જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓનો ખાતમો કર્યો. જ્યારે બે આતંકીઓ હજુ પણ છૂપાયેલા હોવાની આશંકા છે. આતંકીઓ તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે. જેનો સુરક્ષાદળો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ અંસાર ગજવાતુલ હિન્દના ચીફ  ઈમ્તિયાઝ અહેમદને ઘેરી રાખ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે બાબા મોહલ્લામાં આતંકીઓ હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ અને અત્યાર  સુધીમાં 3 આતંકીઓ માર્યા ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાતચીત માટે ઈમામ મોકલ્યો
આતંકીઓ એક મસ્જિદમાં છૂપાયેલા છે. સુરક્ષાદળોએ એક આતંકીના ભાઈ અને સ્થાનિક ઈમામને મસ્જિદમાં મોકલ્યો છે. જેથી કરીને આતંકીઓને આત્મ સમર્પણ માટે તૈયાર કરાવી શકાય. પોલીસના જણાવ્યાં મુજબ પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે કે મસ્જિદને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. આ માટે ઈમામ સાહેબને આતંકીઓ સાથે વાતચીત કરવા માટે મોકલવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિગ કર્યું. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરૂ થઈ ગઈ. 


PHOTOS: મંચ પર થયેલા તાયફાથી દુનિયા થઈ હતી સ્તબ્ધ, મિસિસ વર્લ્ડની આખરે પોલીસે કરી ધરપકડ

Corona Update: દેશભરમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, એક જ દિવસમાં 1.26 લાખથી વધુ નવા કેસ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube