મંગળસુત્ર અને સિંદુર સાથે સંસદમાં આવેલ નુસરત વિરુદ્ધ ફતવો, સાધ્વી પ્રાચી ભડક્યાં
સાધ્વી પ્રાચીએ કહ્યું કે, એક મુસ્લિમ યુવતી પોતાની ઇચ્છાથી સિંદુર અને મંગળસુત્ર પહેરે તો ફતવા બહાર પાડનાર મુસ્લિમ ધર્મગુરૂઓ લવજેહાદનાં નામે હિંદુ યુવતીઓને ફસાવી તેમને બુરખા પહેરાવે ત્યારે કેમ ચુપ હોય છે
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળણાં નવા ચૂંટાયેલા સાંસદ નુસરત જહાના મંગળસુત્ર પહેરીને સંસદમાં જવા મુદ્દો સતત ગરમાઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલુ થયા બાદ સહારનપુર ખાતેના ઉલેમાનું કહેવું છે કે શરીયત કોઇ વ્યક્તિના ખાનગી જીવમાં દખલ અંદાજી કરવા માટેની પરવાનગી આપતું નથી.
રાહુલ ગાંધીના કડક વલણ બાદ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓનાં રાજીનામા, મહારાષ્ટ્રમાં મોટુ ગાબડુ
કોઇને આ મુદ્દે કંઇ પણ કહેવાનો અધિકાર નથી.
તેઓ આ મુદ્દે જમીયત દાવતુલ મુસલિમીનનાં સંરક્ષણ અને પ્રસિદ્ધ આલિમ એ દીન કારી ઇસ્તહાક ગોરાનું કહેવું છે કે શરીયત ક્યારે પણ તેની પરવાનગી નથી આપતું કે કોઇ વ્યક્તિના અંગત જીવનમાં દખલઅંદાજી કરે. નુસરત પોતે મુસલમાન સમજે છેકે નહી તે પોતે જ જાણે અથવા તો અલ્લાહ સારી રીતે જાણતા હશે. પરંતુ આ મુદ્દે કોઇને કંઇ પણ કહેવાનો અધિકાર નથી.
છત્તીસગઢ: મદરેસાની લાલચે મુંબઇ લવાઇ રહ્યા હતા 13 બાળકો, તસ્કરીની આશંકા
વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ પહેલીવાર અમેરિકા જશે પાક.PM ઇમરાન
આજના સમયમાં દરેક વ્યક્તિ સમજદાર
તેમણે કહ્યું કે, હાલના સમયમાં દરેક વ્યક્તિ સમજદાર છે. તેને પોતાને ખબર છે કે તેણે શું ખોટુ કર્યું છે કે શું સાચુ. તે હકીકત છે કે માણસ પોતાનાં આમાલથી ઇસ્લામમાં રહે છે અને પોતે જ પોતાની રહેવાની પદ્ધતીથી જ ઇસ્લામને ઠુકરાવે છે. શરીયતમાં આવ્યું છે કે ઇસાનનાં પોતાના આમાલ તેના પોતાની તથા અલ્લાહની દરમિયા (વચ્ચે) રહે છે.
પહેલુ ખાન સામે ચાર્જશીટ, CM ગેહલોતે કહ્યું-જરૂર પડી તો ફરીથી તપાસ કરાવીશું
શું છે સમગ્ર મુદ્દો
હાલમાં જ પશ્ચિમ બંગાળની યુવા સાંસદ નુસરત જહાંએ જૈન રીતિ રિવાજ અનુસાર પોતાનાં મિત્ર નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. પહેલીવાર તે સંસદમાં પહોંચીને માંગમા સિંદુર અને ગળામા મંગળસુત્ર પણ હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. ત્યારે દેવબંધના ધર્મગુરૂઓ દ્વારા તેની વિરુદ્ધ ફતવો બહાર પડાયો છે. દેવબંધના ગુરૂઓનું કહેવું છે કે મુસ્લિમ યુવતીઓ માત્ર મુસ્લિમ યુવક સાથે જ લગ્ન કરી શકે છે. તેણે જે પહેરવેશ પહેર્યો છે તે ઇસ્લામની વિરુદ્ધ છે.
કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરી હત્યાકાંડમાં મહિલા સહિત 2ની ધરપકડ, મુખ્ય આરોપીની શોધ ચાલુ
જો કે આ મુદ્દે નુસરતનો બચાવ કરતા માટે ભાજપના સાંસદ સાધ્વી પ્રાચી તેમની પડખે આવ્યા. તેણે મુસ્લિમ ધર્મગુરૂઓની ઝાટકણી કાઢી હતી. સાધ્વી પ્રાચીએ કહ્યું કે, જો કોઇ મુસ્લિમ મહિલા હિંદુ સાથે લગ્ન કરીને બિંદી લગાવે, મંગળસુત્ર પહેરે તો મુસ્લિમ ધર્મગુરૂઓ તેને હરામ ગણાવે છે. મને તેમની બુદ્ધી પર તરસ આવે છે. જો કે મુસ્લિમ પુરૂષો હિંદુ યુવતીઓને લવ જેહાદના નામે ફસાવે છે તેમને બુરખા પહેરાવે છે, ત્યારે તે હરાન નથી થતું. સાધ્વીએ કહ્યું ફતવા જ બહાર પાડવા હતા તો ત્રિપલ તલાક વિરુદ્ધ પાડો, પરંતુ તેમણે મંગળસુત્ર પહેરેલી નુસરત વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો.