• આજે અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન TMCના ધારાસભ્ય સુવેંદુ અધિકારી ભાજપમાં જોડાશે

  • મિશન બંગાળ માટે ભાજપે ઉતારી કેન્દ્રીય નેતાઓની ફોજ બંગાળમાં ઉતારી છે


ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. મમતાના ગઢમાં ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) રોડ-શો યોજશે અને વિશાળ જનસભાને સંબોધન પણ કરશે. આ ઉપરાંત અમિત શાહ ખેડૂત અને ગાયક પરિવારને ત્યાં ભોજન પણ કરશે. પશ્ચિમ બંગાળમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આજે અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન TMCના ધારાસભ્ય સુવેંદુ અધિકારી ભાજપમાં જોડાશે. સુવેંદુ અધિકારી નંદીગ્રામથી તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય છે અને તેઓ મમતા બેનરજીની સરકારમાં પરિવહનમંત્રી હતા. તેઓ 15મી અને 16મી લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. સુવેંદુ અધિકારીએ 2007માં ટીએમસીની નંદીગ્રામ ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તેના કારણે પાર્ટીને ડાબેરી મોરચાને સત્તામાંથી ઉખેડવામાં મોટી મદદ મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશન બંગાળ માટે ભાજપે ઉતારી કેન્દ્રીય નેતાઓની ફોજ બંગાળમાં ઉતારી છે. ભાજપે મંત્રીઓ અને નેતાઓને બંગાળમાં અલગ-અલગ મોરચે તૈનાત કર્યા છે. ભાજપના નેતાઓને 6થી 7 સંસદીય ક્ષેત્રોની જવાબદારી સોંપવામાં આવી છે. ગજેન્દ્રસિંહ શેખાવત, સંજીવ બલિયાન અને પહલાદ પટેલને જવાબદારી અપાઈ છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે.


પશ્ચિમ બંગાળ વિધાનસભા ઈલેક્શન 2021 માટે ભાજપ સતત ખુદને રાજ્યમાં મજબૂત કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે. ગૃહમંત્રી અમિત શાહા મોડી રાત્રે કોલકાત્તા એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં બીજેપી નેતાઓએ તેમનુ સ્વાગત કર્યું હતું. આજે કોલકાત્તામાં રામકૃષ્ણ મિશન જઈને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપશે. તેના બાદ પશ્ચિમી મિદનાપુરમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. અમિત શાહ આજે મિદનાપુરમાં સિદ્ધેશ્વરી અને મહામાયા મંદિરમાં પૂજા કરશે. 


અમિત શાહનું આજનું શિડ્યુલ


  • આજે સવારે સવા દસ વાગ્યે રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપશે

  • તેના બાદ તેઓ હેલિકોપ્ટરથી મિદનાપુર જવા રવાના થશે

  • બપોરે સાડા બાર વાગ્યા અમિત શાહ સિદ્ધેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરશે

  • તેના બાદ અંદાજે સવા એક વાગ્યે તેઓ દેવી મહામાયા મંદિરમાં પૂજા કરશે

  • બપોરે દોઢ વાગ્યે તેઓ બેલીજુરી ગામમાં એક ખેડૂતના ઘરે ભોજન કરશે

  • બપોરે અઢી વાગ્યે તેઓ મિદનાપુરમાં એક જનસભા સંબોધશે