ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે ગુરૂગોવિંદસિંહની 354મી જન્મ જ્યંતિ મનાવાઈ રહી છે. ગુરૂગોવિંદસિંહ જ્ઞાન, સૈન્ય ક્ષમતા અને વિઝનનો સમનવય છે. તેમનું સંપૂર્ણ જીવન લોકોની સેવા માટે સમર્પિત હતું. તેમના વિચાર અને શિક્ષાઓ આજે પણ લોકો માટે પ્રેરણારૂપ છે. ધાર્મિક સામાજિક ચેતનાના પૂંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા, મહાન કવિ, રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી મીટવાની ભાવના જગાડનાર, સર્વવંશદાની એવા શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજી છે. ગુરૂ ગોવિંદસિંહની માતાનું નામ ગુજરી હતું. તેમના પિતાનું નામ ગુરુ તેગ બહાદુર હતું. તેમની 3 પત્ની હતી માતા જીતો, માતા સુંદરી અને માતા સાહિબ દેવન. તેમના 4 સંતાનો હતાં- અજીત સિંહ, જીઇહાર સિંહ, જોરાવર સિંગ, ફતેહ સિંહ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનમાં રહીને 7 વર્ષ સુધી જેણે ભારત માટે કરી જાસૂસી, એવા જેમ્સ બોન્ડની રોચક કહાની


ગુરૂ ગોવિંદસિંહનો જન્મ થયો ત્યારે લુધિયાણાના મુસ્લિમ પીર ભીખનશાહે પશ્ચિમને બદલે પૂર્વ તરફ મુખ રાખી સિજદા કરી અને આ અવતારી બાળકનાં દર્શન કરવા નીકળી પડયા. તે પટના પહોંચ્યા ત્યારે ગોવિંદરાય માત્ર તેર દિવસના હતા. ભીખનશાહે તેમની પાસે માટીના બે કુંજા રાખ્યા. જે બે કોમના પ્રતીક હતા. બાળક ગોવિંદરાયે બંને કુંજા પર પોતાના નાના નાના સુંદર હાથ મૂકયા. ભીખનશાહે સૌને વધામણી આપી આ તો સૌના ગુરુ આવ્યા છે. આમ, ગોવિંદરાયે જન્મથી જ ધાર્મિક રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો. માત્ર નવ વર્ષના હતા ત્યારે કાશ્મીરી પંડિતોનાં સમગ્ર દેશની પ્રજાના ધર્મના રક્ષણ માટે પિતાને બલિદાન આપવા પ્રેરણા આપી. જયારે તેમને ખાતરી થઈ કે માત્ર ભકિત કે બલિદાન દ્વારા ધર્મનું રક્ષણ નહીં થઈ શકે ત્યારે ભકિત સાથે શકિતનો સુમેળ સાઘ્યો અને એક એવી પ્રજા તૈયાર કરવાની શરૂઆત કરી જે અન્યાય અને અત્યાચારનો સામનો પૂરી શૂરવીરતાથી કરે.  દેશની ભીરુ પ્રજાને શૂરવીરતાના પાઠ ભણાવવા તેમણે એલાન કર્યું. તેમનું મૃત્યું 7 ઓક્ટોમ્બર 1708માં થયું હતું.

ગુરૂ ગોવિંદસિંહની 10 વાતો તમે તમારા જીવનમાં ઉતારી લો તો નિશ્ચિત તમને તમારા જીવનમાં સફળતા મળશે.

1. ધર્મ દી કિરત કરની-
પોતાના જીવનમાં ઈમાનદારી પૂર્વ કામ કરતા રહેવું


2. દસવંડ દેના-
પોતાની કમાણીનો 10મો ભાગ દાનમાં આપવો

3.ગુરૂબાની કંઠ કરની-
ગરૂબાનીને મોઢે કરી લેવી


4. કમ કરન વીચ દરીદાર નહીં કરના-
ખૂબ મહેનતથી પોતાનું કામ કરવું અને કામ અંગે લાડ લડાવશો નહીં


5.ધન,જવાની,તૈ કુલ જાત દા અભિમાન નૈ કરના-
પોતાની જવાની,જાતિ અને ધર્મ પર ક્યારેય અભિમાન કરવું નહીં


6.દુશ્મન નાલ સામ, દામ, ભેદ, અદિક ઉપાય વર્તને અતે ઉપરાંત યુદ્ધ કરના-
દુશ્મન સાથે યુદ્ધ કરતા પહેલાં સામ, દામ, દંડ, ભેદનો સહારો લો અને અંતિમ તબક્કામાં જ આમને-સામને યુદ્ધ કરવું.


7.કીસી દિ નિંદા,ચુગલી,અતૈ ઈખા નૈ કરના-
કોઈની ચુગલી અને નિંદાથી બચો અને કોઈની ઈર્ષા કરવાની જગ્યાએ મહેનત કરો.


8. પરદેસી, લોખાન, દુખી, ઇપંગ, માનુખ દિ યથાશત્ક સેવા કરની-
કોઈ પણ વિદેશી નાગરિક, દુખી વ્યક્તિ, વિકલાંગ અને જરૂરીયાતમંદ લોકોની મદદ જરૂર કરવી


9. બચન કરકૈ પાલન-
તમે કરેલા વાયદાને પૂર્ણ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરો.


10. શસ્ત્ર વિદ્યા અતૈ ઘોડે દી સવારી દા અભ્યાસ કરના-
પોતાને સુરક્ષિત રાખવા હથિયારો અને ઘોડેસવારીનો અભ્યાસ કરો. આજના સંદર્ભમાં નિયમિત કસરત કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube