સુરક્ષા મુદ્દે જેની સલાહ વિના PM મોદી પણ નથી લેતાં કોઈ નિર્ણય, એવાં ભારતના 'જેમ્સ બોન્ડ'નો આજે જન્મદિવસ
ઝી બ્યૂરો, અમદાવાદઃ પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના અજીત ડોભાલ માસ્ટરમાઈન્ડ છે. અજીત ડોભાલ અનેક એવા કારનામાઓને અંજામ આપી ચુક્યા છે, જેની આગળ જેમ્સ બોન્ડ પણ ફિક્કા પડી જાય. ડોભાલ વેશ બદલીને સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં રહી ચુક્યા છે. એકવાર તો તેઓ પકડાઈ જવાની કગાર પર હતા, પરંતુ બચી ગયા હતા. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને દેશી જેમ્સ બોન્ડ કહેવાતા અજીત ડોભાલનો આજે જન્મદિવસ છે. ભારતની સુરક્ષાને મજબૂત કરવામાં અને દુશ્મન દેશોનો ધૂળ ચટાડવામાં અજીત ડોભાલનો મોટો હાથ છે. પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના અજીત ડોભાલ માસ્ટરમાઈન્ડ છે. અજીત ડોભાલ અનેક એવા કારનામાઓને અંજામ આપી ચુક્યા છે, જેની આગળ જેમ્સ બોન્ડ પણ ફિક્કા પડી જાય. ડોભાલ સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં વેશ બદલીને રહી ચુક્યા છે. એકવાર તો તેઓ પકડાઈ જવાની કગાર પર હતા, પરંતુ બચી ગયા. એકદમ સરળ અને ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ ધરાવતા અજીત ડોભાલના જન્મદિવસે જાણીએ તેમના આવા જ કેટલાક કિસ્સાઓ...
સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટરમાઈન્ડ હતાં અજીત ડોભાલ
નાપાક પાકિસ્તાને ભારતીય સેનાના જવાનો પર કાયરતા પૂર્વક હુમલો કર્યો હતો. જેની દેશ અને દુનિયાભરમાં ટીકા થઈ હતી. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદીના વડપણ હેઠળ પાકિસ્તાનને સબક શિખવાડવા માટે મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી. એ પછી પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના અજીત ડોભાલ માસ્ટરમાઈન્ડ હતાં.
અર્થશાસ્ત્રના વિદ્યાર્થી બની ગયા જાસૂસ!
ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં 10 જાન્યુઆરી, 1945ના દિવસે અજીત ડોભાલનો જન્મ થયો હતો. અજીત ડોભાલે આગરા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. ભણવામાં ખૂબ જ તેજસ્વી અને અર્થશાસ્ત્ર જેવા અટપટા વિષયના આ વિદ્યાર્થીને જોઈને કોઈને અંદાજ નહોતો કે તે ગુપ્તચર તંત્રમાં સામેલ થશે અને જાસૂસ બની જશે.
IPS અધિકારીથી અંડર કવર એજન્ટ સુધી
અજીત ડોભાલ 1968ના કેરલ બેચના IPS અધિકારી રહી ચુક્યા છે. વર્ષ 1972માં તેઓ ઈન્ટેલીજન્સ બ્યૂરો સાથે જોડાઈ ગયા. જે બાદ એક પછી એક ખુફિયા ઑપરેશન્સનો તેઓ ભાગ બનતા ચાલ્યા. અજીત ડોભાલ તેજ તર્રાર જાસૂસ તરીકે જાણીતા છે. અંડર કવર એજન્ટ તરીકે પાકિસ્તાનમાં તેમણે કરેલા કારનામાના કિસ્સાઓ ખૂબ જ જાણીતા છે.
પાકિસ્તાનમાં માંડ-માંડ બચ્યા હતા
અજીત ડોભાલે ખુદ રિટાયર થયા બાદ એક સમારોહમાં રોચક કિસ્સો સંભળાવ્યો હતો. સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં તેઓ અંડર કવર એજન્ટ રહ્યા હતા. જે દરમિયાન એક શખ્સે તેમને કાન વિંધાવેલો હોવાના કારણે હિંદૂ છે તેમ ઓળખી લીધો હતો. ડોભાલના જણાવ્યા પ્રમાણે, તે શખ્સ તેમને એક રૂમમાં લઈ જઈને સવાલ કરી રહ્યો હતો. બાદમાં તપાસ કરી રહેલા શખ્સે પણ તેને કહ્યું કે, તે હિંદૂ જ છે. સાથે જ તેમણે ભારતીય ગુપ્તચર તંત્રના સૌથી શક્તિશાળી વ્યક્તિને કેટલીક સલાહો આપી હતી. જેમ કે, સર્જરી કરાવીને વિંધાવેલા કાન ફરીથી બંધ કરવાની.
જ્યારે ડોભાલ બન્યા હતા રીક્ષાચાલક
વર્ષ 1889માં અજિત ડોભાલે અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઘુસેલા ચરમપંથીઓને ખદેડવા માટે ઑપરેશન બ્લેક થંડરનું નેતૃત્વ કર્યું હતું. આ સમયે તેઓ એક રીક્ષાચાલક બન્યા હતા. કોઈને કાનોકાન ખબર પણ પડે તે પહેલા તેઓ ચરમપંથીઓ વચ્ચે ઘુસ્યા હતા અને સુવર્ણ મંદિરના નકશા, હથિયારો અને લડવૈયાઓની તમામ જાણકારીઓ લઈને બહાર આવી ગયા હતા.
ડોભાલના નામે આ છે કીર્તિમાન
સેનામાં કીર્તિ ચક્ર ખૂબ જ મોટો પુરસ્કાર માનવામાં આવે છે, જે સેનાની બહારના લોકોને નથી આપવામાં આવતો. અજિત ડોભાલ એકમાત્ર એવા પોલીસ અધિકારી છે જેમને કીર્તિ ચક્ર મળી ચુક્યો છે. જેના માટે અનેક એવા કામ છે, જે માત્ર અજીત ડોભાલના કારણે જ શક્ય બન્યા છે.
Trending Photos