નવી દિલ્હી: તીસ હજારી કોર્ટ (Tis Hazari Court) પરિસરમાં વકીલો અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણના સંબંધમાં દાખલ એક અરજી પર દિલ્હી હાઇ કોર્ટ (Delhi High Court) આજે સુનાવણી કરશે. આ અરજી દિલ્હી પોલીસકર્મીઓએ 2 નવેમ્બરે દાખલ કરી હતી. આ અરજી પર બપોરે 3 વાગ્યાની આસપાસ સુનાવણી થશે. અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે, કારણ કે દિલ્હી પોલીસે પોતાના દમ પર આંદોલનકારીઓની માંગને પુરી કરી ન શકે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી: રખેવાળ જ સુરક્ષા માટે રસ્તા પર...પોલીસ કમિશનરે વિનંતી કરી તો પણ ન માન્યા પોલીસકર્મીઓ


આ દરમિયાન દિલ્હી જિલ્લા કોર્ટે વકીલ તીસ હજારી કોર્ટની ઘટનાના વિરોધમાં બુધવારે ન્યાયિક કાર્યનો બહિષ્કાર ચાલુ રાખશે. દિલ્હી જિલ્લા કોર્ટ સમન્વય સમિતિએ એક પરિપત્રમાં કહ્યું કે 'દિલ્હીની બધી જિલ્લા કોર્ટમાં કામ કરવાનો પ્રતિબંધ યથાવત રહેશે.' 

દિલ્હીઃ વકીલો સામે FIR, પોલીસ અડગ, લે. ગવર્નરે કમિશનરને આપી આ સલાહ


બીજી તરફ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાએ કાનૂની સમુદાયના સભ્યોને કોર્ટમાં શાંતિ અને સદભાવના જાળવી રાખવા અને પોતાના કોર્ટના કામોને ફરીથી શરૂ કરવાની અપીલ કરી છે. બીજી તરફ દિલ્હીના હજારો પોલીસ કર્મીઓએ મંગળવારે સાંજે વરિષ્ઠ અધિકારીઓને તેમની ફરિયાદોના નિવારણનું આશ્વાસન મળ્યા બાદ પોતાનું વિરોધ પ્રદર્શન સમાપ્ત કરી દીધું. પોલીસકર્મીઓએ મંગળવારે સવારે જ પોલીસ મુખ્યાલયની બહાર ઘેરાબંધી કરી હતી. 

વકીલો કામ પર પાછા ફરે, મારામારીમાં સામેલ વકીલો સામે કાર્યવાહી કરાશેઃ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા


ઉલ્લેખનીય છે કે શનિવારે તીસ હજારી કોર્ટ પરિસરમાં પાર્કિંગને લઇને એક વકીલ અને કેટલાક પોલીસકર્મીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ ગઇ, ત્યારબાદ તેણે હિંસાનું રૂપ લઇ લીધું છે. આ દરમિયાન એક વકીલને ગોળી પણ વાગી હતી. 


પોલીસે દાવો કર્યો હતો કે ''એક વધારાના ડીસીપી અને બે એસએચઓ સહિત વીસ પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે. આઠ એડવોકેટને ઇજા પહોંચી છે. 12 બાઇક, એક પોલીસ ક્યૂઆરટી જિપ્સી અને આથ જેલ વાનને નુકસાન થયું છે. આ દરમિયાન દિલ્હી પોલીસે તીસ હજારી કોર્ટ પરિસરમાં થયેલી હિંસા પર ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ સોંપ્યો છે. દિલ્હી પોલીસે સીધા કંટ્રોલવાળા મંત્રાલ્યને હિંસક અથડામણના ઠીક એક દિવસ બાદ દિલ્હી પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો હતો.