તિરૂપતિઃ Tirupathi Temple Net Worth: મંદિરોમાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનામ (TTD) તરફથી શ્વેત પત્ર જારી કરવામાં આવ્યું છે, જેમાં રોકડ, ગોલ્ડ, જમા રકમ અને સંપત્તિની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આ લિસ્ટ પ્રમાણે તિરૂપતિ મંદિરની કુલ સંપત્તિ 2.26 લાખ કરોડ રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલું છે મંદિર પાસે સોનું?
મંદિરની કુલ સંપત્તિમાં સોનાની વાત કરીએ તો તે આશરે 10.3 ટન છે. આ સંપત્તિ વિશે જાણકારી આપતા સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા તે તમામ રિપોર્ટને નકારવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે TTD ના અધ્યક્ષ અને બોર્ડે આંધ્ર પ્રદેશ સરકાર અને ભારત સરકારના બોન્ડની સિક્યોરિટીઝમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. 


ક્યાં જમા છે આ પૈસા?
TTD તરફથી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. TTD તરફથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે મંદિરની વધારાની રકમ શિડ્યુલ્ડ બેંકોમાં રોકાણ કરવામાં આવે છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમની કુલ સંપત્તિ 2.26 લાખ કરોડ રૂપિયા છે, જેમાં રાષ્ટ્રીયકૃત બેન્કોમાં 5300 કરોડથી વધુનું 10.3 ટન સોનું જમા છે. તો જમા રકમની વાત કરીએ તો તે આશરે 15,938 કરોડ રૂપિયા છે. 


આ પણ વાંચોઃ Chandra Grahan 2022: મંગળવારે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, આ રાશિના જાતકોને થશે ફાયદો


3 વર્ષમાં કેટલું વધ્યું ગોલ્ડ?
તમને જણાવી દઈએ કે મંદિર ટ્રસ્ટની પાસે 2019માં આશરે 7.4 ટન સોનું જમા હતું. છેલ્લા 3 વર્ષમાં 2.9 ટન સોનાનો વધારો થયો છે. તો બેન્કોમાં જમા સોનાની વાત કરીએ તો તે વધીને 10.3 ટન થઈ ગયું છે. 


ક્યાંથી થાય છે આવક?
પ્રાપ્ત વિગત અનુસાર મંદિરની સંપત્તિ ભારતમાં આશરે 7123 એકરમાં ફેલાયેલી છે, જેમાં 960થી સંપત્તિઓ સામેલ છે. મંદિરમાં આ આવક ભક્તો, સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા દાનથી મળે છે. આ સિવાય ટ્રસ્ટે ભક્તોને વિનંતી કરી છે કે કોઈ પ્રકારનું જૂઠ ન ફેલાવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube