આ 10 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યો છે Corona નો ગ્રાફ, મહારાષ્ટ્ર, યૂપી અને છત્તીસગઢની ખરાબ સ્થિતિ

નવા કોરોના સંક્રમણના કેસ અને સંક્રમણથી મોત તથા એક્ટિવ કેસના મામલામાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. ત્યારબાદ છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ છે. આ રાજ્યોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. 

 આ 10 રાજ્યોમાં ઝડપથી વધી રહ્યો છે Corona નો ગ્રાફ, મહારાષ્ટ્ર, યૂપી અને છત્તીસગઢની ખરાબ સ્થિતિ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કહેર જારી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 61 હજાર 736 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 879 લોકોના સંક્રમણથી મોત થયા છે. ભારતમાં 16 રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી કેસ સતત વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં 24 કલાકમાં સામે આવેલા નવા કેસ અને સંક્રમણથી મોત સૌથી વધુ છે. એક્ટિવ કેસ પણ આ ત્રણ રાજ્યોમાં સૌથી વધુ છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા પ્રમાણે ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 36 લાખ 89 હજાર 453 થઈ ગઈ છે. જેમાં 1 લાખ 71 હજાર 58 લોકોના મૃત્યુ થયા છે. તો દેશમાં એક્ટિવ કેસ વધીને 12 લાખ 64 હજાર 698 થઈ ગયા છે, જે કુલ સંક્રમિતોના 9.24 ટકા છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 16 રાજ્યો એવા છે, જ્યાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, કેરલ, તેલંગણા, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે. 

તો છેલ્લા 24 કલાકમાં સામે આવેલા નવા મામલામાં 81 ટકા કેસ દસ રાજ્યોમાંથી આવ્યા છે. સૌથી વધુ 51,751 નવા કેસ મહારાષ્ટ્રથી આવ્યા છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 13604, છત્તીસગઢમાં 13576, દિલ્હીમાં 11491, કર્ણાટકમાં 9579, તમિલનાડુમાં 6711, મધ્ય પ્રદેશમાં 6489, ગુજરાતમાં 6021, રાજસ્થાનમાં 5771 અને કેરલમાં 5692 નવા કેસ નોંધાયા છે. 

આ રીતે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી મોતના 88 ટકા મામલા 10 રાજ્યોમાં છે. સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અહીં કોરોનાએ 258 લોકોના જીવ લીધા છે. તો છત્તીસગઢમાં 132, યૂપીમાં 72, દિલ્હીમાં 72, ગુજરાતમાં 55, કર્ણાટકમાં 52, પંજાબમાં 52, મધ્ય પ્રદેશમાં 37, રાજસ્થાનમાં 25 અને તમિલનાડુમાં 19 લોકોના મૃત્યુ થયા છે. 

ભારતમાં કુલ એક્ટિવ કેસ 12 લાખ 64 હજાર 698માંથી 69 ટકા માત્ર પાંચ રાજ્યોમાં છે. આ રાજ્ય છે- મહારાષ્ટ્ર, છત્તીસગઢ, યૂપી, કર્ણાટક અને કેરલ. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. અહીં દેશના કુલ એક્ટિવ કેસના 44.78% છે, છત્તીસગઢમાં 7.82, યૂપીમાં 6.45, કર્ણાટકમાં 6.01 અને કેરલમાં 3.79 ટકા એક્ટિવ કેસ છે. જ્યારે 31.15 ટકા એક્ટિવ કેસ ભારતના બીજા રાજ્યોમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news