કે, "હું કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ શાંતિ જાળવી રાખે. આ ચૂંટણીમાં બધાએ સુંદર કામ કર્યું છે અને રાહુલ ગાંધીજીએ તેમની મહેનતની ભરપૂર પ્રશંસા કરી છે." ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં અશોક ગેહલોત અને સચિન પાઈલટના નામ ચાલી રહ્યા છે. બંનેના સમર્થકો એક-બીજાની સામે નારેબાજી લગાવી રહ્યા છે. 


પાઈલટે કરી કાર્યકર્તાઓને શાંતિની અપીલ
દિલ્હીમાં રાજ્યના મુખ્યમંત્રી પદના ચહેરા માટે રાહુલ ગાંધીના ઘરે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન કરોલી જિલ્લામાં કેટલાક સ્થળે લોકોના એકઠા થવાના સમાચાર અને તણાવ વચ્ચે પાઈલટે ટ્વીટર દ્વારા અપીલ કરી છે. સચિને ટ્વીટમાં લખ્યું છે કે, 'હું તમામ કાર્યકર્તાઓને શાંતિ અને શિસ્ત જાળવી રાખવા માટે અપીલ કરું છું. મને પક્ષના ટોચના નેતૃત્વ પર સંપૂર્ણ વિશ્વાસ છે. રાહુલ ગાંધી અને શ્રીમતી સોનિયા ગાંધી જે કોઈ નિર્ણય લેશે, તેનું આપણે સૌ સ્વાગત કરીશું.'


મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ દ્વિધામાં : ભોપાલમાં સિંધિયા અને કમલનાથ સમર્થકોનો હંગામો


સચિન પાઈલટે વધુમાં લખ્યું છે કે, "આપણે સૌ કોંગ્રેસને સમર્પિત છીએ અને પક્ષની ગરિમા જાળવી રાખવાની આપણા સૌની જવાબદારી છે." આ બાજુ કરોલી પોલીસના નિયંત્રણ કક્ષ અનુસાર નાદૌતી, કેમરી, મહાવીરજી અને હિન્ડોનમાં કેટલાક લોકો એક્ઠા થયે છે, જેમને સમજાવીને પાછા મોકલી દેવાયા છે. ભરતપુર રેન્જના મહાનિદેશક માલિની અગ્રવાલે જણાવ્યું કે, હિન્ડોનમાં કેટલાક લોકો એકઠા થયા હતા અને જામ લગાવાનો પ્રયાસ કર્યો હતો. 


ગુજરાતના સમાચાર જાણવા અહીં ક્લિક કરો...