નવી દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારમાં જન સુરાજને લઇને પોતાના પ્લાનનો ખુલાસો કરી દીધો છે. તેમણે નવી પાર્ટીની જાહેરાત તો નથી કરી પરંતુ તેમને નકારી પણ નથી. પ્રશાંત કિશોરે કહ્યું કે, તે બિહારના લોકો માટે કામ કરશે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ પ્રશાંત કિશોર દ્વારા કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો હતો. છેલ્લાં કેટલાંય સમયથી પ્રશાંત કિશોરના આગામી નિર્ણયને લઇને ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. ત્યારે આજે ઝી મીડિયા દ્વારા પ્રશાંત કિશોરનો ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યો છે. જેમાં બિહારમાં આવવાની યોજના પાછળ એક નવી રાજનૈતિક વ્યવસ્થા ઉભી કરવા માટે જણાવીને ખળભળાટ મચાવ્યો છે. જેમાં યોગ્ય લોકો, યોગ્ય વિચાર અને સામૂહિક પ્રયત્નોથી સત્તામાં પરિવર્તન આવતું હોય તો ત્યાં અટકવું ન જોઈએ તેમ પ્રશાંત કિશોરે જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશાંત કિશોરે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ કે, તે બિહારના લોકોને મળશે અને તેમની સાથે વાત કરશે. તેમણે 2 ઓક્ટોબરથી બિહારમાં 3000 કિલોમીટરની પદયાત્રાની જાહેરાત કરી છે, જેની શરુઆત 2 ઓક્ટોબરે પશ્વિમી ચંપારણથી થશે. સમગ્ર દેશમાં બિહાર સૌથી નીચા રેન્ક પર છે. સ્વાસ્થ્યથી લઈને રોજગાર અને શિક્ષણમાં પણ બિહારની હાલત ખૂબ જ ખરાબ છે. આ હું નથી કહી રહ્યો, પરંતુ ભારત સરકારના આંકડા કહી રહ્યા છે.


Shringar Gauri Puja: જ્ઞાનવાપી વિવાદ વચ્ચે વારાણસીથી સામે આવ્યો માતા શ્રૃંગાર ગૌરીની પૂજાનો એક્સક્લુઝિવ VIDEO


તમે કોને જન સુરાજ માનો છો? આ સવાલનો જવાબ આપતા પ્રશાંત કિશોરે જણાવ્યું છે કે દરેક પક્ષ કે વ્યક્તિ કહે છે કે હું જે કહું છું તે સુરાજ છે, કોઈ ગુજરાત મોડલને સુરાજ કહે છે, કોઈ કહે છે કે દિલ્હીમાં સુરાજ છે, કોઈ કહે છે કે બિહારમાં સુરાજ છે, હું કહું છું. જે જનતાના ધોરણો પર ઊભો રહે છે, તે સુરાજ છે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જો તેનો લાભ હરોળમાં ઊભેલા છેલ્લા વ્યક્તિ સુધી ન પહોંચે તો તે સુરાજ નથી.


બિહારમાં અમુક રસ્તાઓ બન્યા..વીજળી આવી છે, પરંતુ ગામમાં શાળા નથી, હોસ્પિટલમાં ડૉક્ટર નથી તો શું સુશાસન...અમે જન સુશાસન નામ રાખ્યું છે એટલે કે લોકોના હિસાબથી જે ગુડ ગવર્નેંસ હોય તેણે ગુડ ગવર્નેંસ માનવામાં આવે.. પ્રજાના હિસાબે સુશાસન હોવું જોઈએ.


'ક્યારેક ભારતને પાકિસ્તાન કહે છે, ક્યારેક ભારતને યુક્રેન... પણ હિન્દુસ્તાનને હિન્દુસ્તાન સમજવા તૈયાર નથી'


તેમણે જણાવ્યું હતું કે, અમારો સમગ્ર પ્રયાસ છે કે નવી રાજકીય વ્યવસ્થા બનાવવાનો છે, યોગ્ય લોકો, યોગ્ય વિચારસરણી, સામૂહિક પ્રયાસ, તેના પર આધારિત છે. બિહારમાં યોગ્ય વ્યક્તિ તે છે જે અહીંની ધરતી સાથે સંબંધિત છે, જેનું ભવિષ્ય બિહારની સમૃદ્ધિ અને દુર્દશા સાથે જોડાયેલું છે, યોગ્ય વ્યક્તિ તે છે જે બિહારને બદલવાનો જુસ્સો ધરાવે છે. બિહારનું પછાતપણું કોઈ એક પક્ષને કારણે નથી, બિહાર 60ના દાયકાથી પાછળ જઈ રહ્યું છે, રાજકીય અસ્થિરતા પણ એક કારણ છે.


પ્રશાંત કિશોરે ઉમેર્યું હતું કે, લાલૂ યાદવની પાર્ટી જણાવી રહી છે કે બિહારમાં સામાજિક ન્યાય થયો છે. નીતિશે વિકાસ કર્યો, લાલૂ જણાવી રહ્યા છે કે હજુ પણ બિહાર પછાત રાજ્ય છે, દેશમાં બેરોજગારી હોય, ભૂખમરો હોય કે સ્થળાંતર હોય, એ વાત સાચી છે કે બિહારમાં નવી વિચારસરણીની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, બિહારને વિશેષ દરજ્જાથી આખી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. નીતિશ કુમાર હજી સુધી વિશેષ દરજ્જો કેમ નથી લઈ શક્યા, વિશેષ દરજ્જાની માંગને લઈને PM સાથે કેટલી વખત બેઠક થઈ હતી, માત્ર ખાના પૂરતી જ છે, 2013 પછી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.


કોંગ્રેસ 'પાર્ટીની હાલત વાદળ ફાટવા જેવી', શિવસેનાએ કહ્યું- 'સુનીલ જાખડ' અને 'હાર્દિક પટેલે' કેમ છોડી પાર્ટી?


પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં એક બેઠક માટે એક કલાકની બેઠક હોય છે, પરંતુ ચોક્કસ રાજ્ય માટે દિલ્હીમાં કેમ નથી બેસતા? નીતીશ કુમારે બિહારમાં જે ઝડપે વધવો જોઈએ તે ઝડપી કરેલો વિકાસ પૂરતો નથી. બિહારનો તે રીતે વિકાસ થયો નથી. સાત નિર્ધારણની કલ્પના કરવામાં આવી હતી, સાત નિર્ધારણ યોજનામાં બેરોજગારી ભથ્થાની વાત કરવામાં આવી હતી. જો પટનામાં ગલી ગલીની સ્થિતિ સારી નથી તો બાકીના બિહારની સ્થિતિ શું હશે?


પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, 3 મહિનામાં સાત નિર્ણયો પર શ્વેતપત્ર લાવશે. સાત નિશ્ચય યોજના હાલ બિહારમાં નિષ્ફળ છે. બિહારમાં દિલ્હી કરતાં ઓછી વીજળીનો વપરાશ છે. જો નીતીશ કુમારે વીજળી અને રસ્તા આપ્યા છે તો બિહારની જનતા પર કોઈ ઉપકાર નથી કર્યો. જનતાએ તેમને 17 વર્ષ સુધી મુખ્યમંત્રી બનાવ્યા છે. 


પ્રશાંત કિશોરને નીતિશ કુમાર સાથે કેવા સંબંધ છે, તેના પર વાત કરતા જણાવ્યું હતું કે, હાલ સારા સંબંધો છે. સૌજન્ય રૂપે નીતિશ કુમારને દિલ્હીમાં મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 30 વર્ષમાં સામાજિક ન્યાય અને વિકાસ થયો પરંતુ હજુ પણ બિહારની હાલત ખરાબ છે. બિહારમાં સામૂહિક પ્રયાસોથી જ સુશાસન આવશે. બિહારના લોકો સાથે મળીને બેસીએ. જો પક્ષ બનશે તો પાર્ટી બનાવીશું. આગામી 15 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ બનાવીશું. બિહારમાં જો 100 સારા ધારાસભ્યો બનશે ત્યારે વ્યવસ્થા બદલાશે. જો રાજ્યમાં એક સાચો માર્ગદર્શક મળશે તો તેનાથી વ્યવસ્થા બદલાશે. એક પક્ષ એક વ્યક્તિ બદલવાથી વ્યવસ્થા બદલાશે નહીં.


રાહુલ ગાંધીએ પાકિસ્તાન સાથે કરી ભારતની તુલના, કહ્યું- 'ભારતમાં સ્થિતિ સારી નથી, ભાજપે ચારેબાજુ કેરોસિન છાંટીને રાખ્યું છે'


પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના આદર્શથી હું આઝાદી પહેલા કોંગ્રેસથી પ્રેરિત છું, કોંગ્રેસમાં જે વ્યવસ્થા હતી તેમાં તમને તમારી ક્ષમતા મુજબ કંઈક કરવાનો મોકો મળતો હતો. આઝાદી પહેલા કોઈ પરિવાર અને જ્ઞાતિનો પક્ષ નહોતો. ભારતની લોકશાહીમાં પરિવારવાદ ચાલી રહ્યો છે. સચ્ચાઈ ખોવાઈ ગઈ છે. મોટાભાગના પક્ષો પરિવારની આસપાસ ચાલે છે. તેથી જ હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે જો તમે સાથે આવો તો તે થઈ શકે છે. જો કોંગ્રેસને બદલવી હશે તો આઝાદી પહેલાનું કોંગ્રેસનું મોડલ લાવવું પડશે. મહાત્મા ગાંધીની ઈચ્છા ન હોવા છતાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડ્યા. 


પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું હતું કે, મારો પ્રયાસ પણ બિહારમાં નવી સિસ્ટમ બનાવવાનો છે. બિહાર રાજકીય રીતે પ્રબુદ્ધ લોકોનું સ્થાન છે, તેથી હું બિહારથી શરૂઆત કરવા માંગુ છું. બિહાર એક નવી રાજનૈતિક વ્યવસ્થાનું કેન્દ્ર બનશે. માત્ર બે પક્ષો સાથે આવવાથી ચૂંટણી ન જીતી શકાય. જો 2015માં નીતિશનો ચહેરો ન હોત તો સુશાસનની વાત ન હોત, સાત નિર્ધારની વાત ના હોત તો શું બિહાર ચૂંટણી જીતી શક્યું હોત. 2015ની બિહારની ચૂંટણી બાદ સમગ્ર દેશમાં મહાગઠબંધન માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે સફળ ન થયું. માત્ર જાતિના સમીકરણથી ચૂંટણી જીતી શકાય નહીં. બિહારમાં માત્ર જાતિના નામે વોટ નથી, મોદીજીની કેટલી જાતિ બિહારમાં છે? કોંગ્રેસ મોટી પાર્ટી છે. તેમણે મને બોલાવ્યો તેના માટે કોંગ્રેસની ખાનદાની. મેં કોંગ્રેસને જણાવ્યું છે કે કોંગ્રેસ કેવી રીતે મજબૂત બની શકે છે. 


રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર ભાવુક થયા રાહુલ, પિતાને યાદ કરીને લખ્યો ઈમોશનલ મેસેજ, PM મોદીએ કર્યું ટ્વીટ


પ્રશાંત કિશોરે જણાવ્યું છે કે, એક વાત જ્યાં અટકી ગઈ કે એમ્પાવર્ડ ગ્રૂપ બનાવવાની વાત થઈ રહી છે, હું ઈચ્છતો હતો કે તે કોંગ્રેસના બંધારણ હેઠળ બને પરંતુ કોંગ્રેસે કહ્યું કે અમે એક ઓર્ડરને મંજૂરી આપીશું જે CWC અથવા કોંગ્રેસ અધ્યક્ષ પાસ કરશે અને તેના આધાર પર બનાવવામાં આવશે. મારી ચિંતા એ હતી કે કોંગ્રેસ અંદરોઅંદર બીજી બોડી બનાવશે તો અંદરોઅંદર બોલાચાલી થશે. અત્યારે જે વ્યવસ્થા તેના અનુરૂપ જ બનાવીશું.


પ્રશાંત કિશોરે બિહારમાં પોતાના પ્લાન પર જણાવ્યું હતું કે, અમે બે તબક્કામાં કામ કરીશું.  પ્રથમ તબક્કામાં અમે બિહારના દરેક શહેરોમાં જઈને મળીશું, જ્યારે બીજા તબક્કામાં અમે 3 હજાર કિલોમીટરની યાત્રા કરીશું, લોકોની વચ્ચે જઈશું અને તેમને સમજાવીશું કે સામૂહિક પ્રયાસથી જ પરિવર્તન આવશે. એટલા માટે જન સુશાસન સાથે જોડાવ અને અમે રોકાયા વિના પદયાત્રા કરીશું. 


તેમણે ઉમેર્યું હતું કે, તેજસ્વી યાદવ મોટા ગજાના નેતા છે. પરંતુ પ્રશાંત કિશોરને ચૂંટણી પરિણામના દિવસે જ લોકો નોટિસ કરે છે. બિહારને બદલવા માટે રાજનૈતિક વ્યવસ્થા બદલવાની જરૂરિયાત છે. બિહારમાં ચૂંટણી કેમ્પેઈન કોવિડના કારણે રોકાયું. હવે ફરીથી શરૂ કરી રહ્યા છીએ. બિહારમાં ઘણું બધું થયું છે પરંતુ તેમ છતાં પછાત છે. બિહારને વિકાસ માટે ખૂબ ઝડપથી ભાગવું પડશે. જ્યારે નીતિશ કુમારની સાથે હતા ત્યારે પિતા પુત્ર જેવો સંબંધ હતો. હવે સાથે આવવાથી મારાથી નીતિશ કુમારને મુશ્કેલી થશે.


બિહારમાં કૃદરત રૂઠી!! ભારે વરસાદ અને વાવાઝોડા બાદ વીજળી ત્રાટકી, 16 જિલ્લામાં 33 લોકોએ ગુમાવ્યા જીવ


તેમણે જણાવ્યું હતું કે, નીતિશ કુમારનું કદ હવે ઓછું થયું છે જે 2014માં જે નીતિશ કુમારનું કદ હતું તે હવે રહ્યું નથી. જ્યારે મેં ચૂંટણી લગતું કામ શરૂ કર્યું ત્યારે કોઈ નહોતું કહેતું કે આવું પણ થતું હશે પરંતુ હવે તમામ લોકો વિશ્વાસ કરી રહ્યા છે. 2014 પહેલા કેટલા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. હવે પ્રમુખ ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ થાય છે.


પ્રશાંતે વધુમાં કહ્યું કે, મારી પાસે જે પણ છે તે હું સંપૂર્ણપણે બિહારને સમર્પિત કરું છું. હું જઈશ અને બિહારના લોકોને મળીશ અને તેમનો દૃષ્ટિકોણ સમજીશ. રાજ્યની દશા અને દિશા બદલવા માટે એક નવા રાજકીય પક્ષની જરૂર છે તે અંગે પણ તેઓ સહમત જણાતા હતા, જોકે તેમણે આને લગતી કોઈ જાહેરાત કરી નથી.


પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, બંગાળ અને તમિલનાડુ ચૂંટણી પછી મન બનાવી લીધું હતું કે હવે મેનેજમેન્ટ માટે કામ નહીં કરે, કંઈક નવું કરીશ. જેના કારણે આ મંચ બની જશે, તે દિવસે  બિહારના વિકાસની બ્લૂ પ્રિન્ટ રાખીશું અને જનતાને દેખાડીશું. તેમણે જણાવ્યું કે, આજકાલ લોકો ક્રિકેટ, ચેસ, બેડમિન્ટર રમે છે. વિદ્યાર્થી જીવનમાં ઘણી બધી ફિલ્મો જોવે છે, મેં પણ તે સમયગાળામાં દરેક ફિલ્મ જોઈ છે. અમે સ્ટ્રેસથી ગભરાતા નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube