Corona Update: દેશભરમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, એક જ દિવસમાં 1.26 લાખથી વધુ નવા કેસ

કોરોના વાયરસ (Corona Virus) ની નવી લહેર હવે કહેર બનીને તૂટી પડી છે. છેલ્લા તમામ રેકોર્ડ તોડીને બુધવારે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે.

Corona Update: દેશભરમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, એક જ દિવસમાં 1.26 લાખથી વધુ નવા કેસ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ની નવી લહેર હવે કહેર બનીને તૂટી પડી છે. છેલ્લા તમામ રેકોર્ડ તોડીને બુધવારે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક સવા લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 685 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

એક જ દિવસમાં સવા લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા  1,26,789 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,29,28,574 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,18,51,393 લોકો રિકવર થયા છે. જ્યારે  9,10,319 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 685 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાથી દેશમાં કુલ મૃત્યુઆંક 16,68,62 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 9,01,98,673 લોકોને રસી આપવામાં  આવી છે. 

Total cases: 1,29,28,574
Total recoveries: 1,18,51,393
Active cases: 9,10,319
Death toll: 1,66,862

Total vaccination: 9,01,98,673 pic.twitter.com/EDiGfB5kA3

— ANI (@ANI) April 8, 2021

છેલ્લા ચાર દિવસમાં આવું ત્રીજીવાર બન્યું છે કે દેશમાં એક જ દિવસમાં નવા કેસનો આંકડો એક લાખ પાર ગયો છે. આ અગાઉ મંગળવારે 1.15 લાખ કેસ આવ્યા હતા. એટલે કે બે દિવસમાં જ કેસ 2.40 લાખ વધી ગયા. 

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં હાહાકાર મચ્યો
કોરોનાની આ તાજી લહેરથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 59,907 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો વધીને  31,73,261 થઈ ગયો છે. એક જ દિવસમાં 322 દર્દીઓના મોત નોંધાયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 56,652 પર પહોંચ્યો છે. 

મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં બુધવારે નવા 10,428 કેસ નોંધાયા. શહેરમાં 23 કોરોના મૃત્યુ પણ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4,82,760 થઈ છે જ્યારે મૃત્યુઆંક 11,851 પર પહોંચ્યો છે. 

આવા જ હાલ દિલ્હીના છે. જ્યાં એકવાર ફરીથી સાડા પાંચ હજારથી વધુ કેસ નોંધાયા છે. જે ગત વર્ષના પીકની યાદ અપાવે છે. બુધવારે દિલ્હીમાં 5506 નવા કેસ, ઉત્તર પ્રદેશમાં 6023, કર્ણાટકમાં 6976 નવા કેસ નોંધાયા છે. સતત વધતા કેસની સાથે દેશમાં એક જ દિવસમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1.26 કરોડ પાર જતી રહી છે. ચિંતાની વાત એક્ટિવ કેસની ટેલીથી સામે આવી છે. જ્યાં હવે એક્ટિવ કેસની સંખ્યા 9 લાખને પાર ગઈ છે. થોડા દિવસ પહેલા દેશમાં ફક્ત એક લાખની આજુબાજુ એક્ટિવ કેસ હતા. 

પીએમ મોદી આજે કરશે મંથન
કોરોના મહામારીના ભયંકર પ્રકોપ વચ્ચે પીએમ મોદી  આજે ફરીથી એકવાર રાજ્યો સાથે બેઠક કરશે. સાંજે પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સાથે કોરોનાની વધતી ગતિ, રસીકરણમાં આવતી મુશ્કેલીઓ પર મંથન  કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news