Indian Game: મશહૂર ગઝલકાર દિવંગત જગજીત સિંહના આ શબ્દો છે, વ્યક્તિ જ્યારે યુવાન થાય છે, નોકરી મેળવે છે, જવાબદારીનું વહન કરે છે ત્યારે તેને સમજાતું હોય છે કે જે બાળપણમાં તે ઝડપથી મોટો થઈ જવાની ઈચ્છા રાખતો હતો તે જ તેના જીવનનો સૌથી શ્રેષ્ઠ તબક્કો હતો. અહીં વાત છે 90ના દાયકાની... 90નો દાયકો એમ જ શ્રેષ્ઠ સમયગાળો નથી કહેવાયો... 90ના દાયકાની શરૂઆતના વર્ષોમાં કે 80ના દાયકામાં જન્મેલ વ્યક્તિ આ વાત સારી રીતે સમજી શકે છે. અહીં એવી કેટલીક વાતો છે જે આ ભાગતી જિંદગીમાં તમને થોડીક ક્ષણો માટે ભૂતકાળની અવિસ્મરણીય યાદોમાં પહોંચાડી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ઓડિયો-વીડિયો કેસેટ
આજે યુ-ટ્યુબ અને જુદી જુદી એપ્લીકેશનના ઉપયોગથી ટેવાયેલી જનરેશન નહીં સમજી શકે કે ઓડિયો-વીડિયો કેસેટ 90ના દાયકામાં જન્મેલા લોકો માટે કોઈ અલાદ્દીનના ખજાનાથી ઓછી નથી. આ કેસેટમાં અડધો કલાકથી 90 મિનિટ સુધી સાંભળી શકાય તેટલા ગીતો આવતા હતા. લોકો પોતાના પસંદગીના ગીતોની ટેપ બનાવતા હતા. ટેક્નોલોજી આવતા કેસેટયુગ જતો રહ્યો. ઘણા લોકોએ પોતાની યાદગીરીને સાચવી રાખી છે. 


2. વીડિયોગેમ
90ના દાયકાના બાળકોની તેમના પેરેન્ટ્સ પાસે કોઈ ખાસ ભેટની ડિમાન્ડ રહેતી હતી તો તે હતી વીડિયોગેમ.. સુપર મારિયો, સુપર કોન્ટ્રા, ડોન્કી કોંગ, કાર રેસિંગ જેવી ગેમ્સ કલાકો સુધી બાળકો રમ્યા કરતા હતા. વીડિયોગેમને બે લોકો સાથે રમી શકતા હતા. કોમ્પ્યુટરમાં ગેમ્સ અને ત્યારબાદ મોબાઈલ અને સ્માર્ટફોન આવતા વીડિયો ગેમ્સ પણ ભૂતકાળ બની ગઈ.


શરમજનક! લાશથી અંગૂઠા લગાવી રહ્યો હતો વકીલ, વાયરલ વીડિયો જોઇ ભડક્યા લોકો
ભૂત સાથે લગ્ન કરનાર યુવતિને જોઇએ છે છૂટાછેડા! કહ્યું- બૂમો પાડી પાડીને ડરાવે છે મને

Viral Video: દુલ્હન 'રિવોલ્વર રાની' બની કર્યા ભડાકા, વરરાજા ફફડી ગયો, પોલીસ તપાસ શરૂ
અભિનેત્રીઓ ક્યાંક ન્યૂડ થઈ છે તો ક્યાંક નોકરોને પણ નથી છોડ્યા, એકલામાં જોજો


3. ફલોપી ડિસ્ક
અત્યારે લોકો સ્માર્ટફોનમાં ફિલ્મો અને વેબસિરીઝો રાખે છે પરંતું જ્યારે મોબાઈલ ફોન અને હાઈ ટેક કોમપ્યુટર્સ નહોંતા ત્યારે ફલોપી ડિસ્ક કામ આવતી હતી. ફલોપી ડિસ્કની સૌથી વધારે કેપેસિટી 1.44 MB હતી.  90ના દાયકામાં ફાઈલોના ટ્રાન્સફર માટે ફલોપી ડિસ્કનો ઉપયોગ કરાતો હતો. ત્યારબાદ CD અને પેન ડ્રાઈવ આવતા ફલોપી ડિસ્કનો ઉપયોગ બંધ થઈ ગયો.


4. રવિવાર એટલે દૂરદર્શન
સેટેલાઈટ ચેનલ તો ઘણા વર્ષોથી આવી ગઈ પરંતું 90ના દાયકાના મધ્યમાં અને વર્ષ 2000થી 2003-04ના સમયગાળામાં બાળકો માટે રવિવાર એટલે દૂરદર્શન. શક્તિમાન, ચંદ્રકાન્તા, જંગલ બુક, સિમ્બા, રંગોલી સાથે સાથે રામાયણ, મહાભારત અને શ્રીકૃષ્ણના રિ ટેલિકાસ્ટ એપીસોડ્સ. આ બધા શોઝ દર્શકો માટે એન્ટરટેઈનમેન્ટનો બુસ્ટર ડોઝ હતા. ત્યારબાદ સેટેલાઈટ ચેનલો વધતા દૂરદર્શન જોવાનું ચલણ ઘટ્યું.


5. પેજર 
પેજરનો તબક્કો બહુ લાંબો રહ્યો નથી. જ્યારે મોબાઈલ ફોનની શરૂઆત થઈ ત્યારે તેની કિંમત ખૂબ જ વધારે હતી અને ઉચ્ચ ધનિક વર્ગ જ તેને ખરીદવાનો વિચાર કરી શકતો હતો. તે સમયગાળામાં પેજરનો ઉપયોગ કરવામાં આવતો. પેજરની મદદથી સંદેશાની આપ-લે કરી શકાતી હતી. 


6. ભારતીય આલ્બમ ગીતો
90ના દાયકાના ગીતો તો સદાબહાર રહ્યા પરંતું તે સમયે આલ્બમ સોંગ્સનો પણ જબરદસ્ત ક્રેઝ રહ્યો હતો.  તે સમયે નોન ફિલ્મી ગીતો લોકોને ખૂબ પસંદ આવવા લાગ્યા. સોનુ નિગમ, અભિજીત, શાન, કુમાર સાનુ, મીકા જેવા મેલ સિંગર્સનો આલ્બમ સોંગ્સમાં દબદબો રહ્યો તો ફાલ્ગુની પાઠક અને અલીશા ચિનોય અને અનુરાધા પોંડવાલના એકથી એક ચડિયાતા ગીતોએ લોકોને દીવાના બનાવી દીધા. તે સમયે આલ્બમ સોંગ્સમાં જોવા મળતા મેલ-ફિમેલ એકટર્સ લોકોના ક્રશ બની ગયા હતા. તે સમયે લોકોના ઘરમાં ETC, MTV, B4U ચેનલો આખો દિવસ ચાલ્યા કરતી હતી. આજે આ બધા ગીતોને ફરી રિક્રિએટ કરવામાં આવે છે. મેડ ઈન ઈન્ડિયા, યાદ પિયાકી આને લગી, દિલ કા આલમ, ચલને લગી હે હવાએ આવા તો અનેક ગીતો જેની મોટી યાદી બની જાય.


આ પણ વાંચો: ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય
આ પણ વાંચો: શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
આ પણ વાંચો: 
 દરરોજ સ્કિન પર સાબુ લગાવતા હોવ તો થઇ જજો સાવધાન, નહીંતર લેવાના દેવા થઇ જશે


7. ગ્રિટિંગ્સ કાર્ડ અને સ્લેમ બુક
અત્યારે જન્મદિવસ કે એનિવર્સરી હોય તો ફોન કરી કે વોટ્સએપ-ફેસબુકમાં મેસેજ કરી બર્થ -ડે વિશ કરી દેવામાં આવે છે. 90ના દાયકામાં શાળામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ પાસે ભલે ફોન કે સોશિયલ મીડિયા નહોંતા પરંતું મિત્રોને જન્મદિવસની શુભેચ્છા આપવી કે દિવાળી, નવા વર્ષની વિશ કરવાની વાત હોય. વિદ્યાર્થીઓ ગ્રિટિંગ્સ કાર્ડ ખરીદતા અને રંગબેરંગી સ્કેચપેનથી તેમા મેસેજ લખતા અને મિત્ર કે પરિવારના સભ્યને ગિફ્ટ આપતા. ગ્રિટિંગ્સ કાર્ડની સાથે ત્યારે સ્લેમ બુક બનાવવાનો પણ ગજબ ક્રેઝ હતો. સ્લેમ બુકમાં દરેક મિત્રોની જન્મ તારીખથી લઈને તેમનું ફેવરેટ ફૂડ, ફેવરેટ એકટર અને એકટ્રેસ, શોખ જેવી વસ્તુઓ લખવામાં આવતી હતી. આજે લોકોને મિત્રોનો જન્મદિવસ પણ ફેસબુક યાદ કરાવે છે.


8. પેરેન્ટસનો નોકિયા ફોન
આજે સ્માર્ટફોનનો જમાનો છે જ્યા ઘરના દરેક સદસ્ય પાસે ફોન છે. 90ના દાયકામાં જન્મેલા બાળકોના હાથમાં સ્માર્ટફોન જ્યારે તે કોલેજમાં કે નોકરીમાં પહોંચ્યો ત્યારે હાથમાં આવ્યો પરંતું વર્ષો પહેલા નોકિયાના સાદા મોબાઈલ ફોન બાળકોને ઘેલા કરતા હતા.  નોકિયાના 1110, 1112 સિરીઝવાળા મોબાઈલ બ્લેક એન્ડ વ્હાઈટ હતા. આ મોબાઈલ ફોનમાં સ્નેક ગેમ આવતી હતી. મોબાઈલ ફોન હાથમાં લઇ 90ની જનરેશનના બાળકો સાપવાળી ગેમ રમવામાં રચ્યાપચ્યા રહેતા હતા.


9. સાપસિડી, લૂડો અને નવો વેપાર
કોરોનાકાળમાં જ્યારે લૉકડાઉન લાગ્યું ત્યારે લોકોએ ઘરે બેસીને સાપસિડી, કેરમ, લૂડો અને નવો વેપાર જેવી રમતો રમી.આ બધી રમતો રમી લોકોએ પોતાના બાળપણને ફરી જીવંત કર્યુ. 90ના દાયકામાં જન્મેલા લોકો માટે આ રમતો ખજાનો હતો. કલાકો સુધી મિત્રો સાથે આ બધી રમતો રમતા હતા. સોશિયલ મીડિયામાં આખો દિવસ રહેનાર વર્ગ ન સમજી શકે કે આ રમતોનો કેટલો આનંદ હતો. 


10 થપ્પો, સટોડિયું અને ગલી ક્રિકેટ
ઘરની બહાર સોસાયટીમાં કે ચાલીમાં બધા છોકરાઓ ભેગા થઈને થપ્પો રમતા, સટોડિયું રમતા હતા અને સોસાયટી કે ચાલીમાં શોરબકોર કરી દેતા હતા. મેદાનમાં નહીં પરંતું ગલીઓમાં ક્રિકેટ રમાતી હતી જ્યા નિયમો પણ આપણે લોકો જ આપણા બાળપણમાં બનાવતા હતા. 90ના દાયકાની ભાગ્યેજ એવી કોઈ વ્યક્તિ હશે જે સાયકલ શીખતા નીચે ન પડ્યો હોય. અત્યારે બાળકો મોબાઈલ ફોન કે પ્લે સ્ટેશનમાં આખો દિવસ સમય કાઢવાનું વધારે પસંદ કરતા હોય છે.


90ના દાયકાની વસ્તુઓને યાદ કરીએ તો તેનો કોઈ અંત ન આવે. રૂપિયાની પેપ્સી, 3 થી 5 રૂપિયાના બરફના ગોળા ખાવા, સ્કુલની બહાર મળતી કાચી કેરી, કોથુ,આમળા ખાવા આ બધી વસ્તુઓ ખાવી તે સમયના બાળકો માટે કોઈ મોંઘી ગિફ્ટ મેળવવા કરતા પણ વધારે ખુશી આપનારુ હતું. ત્યારે ભાગતી જિંદગીમાં એક બ્રેક મારી ક્યારેક ભૂતકાળમાં ડોકાચિયું કરી લેશો અને હાલની જનરેશનના બાળકો સાથે આ અનુભવ વહેંચશો તો ચોક્કસથી તમને પોતાના દાયકાને ફરીથી જીવી લેવાનો લ્હાવો મળી જશે.


આ પણ વાંચો:  અભિનેત્રીના બાથરૂમમાંથી મળી નોટો, કોર્ટમાં કહ્યું- વેશ્યાવૃત્તિથી કમાયા હતા પૈસા
આ પણ વાંચો: PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube