Bollywood ની આ 5 એક્ટ્રેસનું ક્રિકેટર્સ સાથે લગ્ન બાદ ખતમ થઈ ગયું કરિયર
નવી દિલ્લીઃ બોલીવુડ અને ક્રિકેટનો વર્ષો જુનો સંબંધ રહ્યો છે. એવા ઘણાં કિસ્સા છેકે, બોલીવુડની અભિનેત્રીઓ કોઈ ક્રિકેટર પર મોહી ગઈ હોય. એટલું જ નહીં ક્રિકેટરના પ્રેમમાં પડીને આ અભિનેત્રીઓએ તેમની સાથે લગ્ન પણ કર્યા હોય એવા પણ ઘણાં કિસ્સા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા બોલીવુડ અને ક્રિકેટના કનેક્શનનું સૌથી મોટું ઉદાહરણ છે. જોકે, વિરાટ સાથે લગ્ન બાદ પણ અનુષ્કાએ તેનું કામ ચાલું રાખ્યું છે. પણ એવી પણ કેટલીક અભિનેત્રીઓ છેકે, ક્રિકેટર્સ સાથે લગ્ન બાદ તેમનું કરિયર જ ખતમ થઈ ગયું હોય.
સાગરિકા ઘાટકે
ભારતીય ક્રિકેટ ટીમના સફળ ફાસ્ટ બોલર ઝહીર ખાન (Zaheer Khan)ને વર્ષ 2017માં બોલીવુડની અભિનેત્રી સાગરિકા ઘાટકે (Sagarika Ghatge)સાથે લગ્ન કર્યા. જોકે, ત્યાર બાદ સાગરિકાનું ફિલ્મી કરિયર ખતમ થઈ ગયું. ચક દે ઈન્ડિયામાં તેના અભિનયના વખાણ થયા હતા.
સંગીતા બિજલાણી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અજહરુદ્દીન (Mohammad Azharuddin)ને વર્ષ 1996માં પોતાની પહેલી પત્નીને તલાક આપીને બોલીવુડ અભિનેત્રી સંગીતા સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેનું ફિલ્મી કરિયર ખતમ થઈ ગયું. અને વર્ષ 2010માં આ બન્નેના તલાક પણ થઈ ગયાં.
હેઝલ કીચ
બોલીવુડની અભિનેત્રી અને સુપર મોડેલ હેજલ કીચ (Hazel Keech)એ વર્ષ 2016માં સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh) સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેનું ફિલ્મી કરિયર પણ ખતમ થઈ ગયું. છેલ્લે તેણે સલમાનખાનની હિટ ફિલ્મ બોડીગાર્ડમાં કામ કર્યું હતું.
ગીતા બસરા
ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પીનર હરભજન સિંહે (Harbhajan Singh)બોલીવુડ અભિનેત્રી ગીતા બસરા (Geeta Basra) સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ગીતા બસરા ફરી ક્યારેય ફિલ્મી પડદે દેખાઈ નથી.
નતાશા સ્ટેનકોવિક
નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic)એ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)સાથે લોકડાઉન દરમિયાન 2020માં લગ્ન કર્યાં. સત્યાગ્રહ ફિલ્મથી તેણે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. પણ હાર્દિક સાથે લગ્ન બાદ હવે ફિલ્મ લાઈનનું કામ છોડી દીધું છે.
Trending Photos