નવી દિલ્હી: દેશમાં કોવિડ-19થી મૃતકોની સંખ્યા શનિવારે 68 થઇ ગઇ અને કુલ સંક્રમિત લોકોની સંખ્યા 2,902 થઇ ગઇ છે. મંત્રાલયે જણાવ્યું કે અત્યારે 2,650 લોકો કોવિડ 19થી પીડિત છે જ્યારે 183 લોકો સારવાર ઠીક થઇ ગયા છે અથવા તેમને હોસ્પિટલથી ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને એક અન્ય વ્યક્તિ બીજા દેશ જતો રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 58 દર્દીઓ હાલાત નાજુક છે. આ દર્દી કેરલ, મધ્ય પ્રદેશ તથા દિલ્હીમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે શનિવારે આ જાણાકરી આપી. અગ્રવાલે જણાવ્યું કે ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 601 નવા કેસ સામે આવ્યા છે. 12 લોકોના મોત થયા છે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર તબલીગી જમાત સાથે જોડાયેલા કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી 1023 કેસ 17 રાજ્યોમાં નોંધાયા છે. ભારતમાં અન્ય દેશોની તુલનામાં કોવિડ-19 કેસમાં વધારાના દર ઓછો છે. તબલીગી જમાત સાથે સંકળાયેલા લોકોના સવાલ પર ગૃહ મંત્રાલય દ્વારા સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે હું એટલું ઉમેરી કરવા માંગુ છે કે લગભગ 22000 વર્કર્સને તેની સાથે જોડાયેલા છે તેમને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. 


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના અનુસાર જીરોથી 20 વર્ષની ઉંમરના 9 ટકા કેસ ભારતમાં સંક્રમણના સામે આવ્યા છે. આ પ્રકારે 20 થી 40ની ઉંમરના 42 ટકા સંક્રમણના કેસ ભારતમાં સામે આવી રહ્યા છે જ્યારે 40 થી 60 વર્ષની ઉંમરના 33% સંક્રમણના કેસ ભારતમાં સામે આવ્યા છે અને 7 વર્ષથી વધુ ઉંમરના 17 ટકા છે. 


લવ અગ્રવાલે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયે ડિટેલ ગાઇડલાઇન જાહેર કરી છે. પરિવારમાં પણ પોતાના ફેસ કવર અથવા માસ્ક કોઇની સાથે શેર ન કરો. એક ફેસ કવરને સાફ કરીને રાખો તો નવું બીજો વ્યક્તિ ઉપયયોગ કરે કોઇ બીજાની સાથે શેર ન કરે પરિવારમાં પણ. આઇસીએમઆર તરફથી અને ગંગાખેડકરએ કહ્યું કે અત્યાર સુધી 75000 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 


લવ અગ્રવાલે કહ્યું કે અમારી ટેસ્ટીંગના પ્રસ્તૃતિ સતત વધી રહી છે. પહેલા અમે 5000 સેમ્પલ દરરોજ ટેસ્ટ કરવા હતા, હવે અમારી તમામ લેબ 10,000 ટેસ્ટ દરરોજ કરે છે. કેટલાક દેશોમાંથી લોજિસ્ટિક્સ માટે અમે તાલમેલ કરી રાખ્યો છે. અમે કરોડોની સંખ્યામાં ઓર્ડર પણ આપ્યો છે અને હવે સામાન પણ પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર