નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની સાથે જ બીજો મહત્વનો નિર્ણય જમ્મુ-કાશ્મીરના ભાગલા પાડવાનો લીધો છે. જેમાં કેન્દ્ર સરકારે રાજ્યની પુનર્રચના કરતા જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને છૂટું પાડીને કેન્દ્રશાસિત બનાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરને પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયું છે. આ રીતે એક જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા છે. કેન્દ્રના આ નિર્ણયનું લદ્દાખના સાંસદ જામયાંગ ત્સેરિંગે સ્વાગત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે તેમણે જણાવ્યું કે, લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવીને કેન્દ્ર સરકારે તેના લોકોને એક આગવી ઓળખ આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "યુપીએ સરકારે 2011માં કાશ્મીરને કેન્દ્રીય યુનિવર્સિટીની ભેટ આપી હતી. જમ્મુએ આ માટે લડાઈ ચલાવી અને કેન્દ્રીય યુનિવર્સિટી લઈ લીધી. અમે લદ્દાખ માટે કેન્દ્રીય યુનિવર્સિટીની માગ કરી, પરંતુ અમને ન આપી." 


'કેન્દ્ર સરકાર અમારી હત્યા કરવા માગે છે, ગૃહમંત્રાલય જૂઠ્ઠું બોલી રહ્યું છે': ફારૂક અબ્દુલ્લાનો આક્ષેપ 


તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ અમને એક યુનિવર્સિટી આપી છે. 'મોદી હૈ તો મુમકી હૈ.' કલમ-370 નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણય અંગે ત્સેરિંગે વધુમાં જણાવ્યું કે, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોનો હવે ખરેખર અને સાચો વિકાસ થશે. તેઓ સમૃદ્ધ બનશે. 


કોંગ્રેસ પર અમિત શાહ કાળઝાળ, કહ્યું- 'સમગ્ર કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ, જીવ આપી દઈશું તેના માટે'


જામયાંગ ત્સેરિંગે આગળ કહ્યું કે, "આ નિર્ણયથી વધુમાં વધુ શું થશે? માત્ર બે પરિવાર રોઝી-રોટી ગુમાવશે. કાશ્મીરનું ભવિષ્ય હવે એકદમ ઉજળું છે. કલમ-370ના કારણે લદ્દાખના લોકોની ઓળખની સાથે-સાથે સ્વપ્નો અને આકાંક્ષાઓ દબાઈ ગઈ હતી."


લદાખ અને કારગીલના લોકો કેન્દ્ર સરકારના નિર્ણયથી ખુશ નથી એવા વિરોધ પક્ષના આરોપોનો જવાબ આપતા ત્સેરિંગે જણાવ્યું કે, "અમારા વિસ્તારના લોકો ખુબ જ ખુશ છે."


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....