કોલકાતા (સોમા): પશ્ચિમ બંગાળમાં જગ્યા-જગ્યા પર હિંસા રોકાવવાનું નામ લઇ રહી નથી. પશ્ચિમ બંગાળમાં શુક્રવારે મુર્શિદાબાદના ડોમકલમાં કુચિયામોડા ગામમાં બે પક્ષોમાં ફરી એકવાર હિંસા જોવા મળી હતી. ડોમકલમાં મોડી રાત્રે બોમ્બ બ્લાસ્ટ અને ફાયરિંગના કારણે ત્રણ લોકોના મોત થયા છે. શુક્રવારની રાત્રે મુર્શિદાબાદમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના બે કાર્યકર્તાઓનું બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું છે. ટીએમસી કાર્યકર્તા ખૈરુદ્દીન શેખ અને સોહેલ રાણાના ઘર પર હુમલાખોરે બોમ્બથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બંનેનું મોત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- Live: બંગાળમાં 800 ડોક્ટરોનું રાજીનામું, દિલ્હીમાં હડતાળને સમર્થન


ઘરમા સુઈ રહ્યા હતા લોકો અને થયો બ્લાસ્ટ
ન્યૂઝ એજન્સી ANIથી વાતચીત દરમિયાન ખૈરુદ્દીનના પુત્ર મિલાન શેખે જણાવ્યું કે, અમે લોકો સુઇ રહ્યાં હતા કે અચાનક ઘરમાં બ્લાસ્ટ થયો. જેમાં મારા પિતાનું મોત થયું છે. તેણે વધુમાં જણાવતા કહ્યું કે, થોડા દિવસ પહેલા મારા કાકાનું પણ મોત થયું હતું. તેની પાછળ કોંગ્રેસનો હાથ છે.


આજે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની અધ્યક્ષતા કરશે PM મોદી, મમતા બેનરજી નહીં થાય સામેલ


સતત થઇ રહી છે હિંસા
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી બાદ બંગાળમાં રાજકીય હિંસા રોકાવાનું નામ લીઇ રહી નથી. અહીં અત્યાર સુધીમાં લગભગ 10 રાજકીય કાર્યકર્તાઓની હત્યા થઇ ગઇ છે. અત્યાર સુધી જેટલા પણ કિસ્સા સામે આવ્યા છે તેમાં ભાજપ અને તૃણમૂલના કાર્યકર્તાઓ વચ્ચે હિંસાના સમાચાર સામેલ છે. આ પહેલો કિસ્સો છે જ્યાં તૃણૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓની વચ્ચે હિંસાના સમાચાર આવ્યા છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...