પુજા દરમિયાન અચાનક રૂમમાં મહિલા થઇ ગાયબ, ઘર બન્યું મંદિર

આ મહિલા જિલ્લાના ગુડામાલાની રતનપુરાની છે, 26 વર્ષીય મહિલાનો દાવો છે કે શનિવારે તેઓ પોતાનાં રૂમમાં હતા અચાનક તે ગાયબ થઇ ગયા

Updated By: May 28, 2019, 08:59 PM IST
પુજા દરમિયાન અચાનક રૂમમાં મહિલા થઇ ગાયબ, ઘર બન્યું મંદિર

બાડમેર : રાજસ્થાનનાં બાડમેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પુજા કરતા  ગાયબ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમાચાર વિસ્તારમાં ફેલાઇ ગઇ, લોકો તેને ચમત્કાર કહીનેપુજા પાઠ કરવા લાગ્યા છે. સ્થિતી એવી છે કે મહિલાનાં ઘરને મંદિર બનાવી દેવામાં આવ્યું છે અને સેંકડો લોકો રોજ અહીં ચઢાવા લઇને પહોંચી રહ્યા છે. સાધુ-મહાત્મા પણ અહીં આવીને ધ્યાન સાધવા કરવા લાગ્યા છે. 

હિંદુ મહાસગાની માંગ ભારતીય કરન્સીમાં સાવરકરની તસ્વીર છાપવામાં આવે
તે રસપ્રદ કિસ્સો જિલ્લાનાં ગુડામાલાની વિસ્તારના રતનપુરાનો છે. 26 વર્ષીય લીલા દેવીનાં પરિજનોનો દાવો છે કે શનિવારે પોતાનાં રુમમાં હતા. અચાનક બંધ રૂમમાં અંદર જ ખરાબ થઇ ગયા. પરિવારજનોએ રૂમ ખોલ્યો આ રીમમાં નહોતા અને ત્યાં થોડીએવી રાખનો ઢગલો પડ્યો હતો. ઘરનાં લોકોએ જણાવ્યું કે, લીલા દેવી ખુબ જ પુજા પાઠ કરતા હતા અને પુજા કરતા જ તેઓ અંતર્ધ્યાન થઇ ગયા. 

મધ્યપ્રદેશ: ભાજપનાં ધારાસભ્યો સાંસદ બન્યા, તેમાં કોંગ્રેસને ફાયદો થયો !

'રામ રામ'નો જવાન નહી આપનાર વિદેશી નાગરિક પર ચાકુથી હુમલો
મહિલાના અંતર્ધ્યાન થયાનાં સમાચારો જોત જોતામાં ફેલાઇ ઘઇ અને સેંકડો લોકોનાં ટોળા એકત્ર થવા લાગ્યા. મહિલાનાં તેના ઘરને મંદિરમાં પરિવર્તિ કરી દેવામાં આવ્યું અને તે રૂમમાં પડેલા રાખના ઢગલાની લોકો પુજા કરવા લાગ્યા છે. અહીં રોજ સેંકડો લોકો દર્શન માટે પહોંચી રહ્યા છે. સાધુ- સંન્યાસી પણ અહીં આવીને ધ્યાન લોક કરવા લાગ્યા છે. 

UP: નજીમાબાદની મુખ્ય બજારમાં ધોળા દિવસે બસપા નેતા સહિત 2ની હત્યા
બીજી તરફ આ મુદ્દે પોલીસ મહિલાના ગાયબ થવાનો મામલો શંકાસ્પદ માની રહ્યા છે. ડેપ્યુટી એસપી પ્યારેલાલ મીનાએ જણાવ્યું કે, આ મુદ્દે મહિલાની ગુમ થયાની ફરિયાદ નોંધી તેની તપાસ ચાલી રહી છે.  મુદ્દો ધર્મ સાથે જોડાયેલો છે, એટલા માટે પોલીસ કડક પગલા લઇ શકે તેમ નથી. તેમણે કહ્યું કે, હાલનાં સમયમાં આ અસંભવ છે. કોઇ પુજા કરતા કોઇ અંતર્ધ્યાન થઇ જાય. મહિલા જરૂર ક્યાંક જતા રહ્યા હશે. મહિલાનાં પરિવારજનોએ કોઇ કેસ દાખલ નથી કર્યો છે, પરંતુ પોલીસ પોતાનાં સ્તરથી કાર્યવાહી કરી રહી છે.