સિંહ પાસેથી લઈ વાઘને કેમ અપી દેવાયો રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો? જાણો Tiger ને કેવી રીતે મળ્યો વિશેષ દરજ્જો
અત્યારે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે પણ શું તમને ખબર છે કે એક સમયે સિંહ પાસે આ દરજ્જો હતો. જંગલનો રાજા એટલેકે, વનરાજ એક સમયે ભારતું રાષ્ટ્રીય પ્રાણી ગણાતો હતો. જાણો એવું તો શું થયુંકે, સરકારે સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપી દેવો પડ્યો. જાણવા જેવી છે આ રસપ્રદ કહાની...
ઝી બ્યૂરો, અમદાવાદઃ અત્યારે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે પણ શું તમને ખબર છે કે એક સમયે સિંહ પાસે આ દરજ્જો હતો. જંગલનો રાજા એટલેકે, વનરાજ એક સમયે ભારતું રાષ્ટ્રીય પ્રાણી ગણાતો હતો. જાણો એવું તો શું થયુંકે, સરકારે સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપી દેવો પડ્યો. જાણવા જેવી છે આ રસપ્રદ કહાની..ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તે પૂછવામાં આવે તો બધા કેશે કે ટાઈગર. આ વાતને લગભગ તમામ લોકો જાણતા હતા. પરંતુ એ વાત કોઈ નહિ જાણતું હોય કે પહેલા ટાઈગર નહિ પણ કેસરી સિંહ રાષ્ટ્રીય પ્રાણી હતા.
સિંહ એટલે ગુજરાતની અસ્મીતા. સિંહ પ્રત્યે ખાસ કરીને ગુજરાતીઓને ખુબ જ માન હોય છે. સિંહ એ ગુજરાતનું ઘરેણું અને ગીરની શાન છે. ત્યારે સવાલે એ થાય છે કે તો પછી સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કેમ નથી. એવું તો શું થયું કે ટાઈગરને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દેવામાં આવ્યું. તેની પાછળનું કારણ પણ જાણવું ખુબ જ જરૂરી છે. એક સમય હતો જ્યારે એશિયાઈ સિંહ દેશનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતા હતા. પરંતુ પછી સમય અને સંજોગો બદલાયા અને વનરાજાના બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાયા. સિંહનો દરજ્જો બદલાયો છે. પરંતુ આજે પણ સિંહ પ્રત્યેનો માન અને સન્માન તો એવું જ છે.
1972માં સિંહ હતા રાષ્ટ્રીય પ્રાણી:
દેશનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું તેમાં પહેલું નામ હતું સિંહનું.વર્ષ 1969 વન્યજીવ બોર્ડે સિંહને દેશના રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું. એક સમય હતો જ્યારે દેશના મધ્યપ્રદેશ, ઝારખંડ, દિલ્લી, હરિયાણા અને ગુજરાતમાં સિંહ વસવાટ કરતા હતા. પરંતુ સમયની સાથે ધીમે ધીમે જુદા જુદા કારણોથી વસવાટ ઘટવા લાગ્યો. આજે માત્ર ગુજરાતના ગિરમાં જ સિંહ જોવા મળે છે. સિંહને માત્ર 4 વર્ષ માટે દેશના પ્રાણીનો દરજ્જો મળ્યો હતો.વર્ષ 1973માં સિંહના બદલે વાઘે રાષ્ટ્રીય પ્રાણીનું સ્થાન લઈ લીધું હતું.
ટાઈગરને બચાવવા રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યો:
ભારતના 16 રાજ્યોમાં આજે ટાઈગરનો વસવાટ જોવા મળે છે. એક સમય હતો જ્યારે ટાઈગરની લૃપ્ત થતી પ્રજાતિમાં ગણતરી થતી હતી. પરંતુ આજે ફરી એક વખત મધ્યપ્રદેશ ટાઈગર સ્ટેટ બની ગયું છે. નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડે 1972માં ટાઈગરને રાષ્ટીય પ્રાણી તરીકે જાહેર કર્યું. 1972માં પ્રોજક્ટ ટાઈગરની શરૂઆત કરવામાં આવી હતી.જે ટાઈગરરૂપી મહા જાનવરને બચાવવાનું મહાઅભિયાન હતું.
ટાઈગરની ત્રાડથી થરથર ધ્રુજે છે લોકો:
બંગાળ ટાઈગર ટોળામાં નહિ પણ એકલા રહેવાનું પસંદ કરે છે. બંગાળ ટાઈગરને તેની ત્રાડ માટે ઓળખવામાં આવે છે. નિષ્ણાંતોના મતે મોટી બિલાડીઓમાં ચાર પ્રકારના જાનવરનો સમાવેશ થાય છે. જેમાં સિંહ, વાઘ, જગુઆર અને દીપડાનો સમાવેશ થાય છે. બંગાળ ટાઈગરના ગળામાંથી નીકળતી ગુંજનો અવાજ કોઈના પણ લોહીને જમાવી દેવા અને રૂંવાડા ઉભા કરી દેવા માટે પૂરતો છે. વાઈલ્ડ લાઈફની દુનિયામાં તેને કોલિંગ કહેવામાં આવે છે.
રાજાઓ કરતા હતા ટાઈગરનો શિકાર:
ભારતમાં એક એવો પણ સમય હતો જયારે રાજાઓ ટાઈગરનો શિકાર વધુ કરતા હતા. ટાઈગરનો શિકાર કરવો તે રાજાઓના માન-મોભાનો ભાગ ગણાતો હતો. પરંતુ શિકાર વધતા જતા વાઘની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. જેથી ભારતમાં વાઘને બચાવવા શરૂ થયું ટાઈગર પ્રોજેક્ટ. ટાઈગરને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી તેની પ્રજાતીની મોટી બિલાડીઓ જેમાં સિંહનો પણ સમાવેશ થાય છે તેના સરક્ષણ માટે અભિયાન શરૂ થયું.
ફરી સિંહને રાષ્ટ્રીય પ્રાણી બનાવવા મુકાયો હતો પ્રસ્તાવ:
માત્ર 4 વર્ષ રાષ્ટ્રીય દરજ્જો રહ્યા બાદ સિંહ પાસેથી છીનવાઈ ગયો હતો. પરંતુ 1972 બાદ ફરી વર્ષ 2015માં સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈન સમક્ષ વર્ષ 2015માં સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ તે પ્રસ્તાવ આગળ ન વધી શક્યો.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
Mastram ની ચણાવાળીએ ઊઘાડી થઈ દેખાડી 'મદમસ્ત' અદાઓ, માદક વીડિયો જોવા સાયબર કેફેમાં લાઈનો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube