દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલ રાજકીય ગરમાગરમી બાદ બુધવારે ભાજપ સાંસદ તીરથ સિંહ રાવત (Uttrakhand New Cm Tirath Singh Rawat) રાજ્યના મુખ્યમંત્રી બની ગયા. સાંજે 4 કલાકે રાજભવનમાં આયોજીત સમારોહમાં રાજ્યપાલ બેની રાની મૌર્યએ તેમને સીએમ પદના શપથ અપાવ્યા. આ પહેલા ધારાસભ્ય દળની બેઠકમાં બધા ધારાસભ્યોએ તીરથ સિંહ રાવતને સર્વસંમતિથી પોતાના નામે ચૂંટ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી સહિત અનેક મોટા નેતા ઉપસ્થિત રહ્યા હતા. 


તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM narendra Modi) એ સીએમ પદના શપથ લીધા બાદ તીરથ સિંહ રાવતને શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કર્યુ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા પર શુભેચ્છા. તેમની પાસે લાંબો પ્રશાસનિક અને સંગઠનાત્મક અનુભવ છે. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં રાજ્ય નવી ઉંચાઈઓ પર પહોંચશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube