Corona પર નિયંત્રણ માટે સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને લખ્યો પત્ર, ભીડ પર અંકુશ લગાવવા કહ્યું
પર્યટન સ્થળો તથા બજારોમાં બેદરકાર ઉમટી રહેલી ભીડ પર કેન્દ્રએ કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભીડવાળી જગ્યાઓ પર અંકુશ લગાવવા પર ભાર મુક્યો છે.
નવી દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક, રસીકરણ અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની રણનીતિ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરીયાત પર ભાર આપ્યો છે કારણ કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રતિબંધોમાં છૂટ મળી રહી છે.
પર્યટન સ્થળો તથા બજારોમાં બેદરકાર ઉમટી રહેલી ભીડ પર કેન્દ્રએ કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ભીડવાળી જગ્યાઓ પર અંકુશ લગાવવા અને કોરોના પ્રોટોકોલને લાગૂ કરવા માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું છે.
બંગાળમાં 'કાયદાનું રાજ' નહીં, 'શાસકનો કાયદો' ચાલી રહ્યો છેઃ NHRC રિપોર્ટ
દેશમાં ફરી વધ્યા કોરોના કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 41,806 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,09,87,880 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 39,130 દર્દી રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,01,43,850 થઈ છે. હાલ દેશમાં 4,32,041 દર્દીઓ સારવાર હેઠળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube