નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ફિટનેસ અને હેલ્થની જાળવણી કરવા માટે યોગ કરવાનું ચલણ વધ્યું છે. જો નિયમિત યોગ કરવાની આદત પાડવામાં આવે તો ચોક્કસપણે શારીરિક અને માનસિક રીતે સારો એવો ફાયદો થાય છે. જોકે, દરેક એક્સરસાઇઝના પોતાના નિયમો હોય છે અને આ રીતે યોગ કરવાના પણ ચોક્કસ નિયમ છે. જો યોગ કરતી વખતે આ નિયમોનું ધ્યાન ન રાખવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન જ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગના નિયમો બહુ મર્યાદિત છે. જો નિયમીત યોગ કરવા હોય તો સવારના સ્નાન કર્યા પછી આસન કરો, કારણ કે સ્નાન કરવાથી શરીર સ્ફુર્તિલું બની જાય છે. આસન કર્યા પછી સ્નાન કરવું પડે તો હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો. આ સિવાય આહાર હલકો લેવો. જમ્યાના છ કલાક પછી, દૂધ પીવાના બે કલાક પછી અથવા ખાલી પેટ જ આસન કરો. સાંજે જમ્યા પહેલાં આસન કરી શકો છો.


આસન શરૂ કર્યા પહેલાં શવાસન અથવા યોગનિદ્રા કરી પોતાના તન, મન અને શ્વાસને શાંત કરો. આસનની વચ્ચે અને અંતમાં શવાસન જરૂર કરવો. આનાથી શરીરનો થાક બહુ જલદી દૂર થાય છે. આ સિવાય આસન કરતી વખતે વાત કરવી નહીં. આ સમયે તમારું ધ્યાન શ્વાસ અને શરીરનાં એ અંગો પર હોવું જોઈએ કે જે અંગો પર વધુ જોર પડે છે. આસનોની સંખ્યા અને સમયમાં ધીરે ધીરે વધારો કરો. પહેલા જ દિવસે વધુ આસન કરવાનો પ્રયત્ન કરવો નહીં. આસન કર્યા પછી થાક ન લાગે અને શરીર હલકું થઈ જાય તથા કાર્યક્ષમતા વધે તો સમજો કે આસન બરાબર થઈ રહ્યું છે અને લાભ પણ થઈ રહ્યો છે.


હેલ્થને લગતા આર્ટિકલ વાંચવા માટે કરો ક્લિક...