નવી દિલ્હી : તૃણમુલ કોંગ્રેસને વધારે એક ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળની ભાટાપારા સીટથી તૃણમુલ કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન સિંગે ગુરૂવારે ભાજપનો હાથ પકડી લીધો હતો. અર્જુન સિંહ ભાજપ હાઇકમાન્ડમાં પાર્ટીના પશ્ચિમ બંગાળનાં પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને વરિષ્ઠ નેતા મુકુલ રોયની હાજરીમાં ભાજપનો સમાવેથ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત ચીની માલ પર પ્રતિબંધ લગાવે તો ડ્રેનનું રૂંવાડુ પણ ન હલે ? દુધનું દુધ પાણીનું પાણી

ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળના ભાટાપાર સીટથી તૃણમુલ કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન સિંહનો ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે. સુત્રો અનુસાર તેઓ દિનેશ ત્રિવેદીને તૃણમુલ કોંગ્રેસ દ્વારા બૈરકપુર લોકસભા સીટના ઉમેદવાર બનાવવાથી તેઓ નાખુશ છે. 


લોકસભા ચૂંટણી: આ સેક્સી અભિનેત્રીને ટીકિટ આપી 'દીદી'એ ભાજપને દોડતું કર્યું

વાત જાણે એમ છે કે આ સીટથી સ્વયં ચૂંટણી લડવા માંગતા હતા. નારાજગીમાં તેમણે પાર્ટી સાથે સંબંધ તોડીને ભાજપમાં જવાનો નિર્ણય કર્યો હતો. આ અગાઉ મંગળવારે તૃણમુલ કોંગ્રેસના હાંકી કઢાયેલા સાંસદ અનુપમ હાજરા અને પશ્ચિમ બંગાળનાં બે વર્તમાન ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા હતા. 


રાફેલ ડીલ: સુપ્રીમમાં એટોર્ની જનરલે કહ્યું CAG રિપોર્ટમાંથી 3 પેજ થયા છે ગાયબ

હાજરાએ 2014નાં લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળનાં બોલપુરથી જીત પ્રાપ્ત કરી હતી. હાજરાના તૃણમુલ કોંગ્રેસનાં પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે જાન્યુઆરીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. બગદાથી કોંગ્રેસ ધારાસભ્ય દુલાલ ચંદ્ર બર અને હબીબપુરથી માકપા ધારાસભ્ય ખગેન મુર્મૂ પણ ભાજપમાં જોડાયા હતા. આ ત્રણેય નેતાઓ ઉપરાંત બંગાળથી એક લઘુમતી સમુદાયના અલગ અલગ સભ્યોએ ભાજપનો હાથ પકડી લીધો હતો. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ ભાજપમાં જોડાયા આ નેતાઓને ગદ્દાર ગણાવ્યા હતા.