Tirupati Prasad Vivad: તિરુપતિ પ્રસાદ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય, જાણો વિગતો
એસઆઈટીમાં બે સીબીઆઈના અધિકારી, બે રાજ્ય સરકારના અધિકારી અને એક FSSAI ના સભ્યને રાખવામાં આવશે. આમ તો રાજ્ય સરકારે પણ આ મામલે એસઆઈટીની રચના કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કહ્યું કે આ મામલો આસ્થા સાથે જોડાયેલો છે અને આવામાં સ્વતંત્ર તપાસ થાય તે જરૂરી છે.
તિરુપતિ પ્રસાદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે SIT બનાવવાની જાહેરાત કરી દીધી છે. પાંચ સભ્યોની એક ટીમ બનાવવાની વાત કરી છે. એસઆઈટીની આ ટીમમાં સીબીઆઈ અધિકારીઓથી લઈને FSSAIના સભ્યોને સામેલ કરવામાં આવશે. ગત સુનાવણી દરમિયાન જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ મામલામાં કોઈ પણ પ્રકારના રાજકારણથી દૂર રહેવામાં આવશે અને બધુ ફોકસ ફક્ત તપાસ પર રહેશે.
SIT માં કોણ સામેલ
એવું કહેવાય છે કે એસઆઈટીમાં બે સીબીઆઈના અધિકારી, બે રાજ્ય સરકારના અધિકારી અને એક FSSAI ના સભ્યને રાખવામાં આવશે. આમ તો રાજ્ય સરકારે પણ આ મામલે એસઆઈટીની રચના કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કહ્યું કે આ મામલો આસ્થા સાથે જોડાયેલો છે અને આવામાં સ્વતંત્ર તપાસ થાય તે જરૂરી છે. આ કારણે રાજ્ય સરકારની નહીં પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી એસઆઈટીની ટીમ આ મામલે તપાસ કરશે.
અત્રે જણાવવાનું કે આ મામલે સુનાવણી જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કે વી વિશ્વનાથનની બેન્ચ કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન અનેક વખતે કોર્ટે કહ્યું કે આસ્થા સંલગ્ન મુદ્દાઓમાં રાજકીય ડ્રામા હોવો જોઈએ નહીં. આ કારણે એસઆઈટી બનાવવામાં આવી પરંતુ તેમાં તમામ પક્ષોના અધિકારીઓને સામેલ કરાયા. આમ તો રાજ્ય સરકાર અને અરજીકર્તાએ પણ કોઈ આપત્તિ જતાવી નથી. રાજ્ય સરકારે કહ્યું હતું કે કોર્ટ ઈચ્છે તો પોતાના પસંદ કરેલા કોઈ પણ અધિકારીને એસઆઈટીમાં સામેલ કરાવી શકે છે. એ રીતે અરજીકર્તા પણ ઈચ્છતા હતા કે કોઈ સ્વતંત્ર એજન્સીને તપાસની જવાબદારી સોંપવામાં આવે.
કેવી રીતે શરૂ થયો વિવાદ
અસલમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક બેઠકમાં કહ્યું હતું કે તિરુમાલામાં જે લાડુ મળતા હતા તે ખરાબ ક્વોલિટીના હતા, તે ઘીની જગ્યાએ જાનવરોની ચરબીનો ઉપયોગ કરતા હતા. જ્યારથી ટીડીપીની સરકાર આવી છે, આખી પ્રક્રિયાને સાફ કરાઈ છે અને લાડુની ગુણવત્તાને સુધારવામાં આવી છે.
કેવી રીતે બને છે પ્રસાદ
આ પ્રસાદ વિશે કહેવાય છે કે તેને એક સ્પેશિયલ કિચનમાં બનાવવામાં આવે છે. આંધ્ર પ્રદેશમાં તેને Potu કહે છે. આ પ્રસાદ બનાવવાની જવાબદારી એક ખાસ વર્ગને સોંપવામાં આવે છે. જે અનેક સદીઓથી આ કામમાં લાગેલા છે. એટલે કે તે લોકો માટે સંસ્કૃતિનો એક ભાગ બની ગયો છે. મોટી વાત એ છે કે આ પ્રસાદને જે બનાવે છે તેણે પોતાનું માથું મુંડાવવું પડે છે. ફક્ત એક સિંગલ કપડું પહેરવાની મંજૂરી હોય છે. આ પ્રસાદને બનાવવા માટે ઘી ઉપરાંત બેસન, ખાંડ, કાજૂ, એલચી, કિશમિશ વગેરેનો ઉપયોગ થાય છે. આ પ્રસાદ એટલો ખાસ છે કે તેને 2014માં GI નો ટેગ પણ મળેલો છે.