નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના ચૂંટણી પ્રચાર માટે લાગેલા નેતાઓની બોલી હવે સૈનિકોના અપમાન કરવા પર પણ પહોંચી ગઇ છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની મહિલા ધારાસભ્યએ તેમના નિવેદનથી ના માત્ર દેશની સુરક્ષા દળોનું અપમાન કર્યું છે. પરંતુ આચાર સહિંતાની પણ ખુલ્લેઆમ મજાક ઉડાવી છે. પશ્ચિમ બંગાળની ચકદાહ બેઠકથી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના ધારાસભ્ય રત્ના ઘોષે કહ્યું કે, મહિલા મોર્ચાની કાર્યકર્તાઓ ઝાડુ ઉઠાવો અને સુરક્ષાદળોને દૂર ભગાડે. એટલું જ નહીં મમતા દીદીની આ મહિલા ધારાસભ્યએ ટીએમસી કાર્યકર્તાઓથી કહ્યું કે, ચૂંટણી ડ્યૂટી પર લાગેલા કેન્દ્રીય દળો પર હુમલો કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


PM મોદીએ ગુજરાતવાસીઓ પ્રતિ વ્યક્ત કરી સંવેદના, કમલનાથે કહ્યું- ‘તમે સમગ્ર દેશના પીએમ છો’


વર્ષ 2016ની ધારાસભ્ય ચૂંટણીનો ઉલ્લેખ કરતા રત્ના ઘોષે કહ્યું કે, અમે તે સમયે જોયું હતું કે, કઇ રીતે કેન્દ્રીય સુરક્ષાદળોએ આપણા કાર્યકર્તાઓને માર મારતા હતા. આજનો સમય પડકાર ભર્યો છે, પરંતુ ભયભીત થવાની કોઇ જરૂર નથી. હું દરેક બૂથ પર જઇશ અને અમને કેન્દ્રીય સુરક્ષા દળોની કોઇ ચિંતા નથી. જો સુરક્ષા દળો આપણને રોકે તો હું ટીએમસીપી મહિલા મોર્ચાની સભ્ય અપિલ કરુ છું કે, તેઓ ઝાડૂ લઇને તેમના પર હુમલો કરી તેમને ભગાડી દે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...