દિલ્હીઃ વકીલો સામે FIR, પોલીસ અડગ, લે. ગવર્નરે કમિશનરને આપી આ સલાહ

શનિવારે દિલ્હીમાં તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી છુટા હાથની મારા મારી, હિંસક સંઘર્ષ પછી સોમવારે વકીલો હડતાળ પર ઉતરેલા છે તો બીજી તરફ પોલીસ કર્મચારીઓ પણ પોતાની માગણીને લઈને અડગ છે. 
 

દિલ્હીઃ વકીલો સામે FIR, પોલીસ અડગ, લે. ગવર્નરે કમિશનરને આપી આ સલાહ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં આવેલી સ્થાનિક કોર્ટના વકીલો અને પોલીસ કર્મચારીઓ વચ્ચેની લડાઈ હવે ઉગ્ર બની ગઈ છે. બંને પક્ષો પોતાની જીદ પર અડેલા છે. દિલ્હીમાં સાકેત કોર્ટની બહાર સોમવારે કેટલાક વકીલે એક પોલીસ કર્મચારીને ઘેરી લઈને તેને ઢોર માર માર્યો હતો. આ કેસમાં હવે પોલીસે FIR દાખલ કરી લીધી છે. બાઈક સવાર કોન્સ્ટેબલનું નામ કરણ છે અને મહરોલી પોલીસ સ્ટેશનમાં તે કામ કરે છે. સરકારી કામ માટે તે કોર્ટમાં આવ્યો હતો ત્યારે વકીલોએ તેની સાથે મારામારી કરી હતી. 

શનિવારે દિલ્હીમાં તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી છુટા હાથની મારા મારી, હિંસક સંઘર્ષ પછી સોમવારે વકીલો હડતાળ પર ઉતરેલા છે તો બીજી તરફ પોલીસ કર્મચારીઓ પણ પોતાની માગણીને લઈને અડગ છે. મંગળવારે પોલીસ કર્મચારીઓએ દિલ્હી પોલીસ કમિશનરની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હી પોલીસના પરિજનોએ પણ દિલ્હી-ચંડીગઢ માર્ગ પર રસ્તો બંધ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

— ANI (@ANI) November 5, 2019

દિલ્હીના ઉપ રાજ્યપાલે કમિશનરને આપી સલાહ 
દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે પોલીસ કમિશન અમૂલ્ય પટનાયકને સલાહ આપી છે. તેમણે કહ્યું કે, તેઓ ઘાયલ પોલીસ કર્મચારીઓને મળીને તેમનો ઉત્સાહ વધારે, તેમના પરિજનોને સાંત્વના પાઠવે. ઘાયલ પોલીસ કર્મચારીઓને યોગ્ય વળતર મળવું જોઈએ.

— ANI (@ANI) November 5, 2019

દિલ્હી પોલીસને દેશભરમાંથી મળ્યું સમર્થન
પોતાની સુરક્ષાની માગણી સાથે દિલ્હીની સડકો પર ઉતરી ગયેલી દિલ્હી પોલીસને દેશભરના પોલીસ એસોસિએશનનું પણ સમર્થન મળી રહ્યું છે. કેરણ, બિહાર, તમિલનાડુ અને હરિયાણા પોલીસ એસોસિએશને દિલ્હી પોલીસને સમર્થન આપતા જણાવ્યું છે કે, 'લોકશાહી દેશમાં પોલીસ સાથે કરવામાં આવતા દુર્વ્યવહાર જરા પણ સ્થાન નથી.'

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પણ થઈ કડક
આ અગાઉ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ દિલ્હીનાં તમામ બાર એસોસિએશનને કામ પર પાછા ફરવા માટે આદેશ આપ્યો છે. બાર કાઉન્સિલે તોડફોડ અને મારામારીની ઘટનામાં સંડોવાયેલા વકીલોના નામની યાદી પણ માગી છે. બાર કાઉન્સિલે જણાવ્યું છે કે, જે કોઈ વકીલ કોઈ પણ પ્રકારની તોડફોડ કે હિંસાની ઘટનામાં સામેલ જોવા મળશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news