વરસાદની સાથે આકાશમાંથી કેમ પડે છે વિજળી? કેવી રીતે બને છે જીવલેણ, તેનાથી બચવાનો શું છે ઉપાય
What is Thunderstorm: નાસાના સત્તાવાર આંકડા પ્રમાણે પૂર્વી ભારતની બ્રહ્મપુત્ર ઘાટીમાં સરેરાશ એપ્રિલથી મે મહિનાની વચ્ચે દર મહિનામાં દુનિયામાં સૌથી વધારે વિજળી ચમકે છે. પરંતુ વેનેઝુએલાનું તળાવ મેરાકાઈબોનું નામ સૌથી વધારે વિજળી ચમકનારા સ્થાન તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાઈ ગયું છે. અહીંયા દર વર્ષે પ્રત્યેક કિલોમીટર 250 વખત વિજળી ચમકે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ નાસાના સત્તાવાર આંકડા પ્રમાણે પૂર્વી ભારતની બ્રહ્મપુત્ર ઘાટીમાં સરેરાશ એપ્રિલથી મે મહિનાની વચ્ચે દર મહિનામાં દુનિયામાં સૌથી વધારે વિજળી ચમકે છે. પરંતુ વેનેઝુએલાનું તળાવ મેરાકાઈબોનું નામ સૌથી વધારે વિજળી ચમકનારા સ્થાન તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાઈ ગયું છે. અહીંયા દર વર્ષે પ્રત્યેક કિલોમીટર 250 વખત વિજળી ચમકે છે.
Bollywood ની આ 5 એક્ટ્રેસનું ક્રિકેટર્સ સાથે લગ્ન બાદ ખતમ થઈ ગયું કરિયર
જો સરળ શબ્દોમાં કહીએ તો વાદળોની અંદર ગરમ હવાના કણ આગળ વધે છે અને આ દરમિયાન ઠંડી હવાઓના ક્રિસ્ટલ વે સાથે ટકરાય છે. અને તેનાથી વિજળીની ચમક ઉત્પન્ન થાય છે. વાદળોની વચ્ચે થનારી ટક્કર એટલી જોરદાર હોય છે કે તેનાથી ઉત્પન્ન થનારી વિજળી સૂર્યની સપાટીથી પણ ત્રણ ગણી વધારે ગરમ હોય છે. આ દરમિયાન ભારે ગડગડાટની સાથે અવાજ પણ ઉત્પન્ન થાય છે. ભારે અવાજ અને વિજળીની ચમકની સાથે જોરદાર વરસાદ પણ થાય છે.
સૂર્યથી પણ વધારે ગરમ હોય છે વિજળી:
રિપોર્ટ પ્રમાણે આકાશીય વિજળીનું તાપમાન સૂર્યની ઉપરની સપાટીથી પણ વધારે હોય છે. તેની ક્ષમતા 300 કિલોવોટથી વધારે ચાર્જની હોય છે. આ વિજળી મિલી સેકંડથી પણ ઓછા સમય માટે રહે છે. બપોરના સમયે તેની પડવાની સંભાવના સૌથી વધારે હોય છે.
ગુજરાતમાં 2014 પછી આવ્યાં 10 વાવાઝોડા, જેમાંથી 8 દરિયામાં સમાઈ ગયા, 2 ફંટાઈ ગયા
માણસો પર શું અસર થાય:
હવામાન વૈજ્ઞાનિક જણાવે છે કે આ આકાશીય વિજળી ધરતી પર પહોંચ્યા પછી આવા માધ્યમને તપાસે છે જ્યાંથી તે પસાર થઈ શકે. જો આ આકાશીય વિજળી, વીજ થાંભલાઓના સંપર્કમાં આવે છે. જે તેના માટે કંડક્ટર એટલે કે સંચાલકનું કામ કરે છે. પરંતુ તે સમયે કોઈ વ્યક્તિ તેના દાયરામાં આવી જાય તો વિજળી સૌથી સારા કંડક્ટરનું કામ કરે છે. તે મનુષ્યના માથા, ગળું અને ખભાને સૌથી વધારે પ્રભાવિત કરે છે. અનેક કેસમાં તો માણસ સીધો બળીને રાખ થઈ જાય છે. અને તેનું તત્કાલ ત્યાં મૃત્યુ થઈ જાય છે.
આવી રીતે બચો:
જો તમને વાદળોની ગર્જનાનો અવાજ સંભળાય તો ઘરમાં જ રહો. વિજળી ઉત્પન્ન કરનારી વસ્તુઓથી દૂર રહો. જેમ કે રેડિએટર, ફોન, ધાતુના પાઈપ, સ્ટવ વગેરે. ઝાડ નીચે કે ખુલ્લા મેદાનમાં જવાથી બચો. જો તમે ખુલ્લા મેદાનમાં હોય તો ઝડપથી કોઈ બિલ્ડિંગમાં જઈને ઉભા રહી જાવ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube