દુનિયાભરમાંથી Likes મેળવી રહ્યો છે આ વીડિયો, શેર અને વાયરલ પણ થયો
- આ વીડિયો 19 નવેમ્બરના રોજ ટવિટર પર શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધી 8 મિલિયન વ્યૂ મળ્યાં
- કેટલાક લોકોએ કહ્યું કે, આ વીડિયોએ તેઓને એ યાદ અપાવ્યુ કે, પ્લાન્ટ્સ પણ જીવતા હોય છે
ઝી મીડિયા/બ્યૂરો :સોશિયલ મીડિયા પર ટાઈમ લૈપ્સનો એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઈન્ડોર પ્લાન્ટ્સની 24 કલાકની એક્ટિવિટીઝને રેકોર્ડ કરવામાં આવી છે. ટ્વિટર પર આ વીડિયોને 8 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ખાસ વાત એ છે કે, તેને SpaceX ના સીઈઓ એલન મસ્ક (Elon Musk) અને ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ (Ivanka Trump) ને પણ બહુ જ પસંદ આવયો છે. બંનેએ આ વીડિયોને લાઈક કર્યુ છે.
બતાવાઈ છે પ્લાન્ટ્સની એક્ટવિટીઝ
માય મોર્ડન મેટના અનુસાર, આ વીડિયોને સૌથી પહેલા ટ્વિટર યુઝર @ Melora_1 દ્વારા માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. 12 સેકન્ડના આ વીડિયોમાં તમામ પ્રકારના ઈન્ડોર પ્લાન્ટ્સ મૂકાયેલા છે. વીડિયોમાં બતાવાયુ છે કે, કૈલેથિયા પ્લાન્ટ (Calathea Plants) ના પાંદડા દિવસ ચઢવાની સાથે ઉપર જાય છે અને સાંજ પડતા જ નીચે ઢળવા લાગે છે. પ્લાન્ટ્સની વચ્ચે એક નાનકડી લાલ રંગની ઘડિયાળ રાખવામાં આવી છે. જેમાં બતાવવામાં આવ્યુ છે કે, દર કલાકમાં પ્લાન્ટ્સની એક્ટિવિટીઝ કેવી છે. જણાવી દઈએ કે, કૈલેથિયાને પ્રેયર પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
8 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે વીડિયો
ઉલ્લેખનીય છે કે, પ્લાન્ટ્સની દિનચર્યાને બતાવતો આ વીડિયો 19 નવેમ્બરના રોજ ટવિટર પર શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધી 8 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે. 86 હજારથી વધુ લાઈક્સ અને 13 હજારથી વધુ રિટ્વીટ્સ થઈ ચૂક્યા છે. વીડિયોએ અનેક પ્રખ્યાત હસ્તીઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે.
પ્રખ્યાત હસ્તીઓએ કર્યું Likes
ઈવાન્ક ટ્રમ્પની સાથે સાથે આ વીડિયોને સ્પેસ એક્સના સીઈઓ એલન મસ્કે પણ જોયો છે. બંને હસ્તીઓએ આ વીડિયોને લાઈ કર્યા બાદ વીડિયોની લોકપ્રિયતા વધી ગઈ. કેટલાક લોકોએ કહ્યું કે, આ વીડિયોએ તેઓને એ યાદ અપાવ્યુ કે, પ્લાન્ટ્સ પણ જીવતા હોય છે. જ્યારે કે કેટલાક યુઝર્સે આ વીડિયોને ડરાવનો કહ્યો.