માં ગંગાના આશીર્વાદથી નહીં ફેલાઈ કોરોના, મરકઝ અને કુંભની તુલના ન થઈ શકેઃ તીરથ સિંહ રાવત
મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યુ કે માં ગંગાની અવિરલ ધારા છે, માં ગંગાના આશીર્વાદ લઈને જશો તો કોરોના ફેલાશે નહીં. હરિદ્વારમાં આશરે 16થી વધુ ઘાટ બનાવવામાં આવ્યા છે.
હરિદ્વારઃ હરિદ્વારમાં મહાકુંભ (maha kumbh) નું આયોજન થઈ રહ્યું છે પરંતુ કોવિડ-19ને કારણે હરિદ્વારમાં કુંભ જેવી રોનક નથી.12 એપ્રિલે શાહી સ્નાન પર હરિદ્વારમાં શ્રદ્ધાલુઓની સંખ્યા વધુ રહી નથી. પોલીસ પ્રમાણે કાલ સાંજ સુધી આશરે 35 લાખ શ્રદ્ધાળુઓએ માં ગંગામાં આસ્થાની ડુબકી લગાવી. જ્યારે 2010 ના કુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યા તેનાથી ચાર ગણી હતી. કોવિડ-19એ આ વખે મહાકુંભ માટે શ્રદ્ધાળુઓને રોક્યા તો સરકારના પ્રતિબંધોને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હરિદ્વાર પહોંચી શક્યા નહીં.
આ વચ્ચે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત (tirath singh rawat) એ ચોંકાવનારૂ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે કુંભમાં માં ગંગાની કૃપાથી કોરોના ફેલાશે નહીં. રાવતે કહ્યુ કે, કુંભ અને મરકઝની તુલના ખોટી છે. મરકઝથી જે કોોરના ફેલાયો તે એક બંધ રૂમમાંથી ફેલાયો કારણ કે બધા લોકો એક રૂમમાં બંધ હતા. જ્યારે હરિદ્વારમાં થઈ રહેલા કુંભનું ક્ષેત્ર નીલકંઠ તથા દેવપ્રયાગ સુધી છે.
આ પણ વાંચોઃ આ 10 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યો છે Corona નો ગ્રાફ, મહારાષ્ટ્ર, યૂપી અને છત્તીસગઢની ખરાબ સ્થિતિ
મુખ્યમંત્રીએ કહ્યુ કે, હરિદ્વારમાં આશરે 16થી વધુ ઘાટ બનાવવામાં આવ્યા છે. તેવામાં હરિદ્વાર કુંભ અને મરકઝની તુલના ન કરી શકાય. મુખ્યમંત્રીએ સાથે કહ્યુ કે, તેમની બધાને અપીલ છે કે જે લોકો કુંભમાં સ્નાન કરે, તે બધા લોકો કોવિડની ગાઇડલાઇનનું જરૂર પાલન કરે.
શાહી સ્નાન દરમિયાન કોરોનાના નિયમનો ભંગ
મહત્વનું છે કે શાહી સ્નાન દરમિયાન ઘણા ઘાટો પર કોવિડ-19ના નિયમોનો ભંગ થયો હતો. પોલીસ સાધુ સંતોની વ્યવસ્થામાં લાગી રહી અને તમામ શ્રદ્ધાળુઓ રોકટોક વગર ઘાટો પર સ્નાન કરતા રહ્યા. 12 એપ્રિલે હરિદ્વારમાં કોરોનાના 400થી વધુ કેસ સામે આવ્યા હતા. કુંભ વિસ્તારમાં પણ 100થી વધુ કેસ છે. તો અખાડાની પેશવાઈમાં તો કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Monsoon 2021: દેશમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસુ, સ્કાઇમેટ વેધરે કરી ભવિષ્યવાણી
અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરી ખુદ કોરોના પોઝિટિવ છે અને તબીયત બગડવા પર તેમને ઋષિકેશ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 5 દિવસમાં નરેન્દ્ર ગિરી સહિત 15 સંત કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં આશરે 6 સંત કાલે શાહી સ્નાન દરમિયાન પોઝિટિવ મળ્યા હતા. હજુ આ આંકડો વધવાની સંભાવના છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube