નવી દિલ્હી : પશ્ચિમ બંગાળથી તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યોનાં ભાજપમાં જોડાવા દરમિયાન પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ મંગળવારે કહ્યું કે, પ્રદેશમાં સાત તબક્કામાં થયેલા ચૂંટણીની જેમ જ આવતા મહિનામાં સાત તબક્કામાં ધારાસભ્યો અને નેતાઓને પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ થશે. પશ્ચિમ બંગાળમાં ત્રણ ધારાસભ્યો અને 50થી વધારે પાર્ષદ મંગળવારે ભાજપમાં જોડાયા હતા. જેમાં ભાજપ નેતાઓ મુકાલ રાયનાં પુત્ર શુભ્રાંશું રાય પણ જોડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુજા દરમિયાન અચાનક રૂમમાં મહિલા થઇ ગાયબ, ઘર બન્યું મંદિર
વિજય વર્ગીયે ભાજપ મુખ્યમથકમાં સંવાદદાતાઓને કહ્યું કે, બંગાળમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી થઇ હતી. અમે તમામ પ્રકાર આવતા મહિનાથી બંગાળમાં જોડાવા (નેતાઓનાં)નું કાર્યક્રમ ચાલુ રાખશે. દર મહિને આવતા તબક્કામાં રહેલા (ધારાસભ્યો, નેતાઓને) કરાવવામાં આવશે. ભાજપ મહાસચિવે કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન જ્યારે કહ્યું હતું કે, તૃણમુલનાં 40 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે ત્યારે તૃણમુલે કહ્યું હતું કે એક પાર્ષદનો પણ જોડાશે નહી. આજે ત્રણ ધારાસભ્યો અને 50થી વધારે પાર્ષદો અમારી સાથે જોડાઇ ગયા. 


મોદીને PM માનવાનો ઇન્કાર કરનાર મમતા હવે શપથગ્રહણમાં ભાગ લેશે
UP: નજીમાબાદની મુખ્ય બજારમાં ધોળા દિવસે બસપા નેતા સહિત 2ની હત્યા
મમતાના સરમુખત્યાર વલણથી ટીએમસીનાં અનેક નેતાઓ પરેશાન
મમતા બેનર્જીનાં સરમુખત્યાર વલણથી તૃણમુલનાં અનેક નેતાઓ પરેશાન છે. જે નેતાઓના શ્વાર રુધાઇ રહ્યા છે , તેઓ ધીરે ધીરે પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. વિજય વર્ગીયએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે મમતા સરકાર 2021 સુધી ચાલે પરંતુ જો તેમનાં લોકો પોતાની જ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે તો અમે શું કરી શકીએ. તેમણે કહ્યું કે, તમામે પાર્ટીમાં નહી લેવામાં આવે. જે લાયક હશે તેમને જ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં પ્રભાવકારી પ્રદર્શન બાદ ભાજપ રાજ્યમાં પોતાની સ્થિતી વધારે મજબુત બનવા લાગી છે. આજે ભાજપમાં જોડાનારા ધારાસભ્યોમાં શુભ્રાંશુ રાય પણ છેકે જેમણે લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીવિરોધી પ્રવૃતી કરવા બદલ તૃણમુલ કોંગ્રેસે હાંકી કાઢ્યા હતા.