PM મોદીએ ગુજરાતવાસીઓ પ્રતિ વ્યક્ત કરી સંવેદના, કમલનાથે કહ્યું- ‘તમે સમગ્ર દેશના પીએમ છો’

પ્રધાનમંત્રી મોદીએ દુ:ખ વ્યક્ત કરતા કુદરતી આફત પર રાજકારણ શરૂ થઇ ગયું છે. માત્ર ગુજરાતમાં કુદરતી આફતથી પ્રભાવિત થયેલા લોકો માટે સહાયની જાહેરાત કર્યા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

PM મોદીએ ગુજરાતવાસીઓ પ્રતિ વ્યક્ત કરી સંવેદના, કમલનાથે કહ્યું- ‘તમે સમગ્ર દેશના પીએમ છો’

નવી દિલ્હી/ ઇન્દોર: મોડી રાત્રે ગુજરાત, રાજસ્થા, મધ્ય પ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે. જ્યારે દર્ઝનો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. દેશભરમાં આવેલી કુદરતી આફત પર પ્રધાનમંત્રી મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. બુધવાર સવારે પ્રધાનમંત્રી મોદીએ કુદરતી આફત પર દુ:ખ વ્યક્ત કરતા લખ્યું, ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનથી ઘમો દુ:ખી છું. બધા પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. તે દરમિયાન પ્રદાનમંત્રીએ ગુજરાતના લોકો માટે સહાય આપવાની જાહેરાત કરી હતી.

— Office Of Kamal Nath (@OfficeOfKNath) April 17, 2019

પ્રધાનમંત્રી મોદીએ દુ:ખ વ્યક્ત કરતા કુદરતી આફત પર રાજકારણ શરૂ થઇ ગયું છે. માત્ર ગુજરાતમાં કુદરતી આફતથી પ્રભાવિત થયેલા લોકો માટે સહાયની જાહેરાત કર્યા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. કમલનાથે કહ્યું કે નરેન્દ્ર મોદી માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશના પ્રધાનમંત્રી છે.

કમલનાથે ટ્વિટર પર વ્યક્ત કર્યો રોષ
પ્રદાનમંત્રી મોદી પર નિશાન સાધતા કમલનાથે તેમના ટ્વિટર પર લખ્યું, મોદી જી, તમે દેશના પીએમ છો ના કે ગુજરાતના, કમલનાથે લખ્યું, એમપીમાં પણ કમોસમી વરસાદ તેમજ તોફાનના કારણે આકાશી વીજળી પડવાથી 10થી વધુ લોકોના મોત થયા છે. પરંતુ તમારી સંવેદનાઓ માત્ર ગુજરાત સુધી સિમિત? ભલે અહીં તમારી પાર્ટીની સરકાર નથી પરંતુ અહીં પણ લોકો વસવાટ કરે છે.

મધ્ય પ્રદેશમાં 10થી વધુ લોકોના મોત
મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં સોમવાર રાત્રે અને મંગળવારે તાફોનની સાથે વરસાદ અને કરા થયા હતા. વીજળી પડવાથી 13 લોકોના મોત થયા છે. જ્યારે સીહોર જિલ્લાના આષ્ટામાં ચાલુ બાઇક પર વૃક્ષ ધરાશાયી થવાથી એકનું મોત થયું છે. ઇન્દોર જિલ્લામાં વીજળી પડવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોતા થયા છે. જગ્યાએ જગ્યાએ વરસાદ અને કરાથી ખેતરોમાં પાક અને મંડળીઓમાં ખુલ્લામાં રાખેલા હજારો ક્વિંટલ ઘઉં અને લસણ ખરાબ થઇ ગયા છે.

થોડીવાર પછી પીએમએ કરી બધા રાજ્યા માટે સહાયની જાહેરાત
કમલનાથના ટ્વિટ બાદ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રદાનમંત્રી કાર્યાલયથી સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું કે, મપ્ર, રાજસ્થાન, મણિપુર અને દેશના જુદી જુદી જગ્યાઓમાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં જીવન ગુમાવનારના પરિવારજનો માટે 2-2 લાખ રૂપિયાની સહાયને પીએમના રાષ્ટ્રી રાહત કોષમાંથી આપવામાં આવશે. આ ઉપરાંત ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news