VIDEO: શાહની રેલી બાદ ઘર્ષણ, BJP કાર્યકર્તાને લઇ જઇ રહેલ બસને આગ ચંપાઇ
તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં એક કાર્યાલયમાં તોડફોડની ઘટના બની જ્યારે ભાજપ કાર્યકર્તાઓને લઇ જઇ રહેલ વાહનોને આગ લગાવી દેવામાં આવી
કોલકાતા : પશ્ચિમ બંગાળના પૂર્વી મિદનાપુર જિલ્લામાં ભાજપ પ્રમુખ અમિત શાહની એક રેલી બાદ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં એક કાર્યાલયમાં તોડફોડની ઘટના થઇ જ્યારે ભાજપ કાર્યકર્તાઓને લઇ જઇ રહેલા વાહનોને આગને હવાલે કરી દેવામાં આવ્યા હતા.
CRPF અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ: 2 લાખનાં ઇનામી કમાન્ડર સહીત 5 ઠાર
બંન્ને પાર્ટીના સુત્રોએ જણાવ્યું કે, ઘર્ષણમાં ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે. જો કે પોલીસે તેની પૃષ્ટી નથી કરી. ભાજપે આરોપ લગાવ્યો કે જે બસોથી ભાજપ કાર્યકર્તાઓ રેલીથી પરત ફરી રહ્યા હતા તેના પર તૃણમુલ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ કથિત રીતે હૂમલો કર્યો અને તમામ બસોને આગ હવાલે કરી દીધી હતી.
માસ્ટર સ્ટ્રોક કહેવાતી લઘુત્તમ આવક યોજનાથી રૂ.1500 અબજનો બોજો, છતાં દેવામાફીથી સારી
શો માટે આગરા જઇ રહેલી પ્રખ્યાત સિંગરનુ માર્ગ દુર્ઘટનામાં મોત, બોલિવુડ શોકમગ્ન
રાજ્યમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, અમારા સમર્થકો જ્યારે અમિત શાહની રેલીથી પરત ફરી રહ્યા હતા તેમના પર તૃણમુલ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ હૂમલો કર્યો. આ શરમજનક છે. અમે તેની આલોચના કરીએ છીએ. તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુવેંદુ અધિકારીએ દાવો કર્યો કે ભાજપ રાજ્યની શાંતિ અને સ્થાયીત્વને ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.